કોચીંગ કલાસ ઓનર્સ એસો. દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા નિ:શુલ્ક યોજાયેલા સેમિનારમાં મોટીવેશનલ સ્પીકર સુહાગ પંચાલે ઉપસ્થિત હજારો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું
કારકીર્દી માટે અતિ મહત્વની એવી ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષાનો મોટાભાગના વિદ્યાર્થીઓને ડર લાગે છે જેથી પરિણામ ડરના કારણે આત્મ વિશ્ર્વાસ ગુમાવી ચૂકેલા વિદ્યાર્થીઓ હતાશ થઈ જવાથી પેપર યોગ્ય રીતે લખી શકતા નથી. આગામી માર્ચમાં આવનારી ધશે.૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર દૂર કરીને આત્મવિશ્ર્વાસ સાથે પેપરો આપી શકે તે માટે રાજકોટ કોચીંગ કલબ ઓનર્સ એસો. દ્વારા ગઈકાલે મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. એસો. દ્વારા સેવાની ભાવનાથી વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક યોજેલા આ સેમિનારમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર સુહાગ પંચાલે બે સેશનમાં ‘એન્જોય એકઝામ’ સેમિનારમાં માર્ગદર્શન આપ્યું હતુ.
શહેરના રૈયારોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે યોજાયેલ આ સેમિનારમાં સુહાગ પંચાલે પેપર હાથમાં આવતા ભૂલી જવાશે તો? પરિક્ષા માટે આત્મવિશ્ર્વાસ કેવી રીતે વધારવો? યાદશકિત અને એકાગ્રતા કેવી રીતે વધારવી? ઝડપથી કેમ યાદ રાખી શકાય? વગેરે જેવા મુદાઓ પર માર્ગદર્શન આપ્યું હતુ સુહાગભાઈએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્ર્નોના જવાબ પણ આપ્યા હતા. આ સેમિનારમાં કોચીંગ કલાસ એસો.ના હોદેદારો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓએ અબતક સાથેની વાતચીતમાં આ સેમિનારમાં ઉપસ્થિત રહીને પરીક્ષા અંગેનું માર્ગદર્શન મેળવ્યા બાદ નવો જુસ્સો પ્રગટ થયાનું જણાવ્યું હતુ.
આ સેમિનારમાં મોટીવેશનલ સ્પીકર તરીકે માર્ગદર્શન આપનારા સુહાગ પંચાલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે કોચીંગ કલાસ ઓનર્સ એસો. દ્વારા એક સુંદર કાર્યક્રમ એન્જોય એકઝામનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૦ વર્ષથી હું ટ્રેનીંગ ફીલ્ડમાં છું ભારત અને ભારતની બહાર વિદ્યાર્થીઓને જયારે માર્ગદર્શન આપવા જઈએ છીએ ત્યારે મેં જોયું છે કે વિદ્યાર્થીઓ ૯ મહિના સુંદર મહેનત કરે છે. પરંતુ છેલ્લા દિવસો દરમિયાન જો એમના વિચારોની અંદર કયાકને કયાક નેગેટીવીટી આવે તો એમનું પરફોર્મન્સ બગડે છે તો આજે કોચીંગ કલાસ ઓનર એસો.એ ખુબજ સંદર પ્રયત્ન કર્યો અને આજે જે બે સિફટમાં આયોજન કર્યું છે. તે ફૂલ થઈ ગઈ છે.
કોચીંગ કલાસ ઓનર્સ એસો.ના પ્રમુખ પ્રકાશ કરમ ચંદાણીએ અબતક સાથેની વાતચીતમા જણાવ્યું હતુ કે આ સેમીનારમાં ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષામાં જે ડર છે તે નીકળી જાય તે માટે યોજવામાં આવ્યો હતો. જેને બહોળો પ્રતિસાદ મળ્યો છે. આ સેમીનાર પછી જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. તે બધાનો ડર દૂર થઈ જશે. સમાજ પ્રત્યે સારી લાગણીથી અમારૂ આ એસો. કાર્ય કરી રહ્યું છે. એવું કામ અમે સતત ચાલુ રાખશું અમે વિચાર્યું નહોતુ તેના કરતા બહોળો પ્રતિસાદ મળ્યો છે.
કોચીંગ કલાસ ઓનર્સ એસો.ના ઉપપ્રમુખ ધર્મેશ ચગ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ધણીવાર સ્ટુડેન્ટ પોતાના પ્રશ્ર્નો જણાવતા હોય છે.મીટીંગમાં અમે બધાનું સોલ્યુશન વિચારતા હોય છીએ પરંતુ પછી એમને વિચાર આવ્યો કે એક સારા સ્પીકર બોલાવી બધાને કઈક જ્ઞાન મળે જેનાથી એ લોકોનો ડર સાવ ઓછો થઈ જાય અંતે તો અમારે માટે મહત્વનું હતુ માટે અમદાવાદથી આ સ્પિકરને બોલાવ્યા છે કે જેનાથી વિદ્યાર્થીઓનો ડર દૂર થાય અને પરિક્ષાનો ઉત્સાહ વધે અને સાર પરિણામ મેળવી શકે કોઈપણ વાલીકે વિદ્યાર્થીઓને ધો.૧૦ કે ૧૨ પછી શું તે માટેનું માર્ગદર્શન જોતુ હોય તો મારો ઓનલાઈન નં. ૯૮૯૮૩૪૫૯૮૬ પર સંપર્ક કરી શકે છે. કોચીંગ કલાસ ઓનર્સ એસો.ના આગેવાન અમિત ત્રિકમાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે કોચીંગ કલાસ એસો.એ આ સૌથી મોટુ પગલુ ભર્યું છે કે ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓને પ્રશ્ર્નો થતા હોય કે એકઝામ નજીક આવતા ડર વધે છે તે દૂર કરવા કેવી રીતે? વિદ્યાર્થીઓનું માઈન્ડ કરવું માટે એ અમારૂ આ પહેલુ પગથીયું હતુ જે અમે ચડી ગયા છીએ દર વર્ષે એ કએક પગથીયું ચડતા રહેશું અને કોચીંગ કલાસ એસો.નું આભાર પેરેન્ટ માની રહે છે. ત્યારે આવનારા વર્ષોમાં અમે વધારેને વધારે આપવાનો પ્રયાસ કરીશું. આ સેમિનારમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બંનેને માર્ગદર્શન અપાયું: ચાર્મી દક્ષિણી કોચીંગ કલાસ ઓનર્સ એસો.ના આગેવાન ચાર્મી દક્ષિણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે કોચીંગ કલાસ એસો. દ્વારા આ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને પરીક્ષા માટેનું નોલેજ આપવામાં આવ્યું હતુ આ તકે વિદ્યાર્થીઓને ખાસ તો પરીક્ષાના ડર કેવી રીતે કાઢી શકાય તે માટેનું માર્ગદર્શન આપવામા આવ્યું છે.
એસો.ના આગેવાન દેવાંગ વ્યાસે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આ સેમીનારમાં અમે વિદ્યાર્થીઓને લગતા પ્રશ્ર્નો અભ્યાસમાં નડતર રૂપ થતા હોય તેનું સમાધાન માટે મોટીવેશનલ સ્પીકરનો પ્રોગ્રામ રખાયો હતો. જેનાથી બાળકો પોતાની પરીક્ષામાં બીક લેવાને બદલે એન્જોય કરી શકે જેમાં અમને ધાર્યા કરતા વધુ સફળતા મળી છે. જે માટે વાલીગણ, વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર માંનું છું ભવિષ્યમાં પણ અમે અમારૂ કામ આવી જ નિષ્ઠાથી કરવાનો પ્રયત્ન કરીશું.