દેશભરની એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે દર વર્ષે જેઈઈ મેઈન્સની પરીક્ષા લેવામાં આવે છે તેમજ જેઆઈઈ એડવાઈઝ પરીક્ષા આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે અને જેઈઈ એડવાન્સમાં પ્રવેશ મેળવવા માટે જેઈઈ મેઈન્સ પાસ કરવું ફરજીયાત છે. ગત વર્ષે લેવાયેલી જેઈઈ મેઈન્સ પરીક્ષાનું પરીણામ એચઆરડી મંત્રાલયની રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ શુક્રવારે બહાર પાડયું હતું જેમાં દેશભરનાં ૯ વિદ્યાર્થીઓએ ૧૦૦ પીઆર મેળવ્યા છે તેમાં ગુજરાતનાં નિસાર્ગ ચઠ્ઠાએ ૧૦૦ પીઆર મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવવાની જેઈઈ મેઈન્સની પરીક્ષામાં દિલ્હીનાં નિશાંત અગ્રવાલ, ગુજરાતનાં નિસાર્ગ ચઠ્ઠા, હરિયાણાનાં દિવ્યાશ અગ્રવાલ, જીતેન્દ્ર લંડા અને થાડાવર્તી વિષ્ણુ, રાજસ્થાનનાં પાર્થ ત્રિવેદી, રોંગાલા અરૂણ સિઘ્ધાર્થ અને તેલંગણાથી છગરી કુશલ કુમારે ૧૦૦ માંથી ૧૦૦ પીઆર મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે દેશભરમાં કુલ ૮.૬૯ લાખ ઉમેદવારોએ જેઈઈ મેઈન્સની પરીક્ષા આપી હતી જેમાં ૬.૪ લાખ વિદ્યાર્થી અને ૨.૬૪ લાખ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે અને ગુજરાતમાંથી અંદાજીત ૫ થી ૬ હજાર વિદ્યાર્થીઓએ જેઈઈ મેઈન્સની પરીક્ષા આપી હતી જેમાં મોટાભાગનાં વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે