આપણાં જુના મકાનોમાં મોટા ફળિયા, ઉંબરો ઓસરીને પછી રૂમ આવતાં, ઓસરી ઉતાર રૂમને લાંબી-મોટી ઓસરી વાળા મકાનો બધાને લગભગ સરખા હતા, આ પાછળનું વૈજ્ઞાનિક કારણએ હતું કે ફળિયાનો કચરો ઉંબરે ભટકાયને ત્યાંજ પડી રહેતો બહુ તો ઓસરીમાં આવતો પણ રૂમમાં કયારેય ન આવતો આજે આપણાં ઘર જોવો તો ખરા-ફળિયાંજ નથી ખોબા જેવડા મકાનો ફુલેટોમાં ઉંબરા કયાં લેવા જવા, એટલે આપણે આપણા મકાન પ્રવેશદ્વારને જ ઉંબરો બનાવી દીધો છે.
ભારત દેશ ધાર્મિક તથા આધ્યાત્મિક વાળો દેશ છે.અહિ વસતો દરેક માનવી શ્રધ્ધાળું છે, ભગવાન પર અફાટ શ્રધ્ધા-વિશ્ર્વાસ ધરાવે છે. દરેક વ્યકિતની લાઈફ સ્ટાઈલ તથા તેમનાં જીવવાનાં અભિગમ જુદા-જુદા છે.જુના જમાનામાં તો ભાગ્યેજ કોઈ ઘર ઉંબરા વગરનું જોવા મળતું.અને હા તેની પૂજા પણ બધા કરતા ઉંબરા પૂજન પાછળ એક લાગણી-શ્રદ્ધાં વિશ્ર્વાસ દરેક માણસને હતો.
આપણાં ઘરનો ઉંબરોએ આપણા ઘરનું રક્ષણ કરે છે.તે આપણા ઘરનું માન-સન્માન પ્રતિષ્ઠા કે સુખ-સમુધ્ધીનું પ્રતીક ગણાય છે.એટલે તો ઝગડો થતો ભારે કહેવાતું કે હું તારા ઘરનો ઉંબરો નહી ચડું કે નહી ખાવું જુના જમાનામાં તો ઘરની સ્ત્રીઓ વ્હેલી સવારે પૂજન-અર્ચન કરતી પરંતુ આજે ૨૧મી સદીના યુગમાં આપણે આ પ્રથાને દુર કરી નાખી.વાસ્તુ શાસ્ત્રમાં પણ ઉંબરાને અત્યંત મહત્વનો ગણ્યો છે.
આપણી સંસ્કૃતિની વાત કરીએ તો કોઈ સ્ત્રી ઘરની બહાર પગ મુકે ત્યારે ઘરનો ઉંબરો તેના મનમાં ગડમથલ કરે છે.ઉંબરો ભલે ઓળંગો પણ ઘરની મર્યાદાને કયારેય ન ઓળંગવી તેવી વાત પ્રચલિત હતી ઘરની ઈજ્જત આબરૂ એ આપણો ઉંબરો જ હતો.કોઈ માંગવા વાળો કે લેણદારા ઉંબરે આવીને ઉભો રહે ત્યારે ઘરની આબરૂનો પ્રશ્ર્ન કહેવાતો તેથી ઘરનો ઉંબરો આપણા વડીલ તરીકે ગણાતો જે લોકોને અવળે રસ્તે જતાં રોકતો.
આપણો ઉંબરો ઘરમાં આવતા-જતાની નોંધ સાથે સંસ્કારનાં પાઠો ભણાવતો ત્યાં બેસીને ભજન-કિર્ંતન સાથે કેટલીય મુશ્કેલીના સમાધાનો પણ થયા હશે નવરા બેસીને ઉંબરે ગપાટા મારતાને જીવને પાઠો સાથે જનરલ નોલેજ પણ મેળવતા આપણી બુદ્ધી પણ આ ઉંબરા સમાન છે.ઘરમાં પ્રવેશતા તમામ લોકોનાં મન પ્રથમ ઉંબરોજ વાંચી લેતો જેમાં નિતી-અનિતીની વાત પણ આવી જતી.બહારથી થાકેલા-પાકેલા આવોતો ઉંબરોજ પ્રસન્નતા અર્થ તો, ખોટુ કરીને આવતા તો ઉંબરેથી નિરાશા સાથે ગુહ પ્રવેશ થતો તે સમયે ઘરની રહેણી-કરણી ઘરના ઉંબરા પરથી નકકી થઈ જતી હતી.
ઘરનો ઉંબરો આપણને અનિષ્ટ તત્ત્વોથી બચાવે છે.સ્ત્રીઓ નિયમિત તેનું પૂજન કરીને ભગવાનને પ્રાર્થના કરતી કે મારા ઉંબરે સજ્જન માણસ, દિવ્ય સંતો કે જે કોઈ આવે તે પ્રસન્નચિત્તે પ્રવેશ કરે એવી પ્રાર્થના કરતી, ઘરના ઉંબરા હતા ત્યારે નિતી-રીતી-સારૂ કામ-સેવા વિગેરે ગુણોથી ભરપુર શ્રેષ્ઠ જીવનમાનવી જીવતો હતો.ત્યારે કોઈને તાણ નહતું. એકબીજાને માનવી સુખદુખમાં મદદ કરતો.
ઘરનો ઉંબરો એટલે જ જીવન અને તેમાં મર્યાદા-સુવિચાર, વાણી-વર્તન-માનવીની વૃત્તિનું નિર્માણ કરતો ઘરનું તે અભિન્ન અંગ ગણાતો હતો.મનુષ્ય એક સામાજીક પ્રાણી છે.જેમાં તે સમય પ્રમાણે કેવી રીતે વર્તન કરવું, વ્યકિત-વ્યકિતનાં વહેવારો-ભલાઈ સાથે નિતિનિયમોનું પાલન એટલે આપણા ઘરનો ઉંબરો જ.
ટુંકમાં આપણા ઘરનો ઉંબરો આપણને ગુસ્સો-નેગેટીવીટી-ઈર્ષા-રાગ-દ્વેષ જેવા વિકારોને દુર કરીને માનવીને નિયંત્રણમાં રાખે છે.સુખી જીવનની ચાવી આપે છે. તેથી આપણાં ઉંબરાનું નિયમિત પૂજન ખર્ચન કરવું જ રૂરી છે.પરંતુ કાળા-માથાનો માનવીતો દિવાળીએ વર્ષમાં એકવાર-લાભ-શુભ-સાથીયા-વેલકમ, રંગોળી જેવા સુશોભન કરીને બાકીનું આખુ વર્ષ તેના પરથી ચાલીને ગૃહ પ્રવેશ કરે છે.
લગ્ન કરીને આવતી નવી વહુંને ઉંબરેજ કળશ ચોખાનો કુંભ ઢળતો મુકવાની પ્રથા તો આજે પણ છે.નવા ઘરનાં ગુહપ્રવેશે કુંભ મુકવાની ઉંબરે બારણે આસોપાલવના તોરણ ટીંગાડીને ઘરની શોભા વધારીએ છીએ પણ દરરોજ નિયમિત ઉંબરા પૂજનથી મન-પરિવારને પ્રફુલ્લીત રાખવાનું ફરી કયારે શરૂ કરશું ?