નામ નોંધણી શરૂ: આયોજકો ‘અબતક’ની મુલાકાત
જય આશાપુરા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મેધવાસ સમાજ સમિતિ દ્વારા આગામી દિવસોમાં સર્વજ્ઞાતિય સમુહ લગ્નોનું આયોજન કરવામાં આવ્યું છે. જે આગામી તા. ૧૬-૨-૨૦ ને રવિવારના રોજ યોજનાર છે. તો આ સમુહ લગ્નોમાં ભાગ લેવા માટે સંસ્થાનો રુબરુમાં સંપર્ક કરવો ફોર્મ ભરવા માટે ન્યુ સર્વોદય સોસાયટી, નવા થોરાળા મેઇન રોડ રાજકોટ (મો. નં. ૯૯૨૫૬ ૧૩૧૪૬) ઉપર સંપર્ક કરવો.
આ સમુહલગ્નોને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ ખીમજીભાઇ વઘેરા, ઉપપ્રમુખ જયેશભાઇ વાળા, મહામંત્રી કેતનભાઇ દેંગડા, તથા મેધવાળ સમાજ સમીતીના સામાજીક આગેવાન વશરામભાઇ સાગઠીયા, નાનજીભાઇ પારવી, મયુરભાઇ બથવાર, દેવજીભાઇ વાઘેલા, બીપીનભાઇ પરમાર, અનિલભાઇ સરવૈયા, વારસુરભાઇ સોલંકી, દેવજીભાઇ ખીમસુરીયા, શામજીભાઇ ચાવડા, રમેશભાઇ ડૈયા, એડવોકેટ ડો પ્રકાશ ચાવડા, મોહનભાઇ ગોહેલ, વશરામભાઇ ચાંડપા, રવીભાઇ ગોહેલ (એડવોકેટ) અનિલભાઇ શ્રીમાળી, નરેશભાઇ ચૌહાણ, પી.આઇ. કાંતિભાઇ મકવાણા, ભીખાભાઇ ચાવડા, તુલસીભાઇ મકવાણા, વગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
વસ્તુઓનું દાન આપવા માટે મો. નં. ૯૯૨૫૬ ૧૩૧૪૬ ઉપર સંપર્ક કરવો આયોજનને સફળ બનાવવા આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.