૧૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડી દામ્પત્ય જીવનનો પ્રારંભ કરશે સાથે બટુકો યજ્ઞોપવિત (જનોઈ) સંસ્કાર ધારણ કરશે
દિકરીઓને ૭૦થી વધુ જાતનો કરીયાવર અપાશે: સૌરાષ્ટ્રભરમાંથી નવદંપતિ-બટુકોને શુભઆશિષ આપવા ભુદેવોને ઉપસ્થિત રહેવા અનુરોધ
પરશુરામ સેના જેતપુર દ્વારા છેલ્લા ૧૦ વર્ષોથી સમુહલગ્ન તથા યજ્ઞોપવિતનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે પરશુરામ સેના જેતપુર દ્વારા આ વર્ષે પણ સમુહલગ્ન તથા યજ્ઞોપવિત ઉત્સવનું તા.૧૯/૧/૨૦૨૦ને રવિવારના રોજ જીમખાના મેદાન, બસ સ્ટેન્ડ સામે, જેતપુર મુકામે આ શુભ કાર્યનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કુલ ૧૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે. સાથે બે બટુકો પણ યજ્ઞોપવિત (જનોઇ) સંસ્કાર ધારણ કરશે. નવદંપતિઓને કુલ ૭૦થી વધુ જાતની ઘર-વપરાશની ચીજ-વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવશે. જેમાં દાતાઓ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, ભારતી વિદયોત્તેજક સહાય, રાજકોટ, ભારતીબાળા રમેશ ઠાકર, સુડાવડવાળા (હાલ મુંબઈ) સહિતના અનેક દાતાઓ સહયોગ આપી રહ્યા છે. કરીયાવરમાં પરશુરામ ભગવાનજી છબી, મંગલસુત્ર, કાનની બુટ્ટી, સોનાની ચુંક, ચાંદીના સાંકળા, કબાટ, શેટ્ટી, ખુરશી નંગ-૨, ટીપોય, ડબલ બેડ ગાદલુ, ઓશીકા નંગ-૨ સહિત ઘરવપરાશ અને ફર્નિચરની અનેક ચીજ-વસ્તુઓ આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોટી હવેલી જેતપુર બિરાજમાન પ.પૂ.જે.જે. પ્રિયાંકરાયજી મહોદય, પોરબંદરનાં સાંસદ રમેશભાઈ ધડુક તેમજ મુખ્ય મહેમાન તરીકે રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા કે જે વર્ષોથી આ સંસ્થાને મદદપ થયા છે. તેમજ રાજકોટનાં મેયર બીનાબેન આચાર્ય, રાજકોટના ડીવાયએસપી એસ.એસ.મહેતા, જેતપુર જીમખાનાનાં પ્રમુખ વસંતભાઈ પટેલ, માતી કુરીયરવાળા રામભાઈ મોકરીયા, અમદાવાદ કેન્સર હોસ્પિટલનાં ડિરેકટર જીજ્ઞેશભાઈ મહેતા, કુસુમબેન સખરેલીયા, કલ્પનાબેન પટેલ, જેસુખભાઈ ગુજરાતી, વી.આઈ.પંડયા, હરેશભાઈ પંડયા, જગદીશભાઈ પાંભર, રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, રાજકોટ મહાનગરપાલિકાના ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર, એન.આર.વ્યાસ ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ મુખ્ય અતિથિ વિશેષ તરીકે શાસ્ત્રીજી રમેશભાઈ ઠાકર (કાંદીવલીવાળા), મહંત વસંતબાપુ, વી.આઈ.પંડયા, આચાર્ય ડો.રવિદર્શન મહારાજ, છેલભાઈ જોષી, અનુભાઈ તેરૈયા, ચેતન મહારાજ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ તા.૧૯/૧ને રવિવારનાં સવારે ૫:૩૦ મંડપારોપણ ત્યારબાદ ગ્રહશાંતિ, સવારે ૯:૦૦ કલાકે યજ્ઞોપવિત, સવારે ૯ કલાકે વરઘોડો, ૧૧:૦૦ વાગ્યે જાન આગમન, બપોરે ૧૨:૩૦ વાગ્યે હસ્તમેળાપ, આશીર્વચન, ભોજન સમારંભ અને અંતમાં બપોર બાદ જાન વિદાય યોજાશે. આ સમુહલગ્નને લગતી વિશેષ માહિતી માટે મો.નં.૯૮૨૫૮ ૧૧૨૭૮ અને ૯૯૯૮૧ ૯૪૭૯૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. તેમજ આ સમુહલગ્ન અને યજ્ઞોપવિત કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ હિતેશભાઈ જોષી, મંત્રી અશોકભાઈ ઠાકર, ખજાનચી શૈલેષભાઈ જોષી, ઉપપ્રમુખ પરેશભાઈ ત્રિવેદી, સહખજાનચી સુરેશભાઈ પંડયા, સહમંત્રી જીતેન્દ્રભાઈ મહેતા, ચંદુભાઈ જોષી, રાજુભાઈ મહેતા, મનુભાઈ મહેતા, ધર્મેશભાઈ કનૈયા, મેહુલભાઈ દવે સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ તકે બ્રહ્મ અગ્રણીઓ હિતેશભાઈ જોષી, અશોકભાઈ ઠાકર, શૈલેષભાઈ જોષી, પરેશભાઈ ત્રિવેદી, સુરેશભાઈ પંડયા, જીતેન્દ્રભાઈ પંડયા, સંજયભાઈ દવે, ચિરાગભાઈ ઠાકર, પરેશભાઈ જોષી, શૈલેષભાઈ જોષી સહિતનાઓએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.