૧૦૦થી વધુ સંસ્થાઓ વ્યકિતઓનું બહુમાન કરાયું
રાજકોટ અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે સમાજ સેવા કેન્દ્ર દ્વારા રાજકોટ તથા આજુબાજુના વિસ્તારમાં સમાજમાં નિ:સ્વાર્થ ભાવે સેવા આપતી સંસ્થાઓ તેમજ સમાજ સેવી વ્યકિતઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ૧૦૦ જેટલી સંસ્થાઓને તેમજ વ્યકિતઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. સાથે સાથે સંગીત સંઘ્યાનું પણ આયોજન કરવામા આવ્યું હતું. સમાજ સેવા સંસ્થાના કાર્યકરોને કામ કરવા માટે પ્રોત્સાહન મળે તે હેતુથી આ સન્માન સમારંભ યોજાયો હતો.
મુકેશભાઇ દોશી (દિકરાનું ઘર વૃઘ્ધાશ્રમ) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમાજ સેવા કેન્દ્ર રાજકોટ દ્વારા રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતી વિવિધ સંસ્થાઓ જે અલગ અલગ સામાજીક, સાંસ્કૃતિક, રચનાત્મક માનવતાવાદી, શૈક્ષણીક પ્રવૃતિઓ કરે છે. તેવા પ્રતિનિધિનું સમાજ સેવા કેન્દ્ર રાજકોટ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. ત્યારે અમારા સન્માનનો સાદર સ્વીકાર કરીએ છીએ. ખાસ કરીને સમાજમાં સમાજ માટે કામ કરવું તે દરેકની નૈતિક ફરજ છે.
આજે જયારે અમારા સન્માન થયું છે તયારે અમારી જવાબદારી બેવડી થઇ છે. સમાજમાં અમે જયારે કામ કરીએ છીએ ત્યારે અમારા સન્માન થયું છે તેથી અમારી જવાબદારી વધી છે કે વધુ કામ કરીએ યોગ્ય કામ કરીએ.
ટી.ડી. પટેલએ અબત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૧૯૮૭ માં સમાજ સેવા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી ત્યારે અમારી એક ઘ્યેય હતો કે સમાજમાં જે કાઇ તકલીફો હોય એને મદદ કરીએ અને એક સાર સંગઠન ઉભું થયું. પતિ-પત્નીના પ્રશ્ર્નોના નિરાકરણ કર્યા. ગુંડા વિરોધી કાર્યક્રમ કર્યો, ડેડ બોડી વાનની વ્યવસ્થા જેવી અનેક સમસ્યાનું સમાધાન કરાવ્યું છે. અમે કેન્સર અને પેરાલીસીસ હાર્ટ બ્લોકેજના દર્દીઓ માટે નિ:શુલ્ક દવાઓ આપીએ છીએ જે અમે હાથે જ બનાવીએ છીએ. આજે ખાસ એવોર્ડનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે. સમાજમાં અત્યારે સેવાની જરુર છે. નાના મોટા લોકો ઘણા સમાજ સેવા કરે છે. એને પણ પ્રોત્સાહીત કરવા માટે આ એવોર્ડનું આયોજન કરાયું છે.
રવિરાજભાઇએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમાજ સેવા કેન્દ્ર વતી રાજકોટની નામી અનામી સંસ્થાઓને એવોર્ડ આપવાનો આ કાર્યક્રમ છે. અમે વર્ષોથી સમાજ સેવા કરીએ છીએ ત્યારે અમે જાણીએ છીએ કે સેવાના કાર્યોમાં કેટલી વિધન આવે છે. ત્યારે આવી સેવા કરતા નાના મોટા સૌને જો સન્માનીત કરવામાં આવે તો તેમની કામ કરવાની પ્રણાલીમાં જોમ અને જુસ્સો વધે છે. આવા શુભ આશ્રયથી આવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટની ૧૦૦ થી વધુ સંસ્થાઓ તેમજ વ્યકિતઓનું સન્માન કરવામાં આવ્યું છે.