સ્વસ્તીક સ્કુલ આયોજીત ૧૫૦૦ જેટલા વિઘાર્થીઓ અને વાલીઓને ન્યુરોફીઝીશયન ડો. કેતન ચુડાસમા અને એનસીઇઆરટીના ગણિત વિષયના સમિક્ષક ડો. દિપક વ્યાસ અને ડો. વિકાસ અરોરાએ માર્ગદર્શિત કર્યા
સ્વસ્તિક સ્કુલ દ્વારા રવિવારે તા.૮,૯,૧૦ ના વિઘાર્થીઓ માટે નાના મૌવા સર્કલ નજીક આવેલ જય પાર્ટી પ્લોટમાં સંજીવની સેમીનાર યોજાયો હતો. હાલ ધોરણ ૧૦ માં સૌ પ્રથમ વખત ગુજરાત બોર્ડના વિઘાર્થીઓ સીબીએસઇ ટેકસ બુક આધારીત પરીક્ષા આપવા જઇ રહ્યા છે. ત્યારે વિઘાર્થીઓ તણાવ મુકત અને તે જરુરી છે તો આ માટે અલ્પેશ જોષી અને જીતેશ આશનાની દ્વારા પરીક્ષા આપો હસતા હસતાં સેમીનાર યોજાયો હતો.
આ પ્રસંગે અલ્પેશ જોશીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્વસ્તિક સ્કુલ દ્વારા યોજાયેલ સેમીનારમાં ૧પ૦૦ જેટલા વિઘાર્થીઓ-વાલીઓએ હાજરી આપી હતી. અને તેમને ન્યુરો ફિઝિયશન ડો. કેતન ચુડાસમા તથા એનસીઇઆરટીના ગણિત વિષયના સમીક્ષક ડો. દિપક વ્યાસ, બોર્ડ ફર્સ્ટ જીકાર ભવન તથા ડો. વિકાસ અરોરાએ વિઘાર્થીઓને માર્ગદર્શીત કર્યા હતા. તથા કારકીર્દીની કેડીએ બુકના લેખક તથા મેનેજીંગ ટ્રસ્ટી લલીત ઠકરારે વિઘાર્થીઓને તાણવ મુકત પરીક્ષા કઇ રીતે આપવી તેની પઘ્ધતિ સમજાવી હતી.
આ કાર્યક્રમનું સંચાલન સ્વસ્તિક સ્કુલના ડાયરેકટર અલ્પેશ જોશી, જીતેશ આશનાનીએ કર્યુ હતું. કાર્યક્રમની સફળતાનો સમય ગ્રુપ સ્વસ્તિક સ્કુલની ટીમને જાય છે.