કાલે મકર સંક્રાંતિનું પર્વ એટલે દાન પૂણ્ય કરવાનો અમુલ્ય અવસર, આ દિવસે લોકો ઉદાર દિલે ખાસ કરીને ગૌશાળા પાંજરાપોળમાં ગાયોને ચારો નાખી, દાન લખાવી પૂણ્યનું ભાથુ બાંધશે શહેરમાં અનેક ગૌશાળાઓ ગાયોની સારી રીતે સેવા સુશ્રુષા કરી રહી છે. ત્યારે કાલે તમામ ગૌશાળા-પાંજરાપોળના સેવાભાવીઓ ચોકે ચોકમાં મંડપ નાખી ગાયોના લાભાર્થે ફાળો એકત્ર કરશે.
શહેરની ઉત્તર પશ્ર્ચિમ ભાગોળે જામનગર હાઈવે પર આવેલુ નમુના રૂપ ગૌતિર્થ શ્રીજી ગૌશાળા એમાં વિહરતી ૧૯૦૦ ગૌમાતાઓનાં ધીંગા અને તંદુરસ્ત ગૌસમુહને કારણે ગૌ પ્રેમી સમાજનું માનીતું સ્થાન બની રહી છે. વળી સૌરાષ્ટ્રભરમાંથી તરછોડાઈને આવતી અંધ અપંગ, બિમાર અને લુલી લંગડી ગૌમાતાઓ માટે શ્રીજી ગૌશાળા છેલ્લા એક દશકમાં સુરક્ષીત અને સુવિધા સજજ આશ્રય સ્થાન બની રહી છે.
૧૪.જાન્યુ. સંક્રાંતિના દિવસે ગૌ પ્રેમી દાતા મુલાકાતીઓ માટે ગૌશાળામાં સવારે ૯ થી રાત્રે ૯ સુધી ગરમા ગરમ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેની સૌ ગૌ પ્રેમીઓને ગૌશાળાએ જઈ ગૌમાતાની સેવાનો લાભેવા જાહેર અપીલ કરાઈ છે. સંક્રાંતી પર્વે શાસ્ત્રોકત સંસ્કાર મુજબ ગૌદાન કરી ગૌ ઋણ મૂકત થવા પ્રભુદાસભાઈ તન્ના મો. ૯૮૨૫૪ ૧૮૯૦૦, જયંતિભાઈ નગદીયા મો. ૯૪૨૭૪ ૨૯૦૦૧ દ્વારા અપીલ કરવામાં આવી છે.
બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૩૦ વર્ષથી માનવ સેવા એજ પ્રભુ સેવા તેમજ જીવદયા પરમો ધર્મ ને ચરીતાર્થ કરતી સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ સેવાક્ષેત્રની ઉજવળ પરંપરા સાથે સીલ્વર જયુબીલી વર્ષ મનાવી રહી છે. સંસ્થા છેવાડાના જરતમંદ માનવીઓને વંચિતો તેમજ પાગલ અને નિરાધાર દરીદ્ર નારાયણોને એક પણ દિવસના વિરામ વિના હરતુ ફરતુ અન્નક્ષેત્રનાં માધ્યમથી દૈનિક ૧૫૦૦ કરતા અધિક વ્યકિતઓના જઠરાગ્ની તૃપ્ત કરીને અનોખી સેવા કરી રહી છે.
તા.૧૪ મંગળવારના રોજ કાર્યકર્તાઓ જુદા જુદા સ્થળે છાવણીમાં બેસીને ચાલતા સેવા અભિયાન માટે અનુદાન એકત્રીત કરશે જેમાજ સમાજના દરેક વર્ગ સમાજ શ્રેષ્ઠીઓ, સમાજ સેવકો, તેમજ સ્વૈચ્છિક સંસ્થશઓ પનણ સાથ સહકાર આપશે તેવી અપેક્ષા ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશ ઉપાધ્યાયે વ્યકત કરી છે. અને આશા વ્યકત કરી છે કે દાતાઓ રોકડ રકમ અથવા વસ્તુદાન રૂપે બોલબાલા ટ્રસ્ટની ઝોળી છલકાવીને માનવ સેવાના મહાયજ્ઞમાં ઉદારતાથી હાથ લંબાવશે.
જીવદયા ગ્રુપ
જીવદયા ગ્રુપ દ્વારા ૧૦૦ જેટલા કાર્યકર્તાઓ અલગ અલગ જગ્યાએ ગૌમાતા તેમજ અબોલ જીવો માટે ફાળો એકત્ર કરશે તેમજ મહાજનના પાંજરાપોળના ૨૩ સ્ટોલ, એનીમલ હેલ્પલાઈનનાં ૧૪ સ્ટોલ અને બાપા સીતારામના ગૌશાળા માટે ૫ સ્ટોલ કરવામાં આવશે ત્યારે જીવદયા ગ્રુપના આ જિવદયા કાર્ય માટે સંસ્થાને અમૂલ્ય અનુદાન આપવા સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.
ગીતા વિદ્યાલય ટ્રસ્ટ
જંકશન પ્લોટ ખાતે મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૫૫ વર્ષોથી બાળ વિકાસ ગીતા પ્રચાર નિ:શુલ્ક ઉનાળુ છાશ કેન્દ્ર સંસ્કૃત પ્રચાર રાહત દરે નોટબુક વિતરણ નિ:શુલ્ક નિદાન સારવાર મેડીકલ કેમ્પ વ્યસનમૂકિત અભિયાન તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિઓનું નિયમિત પણે સંચાલન થાય છે. મકરસંક્રાંતીના પર્વ નિમિતે છેલ્લા ૫૫ વર્ષોથી નાત જાત કે ધર્મના ભેદભાવ વિના બિનરાજકીય ધોરણે કાર્યરત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટની સેવા પ્રવૃતિઓ માટે આર્થિક સહયોગ દાન આપવા માટે સર્વે દાતાઓ, શ્રેષ્ઠીઓને ગીતા વિદ્યાલય ટ્રસ્ટના સંચાલક ડો. કૃષ્ણકુમાર મહેતાએ અનુરોધ કરેલ છે.
માં ગૌરી ગૌશાળા
શહરના આજી ડેમ વિસ્તારથી આશરે ૧પ કીલોમીટર દુર આવેલ કાળી પાટ (ત્રંબા પાસે) આશર ૧૭૦૦ પશુઓનો નિભાવ કરવામાં આવે છે. અબોલ જીવની સેવા, સુશ્રુષા ખુબ જ સારી રીતે થઇ શકે તેમ જ બીમાર, અશકત પશુઓ સારી રીતે રહી શકે તે માટે ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવે છે કે ઉદારપૂર્વક આર્થિક સહયોગ દાન આપવા અને જીવદયાના કાર્યને વેગ આપવા તેમજ મંકરક્રાતિ નીમીતે જે મંડપોનું આયોજન કરવામાં આવેલ છે તેમાં સહકાર આપવા તેમજ સંસ્થાની રુબરુ મુલાકાત લેવા માટે ટ્રસ્ટીજનો તરફથી અનુરોધ કરાયો છે.
નીલ માધવ ધામ
નીલ માધવ ધામ (ઈસ્કોન મંદિર) મોટા મોવા દ્વારા મકરસંક્રાંતિનો મહિમા તા મંદિરમાં વિશેષ પૂજા, ગૌપૂજન તા સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સર્વે ભક્તજનોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જન આરોગ્ય શિક્ષણ સંસન
જન આરોગ્ય શિક્ષણ સંસન દ્વારા પતંગ દોરાી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે શહેરમાં ચાર દિવસીય પક્ષીઓ બચાવો અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. જેમાં સંસની સેવાભાવી કાર્યકરોની ટીમ કાર્યરત રહેશે. પતંગ દોરાી કે વિદ્યુત તારોમાં પક્ષી ફસાઈ ગયું હોય તો ટોલ ફ્રી નંબર.૧૮૦૦ ૨૩૩૧ ૫૫૩૩, કરુણા હેલ્પલાઈન નંબર ૧૯૬૨, ૯૮૯૮૪ ૯૯૯૫૪ ઉપર સંપર્ક કરવો.