બોગસ સીકયુરીટી સર્ટીફીકેટથી ડેટામાં છેડછાડ થવાની ભીતિના પગલે માઈક્રોસોફટ સચેત
માઈક્રોસોફટની વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમમા સિકયોરીટીની ક્ષતિના કારણે ડેટા લીક થવાની દહેશતના પગલે અમેરિકાની એનએસએ દ્વારા માઈક્રોસોફટને ચેતવણી અપાઈ હતી.
વિન્ડોઝ ઓપરટીંગ સિસ્ટમમાં રહેલી નાની ક્ષતિના કારણે હેકર ડેટા સુધી પહોચી શકે છે વિન્ડોઝના કેટલાક વર્ઝનમાં ઉપયોગમાં લેવાતા ડિજીટલ સર્ટીફીકેટ હેકરના હાથમાં આવી શકે છે. આ પ્રકારનાં સર્ટીફીકેટને ફોર્જ કરી હેકર સુરક્ષીત રખાયેલા ડેટા સુધી પહોચી શકે છે. માઈક્રોસોફટ અને એનએસએ દ્વારા ડેટા લીક મુદે જવાબદાર ક્ષતિ શોધી કાઢી છે. જોકે, આવું ભૂતકાળમાં કયારેય બન્યું ન હોવાનું પણ માઈક્રોસોફટનું કહેવું છે.
અહી નોંધનીય છે કે, ટેકનીકલ ક્ષતિ નિવારવા માટે અવાર નવાર સોફટવેર સિકયોરીટી અપડેટ માઈક્રોસોફટ દ્વારા કરાવવામાં આવતું હોય છે. પરંતુ કયારેક ટેકનીકલ ક્ષતિઓનો લાભ લઈ હેકરો ડેટા લીક સહિતની ગુનાહીત પ્રવૃત્તિઓ કરતા હોય છે.
તાજેતરમાં સામે આવેલી ક્ષતિ પાછળ ‘શેડોબ્રેકર્સ’ નામનું ગ્રુપ જવાબદાર હોવાનું ખૂલ્યું છે. આ હેકર ગ્રુપ અગાઉ પણ હેકિંગ સહિતની પ્રવૃત્તિઓમાં સામે આવી ચૂકયું છે.
હેકર જૂથના હુમલાઓનો ભોગ સમગ્ર વિશ્ર્વમાં અનેક લોકો બની ચૂકયા હેકિંગ ટુલના માધ્યમથી હેકરો અનેક લોકોને નુકશાન કરી શકે છે.
અહી નોંધનીય છે કે, બે વર્ષ પહેલા ‘વન્નાક્રાઈ’નામના માલવેરનો આતંક વિશ્ર્વ આખામાં ફેલાયો હતો. આ માલવેરના કારણે કોમ્પ્યુટર સર્વરમાં સાવાયેલા ડેટા ડીલીટ થઈ જતા હતા 150 દેશોમાં 2 લાખ કોમ્પ્યુટરો આ માલવેરનો ભોગ બન્યા હતા.