સાબરમતી જેલમાં જાથાનો ચમત્કારથી ચેતો કાર્યક્રમ યોજાયો

સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૩૦૦૦ કેદીઓમાં અંધશ્રદ્ઘા નિવારણ સાથે શંકા-કુશંકાથી મુક્ બને તે માટે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ

કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. કેદીઓના પિરવારમાં જેલમાંથી છૂટવા માટે અંધશ્રદ્ઘાનો સહારો મેળવે નહિ તે માટે નુકશાનીના અનેક દાખલા આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ઘતિથી ઉઘાટન સિનીયર જેલર ડી. ડી. પ્રજાપતિએ કરી કેદીઓમાં જાથાનો અંધશ્રદ્ઘાનો નિવારણનો કાર્યક્રમ સર્વાંગી ઉપયોગી સાબિત થયો છે. કેદીઓમાં માનસ પિરવર્તન સાથે સકારાત્મકના ગુણ ખીલે છે તે કેદીઓમાં નજરે જોયું છે. જાથા કેદીઓના પિરવારને પણ ધ્યાનમાં રાખી માર્ગદર્શન આપે છે તે મોટી વાત છે. તેમણે અધિક પો. મહાનિર્દેશક કે. એલ. એન. રાવ, જેલના અધિક્ષ્ાક ડૉ. એમ઼ કે. નાયકને વિશેષ્ા યાદ કરી કાર્યક્રમોની રૂપેરખા આપી હતી. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ કેદીઓને સંબોધતા જણાવ્યું કે જેલમાંથી ચમત્કારિક રીતે એકપણ કેદી ભાગી શક્તો નથી. વ્હેમ, અંધશ્રદ્ઘા, શંકા, કુશંકાથી ગંભીર પિરણામો આવે છે તેના દાખલા આપી કેદીઓને કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું. જેલમાંના અનેક કેદીઓ તાત્કાલિક ઉગ્રતા, ઉશ્કેરાટ, ગુસ્સાના પિરણામે ગંભીર ગુન્હામાં સંડોવણી બદલ સજા ભોગવે છે તેમાંથી કદી પણ મંત્ર-તંત્ર, માનતા, બાધા કે ચમત્કાિરક રીતે નિર્દોષ છુટી  શકાતું નથી. છતાં પણ કેદીનો પિરવાર મંત્ર-તંત્ર, અંધશ્રદ્ઘાના રવાડે ચડી પાયમાલી નોતરે છે. તેનો લાભ તાંત્રિકો, લેભાગુ, જયોતિષીઓ મેળવે છે તેના સાવધાનીના દાખલા આપવામાં આવ્યા હતા.  જાથાના પંડયાએ આગામી પાંચ જેલમાં જાથાના કાર્યક્રમો વિગત આપી જેલમાંથી સજા ભોગવીને પરત આવેલા કેદી અને નિર્દોષ છુટતા કેદીઓને પોતાની રોજગારી માટે જાથા ઉપયોગી થાય છે તેની માહિતી આપી હતી.  દેશ આખામાં જેલમાં જાથાનો કાર્યક્રમ અસરકારક સાબિત થયો છે. તેમાં જાથાની વિચારધારા અગત્યની છે. રાજયમાં પોતાના ગામમાં કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ (મો. ૯૮રપર ૧૬૬૮૯) ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.