સમસ્ત રામાનંદી યુવા મંડળ દ્વારા રથયાત્રા, ધર્મસભા અને જ્ઞાતિ ભોજન સહિતના આયોજન થશે
જગદ્ગુરૂ શ્રી રામાનંદચાર્યજી મહારાજની ૭૨૦ મી જન્મજયંતિ શ્રી સમસ્ત રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટ અને સમસ્ત રામાનંદી યુવા મંડળ-રાજકોટ દ્વારા તા.૧૭-૧-૨૦૨૦, શુક્રવારના રોજ ભવ્ય રીતે ઉજવાશે. આ ઉજવણીના ભાગરૂપે સમસ્ત રામાનંદી યુવા મંડળના પ્રમુખ નિખીલભાઈ નિમાવત આગેવાની હેઠળ ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે જે રથયાત્રા રામજીમંદિર ગુંદાવાડી થી સવારે ૭.૩૦ કલાકે, પ્રસ્થાન થશે તથા કેવડાવાડી, સોરઠીયાવાડી થઈ નિલકંઠ ટોકીઝ થઈ નંદા હોલ (રામાનંદ ચોક)થી સહકાર મેઈન રોડથી, પીપળીયા હોલ ચોક પારડી રોડથી, કોર્પોરેશન ગ્રાઉન્ડ, જલજીત હોલ સામે પુર્ણ થશે.રથયાત્રામાં રામાનંદચાર્ય મહારાજની હાથી ઉપર મુર્તી આકર્ષક જમાવશે તથા સંતો-મહંતો અને મોટી સંખ્યામાં બાઈક, જીપ, ઘોડાગાડીઓ, ઘોડા,ધૂન-ભજન મહિલા મંડળી તથા અનેક ફલોટસ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાશે.
સમસ્ત રામાનંદી સાધુ-સમાજ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા ધર્મસભા તથા જ્ઞાતિ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ ધર્મસભામાં સમસ્ત રામાનંદી સાધુ સમાજના રાજકોટના પ્રમુખ તથા ગુણેશ્ર્વરઘામના મહંત અવઘેશબાપુ, કનૈયાદાસબાપુ-ચિત્રકુટ હનુમાન મંદિર કિશાનપરા ચોક, હરેશબાપુ-ગોપાલ ગૌશાળા, ઘનશ્યામદાસ બાપુ નિરંજની કથાકાર શ્રી વગેરે સંતો આર્શીવચન આપશે.
આ સમગ્ર આયોજન સમસ્ત રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટ-રાજકોટના પ્રમુખ અવધેશબાપુના માર્ગદર્શન હેઠળ તથા કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત રામાનંદી સાધુ સમાજના ટ્રસ્ટના હોદેદારો વિનોદભાઈ કુબાવત, પ્રવિણભાઈ દેવમુરારી, કિશોરભાઈ કુબાવત, શાંતિભાઈ કુબાવત, મનહરભાઈ કુબાવત, છબીલભાઈ નૈનુજી, નંદલાલભાઈ અગ્રાવત, નારણદાસ વિશ્ર્નુસ્વામી, ભરતભાઈ કુબાવત પરશુરામભાઈ દેવમુરારી, કાલીદાસ કુબાવત જણભાઈ નિમાવત, દિલીપભાઈ નિમાવત, નિર્મળભાઈ નિમાવત, તથા સમસ્ત રામાનંદી યુવા મંડળના હોદેદારો નિખીલભાઈ નિમાવત, રાજેશભાઈ નિમાવત, હિતેષભાઈ નિમાવત, કલ્પેશભાઈ પુર્ણવૈરાગી, કેતન લશકરી,મુન્નાબાપુ ખોજીરજી, જીતેન્દ્રભાઈ વિશ્ર્નુસ્વામી, દેવ નિમાવત, સુધિર નિમાવત, રમેશભાઈ રામાવત, નરેન્દ્રભાઈ પુર્ણવૈરાગી, ભાવેશભાઈ રામાવત, જયદીપ અગ્રાવત, અમીત દેવમુરારી,ધર્મેશ રામાવત, નીમેષભાઈ અગ્રાવત,મયુરભાઈ રામાનંદી, મિતેષ, ટીપુ દેવમુરારી, આશીષભાઈ દેવમુરારી, કલ્પેશભાઈ નેનુજી, કિશોરભાઈ દેવમુરારી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.