સભ્યોની ગ્રાન્ટ વધારીને રૂા.૨૨ લાખ કરાઈ: શહીદોના પરિવારને રૂા.૧ લાખની સહાય અપાશે: શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે રૂા ૨૨ લાખની જોગવાઈ

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં આજે વર્ષ ૨૦૨૦-૨૧નું રૂા.૨૫.૭૪ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ આ સાથે વર્ષ ૨૦૧૯-૨૦નું સુધારેલ રૂા ૨૮.૦૩ કરોડનું અંદાજપત્ર પણ મૂકવામાં આવ્યું હતુ કારોબારી સમિતિનાં નવનિયુકત ચેરમેન કે.પી. પાદરીયા દ્વારા પ્રથમ વખત કારોબારીમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં સદસ્યોની ગ્રાન્ટમાં વધારો પણ કરવામાં આવ્યો છે. આ સાથે ૬ કામોની મુદત વધારાઈ હતી જયારે એક એજન્સીને ટર્મીનેટ પણ કરવામાં આવી હતી.

સને ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં સ્વભંડોળમાં વિવિધ ક્ષેત્રમાં કરવામં આવેલા વિશિષ્ટ જોગવાઈમાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે ૨૨ લાખની જોગવાઈ, વિકાસનાકામો માટે ૭ કરોડ ૯૨ લાખની જોગવાઈ, ઉતમ તાલુકા પંચાયત પ્રોત્સાહન યોજના માટે ૫ લાખની જોગવાઈ, નબળુ સ્વભંડોળ ધરાવતી ગ્રામ પંચાયતની બિલ્ડીંગમાં શૌચાલય બનાવવાની સહાય યોજના માટે ૨૫ લાખની જોગવાઈ, પ્રા. શાળામાં પીવાના પાણીની સુવિધા માટે સ્થાયી પ્રકારનો ખર્ચમાટે ૫ લાખની જોગવાઈ, શિક્ષણની પૂરક પ્રવૃત્તિઓ માટે મહિલા સાક્ષરતા ઓછી ધરાવતા વિસ્તારમાં મહિલાઓને શિક્ષીત કરવા સ્થાનીક કક્ષાએ વર્ગો ચાલુ કરવા ૩ લાખની જોગવાઈ, પ્રા.શાળાઓમાં બાયોમેટ્રીક એટેડેન્સ માટે ફેસ રીડરની સુવિધા માટે ૫૦ લાખની જોગવાઈ, નેત્રયજ્ઞ, સર્જીકલ કેમ્પ, ડાયાબીટીસ, લોહીની તપાસ માટેના જરૂરી સ્થાયી પ્રકારના સાધન સામગ્રી અને ફોગીંગ મશીનની ખરીદી તથા અન્ય આરોગ્ય લક્ષી પ્રવૃત્તિ માટે ૫ લાખની જોગવાઈ, હૃદય રોગ, કેન્સર, કિડની, થેલેસેમીયા, બ્રેઈન ઈન્જરી, બ્રેઈન ટયુમર અને પેરાલીસીસ માટે સામુહિક રીતે સહાય માટેની ૫ લાખની જોગવાઈ, મોડેલ આંગણવાડી બનાવવા તેમજ આનુસંગીક સ્થાયી પ્રકારના ખર્ચ માટે ૧૫ લાખની જોગવાઈ, આંગણવાડીમાં કમ્પાઉન્ડ વોલ હોય ત્યાં દરવાજા રીપેરીંગ માટે રૂા.૨ લાખની જોગવાઈ, પાક નિદર્શન તથા ખેતી વિષયક પ્રચારક હરીફાઈઓ અને ખેડુત હેલ્થ સેન્ટર અંગે ૩ લાખની જોગવાઈ, સામાજીક ન્યાય નિધિમાં તબદીલ કરવા ૬૦ લાખની જોગવાઈ, વરસાદી પાણીના સંગ્રહ માટેના ગ્રામ્ય કક્ષાના કામો માટે ૨૦ લાખની જોગવાઈ, જિલ્લા પંચાયત રાજકોટ હેઠળના વિસ્તારમાં રહેતા દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહીદ થયેલા સૈનિક્ધા પરિવારને રૂા.૧ લાખ ચુકવવા ૫ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

જિ.પં.નાં ૬૧૧ કામો સરકારમાં પેન્ડિંગ: સમિતિ કામોને વેગ આપવાના પ્રયત્નો કરશે

કારોબારી સમિતિનાં જણાવ્યા અનુસાર ગ્રામ્ય વિસ્તારના અનેક લોકઉપયોગી કામો અધિકારી-પદાધિકારીઓની ઉદાસીનતાના કારણે સરકારમાં પડતર છે. જેમાં બાંધકામના ૨૬૦, સિંચાઈના ૨૪, શિક્ષણનાં ૭૪૧ અને ૨૮૬ કામનો સમાવેશ ાય છે. સમિતિના જણાવ્યા અનુસાર આ કામોને વેગ મળે તે માટે સરકારમાં રૂબરૂ રજૂઆતો કરાશે. સ્ટાફની હાલ ઘટ છે. તેને ધ્યાને લઈને ઝડપી સ્ટાફની ફાળવણી ાય તેવા પ્રયત્નો પણ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.