અપસેટ કિંમત રૂા.૧૦ હજારની બદલે રૂા.૧૫ હજાર રાખવામાં આવતા વેપારીઓમાં રોષ
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા.૨૩ થી ૨૬ જાન્યુ. દરમ્યાન રેસકોર્ષ સંકુલ ખાતે ફ્લાવર્સ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૧ ફૂડ કોર્ટના સ્ટોલ માટે આજે સવારે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે જાહેર હરરાજી કરવામાં આવી હતી. સ્ટોલની અપસેટ કિંમત રૂા. ૧૦ હજારના બદલે રૂા. ૧૫ હજાર કરવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આજે બપોરે હાથ ધરવામાં આવેલી જાહેર હરરાજીમાં મોટી સંખ્યામાં વેપારીઓએ ભાગ લીધો હતો. એક સ્ટોલની પંદર હજારની અપસેટ કિંમત સામે પ્રથમ સ્ટોલની હરરાજીમાં રૂા. ૭૧ હજારની ઊંચી બોલી લાગી હતી.