ફ્રિઝ વિશેની થોડી તકેદારી
વસ્તુઓની પસંદગી… તમારી તબિયતને પણ ઠંડા ઠંડા કુલ રાખી શકે છે.
આપણી અત્યારની લાઈફ સ્ટાઈલમાં અમુક વસ્તું ઘરમાં સામાન્યત: જોવા મળે છે, એમાંની એક વસ્તું એટલે ફ્રિઝ છે. તેમાં શુ રાખવું, ન રાખવું તેની આપણને બહુ ઓછી ખબર હોય છે.અમુક ફ્રિઝ કુલ ભરેલાતો અમુકનાં સાવખાલીખમ જોવા મળે છે.મોટા ભાગનાં જમ્યા બાદ વધેલું ખાવાનું ફ્રિઝમાં મૂકી દેતાં હોય કે ખોરાક ખરાબ ન થાય. પરંતુ અમુક બાબતો ધ્યાન ન રાખવાથી આપણાં શરીરને કેવડું મોટું નુકશાન થાય છે.માટે તમે સાવધાન થઈ જાવ કયાંય તમે બિમારીને સામેથી આમંત્રણ તો નથી આપતાંને !! ચેતી જાઓ ગૃહિણીઓ અમુક વસ્તુંઓ તો ફ્રિઝમાં કયારેય રાખતાં નહી. આનાથી ૭૦ ટકા કેન્સર થવાની શકયતાઓ વધી જાય છે.
જો તમે ફ્રિઝમાં ખાવાનું જમા કરો છો તો આ એક ખરાબ ટેવ છે.જમા રહેલ ખોરાકની અંદર એડીવીટીઝ, કાર્બોહાઈડ્રેટ, કૂકટોઝ કોર્ન સીરપ, અને ટ્રાન્સ ફેટી એસીડ હોય છે.ખાસ ફેટી એસિડથી હ્લદયની બિમારીઓ થવાની શકયતા વધી જાય છે.એડીવીટીઝ થી છાતીમાં દુ:ખવું, માથાનો દુ:ખાવો અને શ્ર્વાસ લેવામાં મુશ્કેલી ઉભી થાય છે.હાઈકૂકટોઝકોર્ન સીરપ થી પૈક્યિાટીક કેન્સરની શકયતા વધી જાય છે.ફ્રિઝમાં શુગરયુકત આહારમાં પેસ્ટ્રીઝ, મીઠાઈ, ચોકલેટ, મુરબ્બો જેમાં પણ ખાંડ અને કાર્બોહાઈટ્રેટની વધુ માત્રા હોય છે.અને આ આપણે ખાવાથી મેગ્નેશિયમની માત્રા વધે છે.જે હાર્ટ એટકે, કબજિયાત, હાઈબ્લડપ્રેસર અને ટાઈપ-૨ ડાયાબિટીસનું કારણ બની શકે છે.
આ સિવાય -જોડીયાપણું -ઊંઘ ન આવવી,તણાવ વિગેરે તકલીફ થઈ શકે છે.ખાસ જો તમારા ફ્રિઝમાં ત્રણ-ચાર દિવસનું વાસી ખાવાનું રાખશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબજ નુકશાન કારક છે.જો આ ખાશોતો તમને ડાયેરીયા, ઉલ્ટી, મરડો, પેટનો દુ:ખાવો, ફુડ પોઈઝનીંગ જેવી સમસ્યા થઈ શકશે.આ ઉપરાંત મોટા ભાગનાં ૯૯ ટકાના ફ્રિઝમાં સોસ-ચટણી, અથાણું- પનીર જેવા મસાલા યુકત આહારો કે જેમાં મીઠું, તેલ, અને ખાંડ હોય છે, એને ખાવાથી તમે બચો, કારણકે આવા ખોરાક ખાવાથી તમારા શરીરમાં સોડિયમની માત્રા વધી જાય છે.જો આનો ઉપયોગ કરશો તો બ્લડપ્રેસર પર અસર થશે, અને હાર્ટ એટેકનો ખતરો વધી જશે.
ખાસ તમારા ફ્રિઝમાં હાજર સોફટ ડ્રિંકસ બિલકુલ પોષણયુકત નથી, આ પિવાથી શરીરમાં કેલ્શ્યિમની માત્રા ઓછી હોય છે અને કિડનીમાં પથરી થવાની સંભાવના વધી જાય છે.વધારે પ્રમાણે સોફટ ડ્રિંકસ પીવાથી ભૂખ ઓછી લાગે, મેદસ્વીતા, દાંતમાં ડાઘા, કબજીયાત કે એસીડીટી જેવી સમસ્યા થશે.
ફ્રિઝમાં બટાકા મુકશો તો ફ્રિઝના તાપમાને તેનાં સ્ટાર્ચને શુગરમાં બદલી નાખે છે, જે આગળ જઈ રિએકટ થતાં તે ખતરનાક કેમીકલમાં બદલાતા કેન્સર થઈ શકે છે.ફુડ પોઈઝનિંગ ફેલાવનાર બેકટેરીયા ૫ થી ૬૦ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ઝડપી ફેલાય છે એટલે આપણાં ભોજનને આ તાપમાનમાં ન રાખવું. તમારા ફ્રિઝમાં જલ્દી ખરાબ થતી વસ્તુંઓ પડી હોય તો તેનું તાપમાન એ રીતે સેટ કરો.જેમકે કાચુ અને પકાવેલું માંસ, દુધ, ડેરી પ્રોડકટ, ઈંડાથી બનેલી વસ્તુઓ વિગેરે ઝડપથી બગડની હોવાથી તેનું ખાસ ધ્યાન રાખવું આમાં બેકટેરીયા બનવાની સંભાના વધુ હોવાથી આવી વસ્તુ ફ્રિઝમાં વધુ સમય ન રાખવી બહારથી લાવેલા ફ્રોઝન ફુડને બને તેટલી ઝડપે ફ્રિઝમાં મુકી દેવા, ઉનાળામાં તો ખાસ તકેદારી લેવી, જયારે તમને કોઈ પણ પ્રકારની શંકા હોય કે ખાવાનું ખાવા યોગ્ય નથી, ફેકી દેવાની છે તો ફરીથી તેને ફ્રિઝમાં કયારેય મુકતા નહી પેક ભોજનને એકસપાયરી ડેટ પછી કયારેય ન વાપરો.સમયાંતરે ફ્રિઝની સ્વચ્છતા-સફાઈ કરવી, ઋતું પ્રમાણે તેનાં ટેમ્પરેચરને મેઈનટેઈન કરવું બહુ જરૂરી છે. કારણકે તેમાં પડેલી તમામ ખાવાની વસ્તુઓનો સિધો સબંધ તમારી સેહત ઉપર પડે છે.