સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક રાહબરી હેઠળ જિલ્લામાં નાકાબંધી: પોલીસ બેડામાં ભારે ખળભળાટ: લીંમડી જેલના જેલર શંકાના દાયરામાં
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરીનો આંક દિનપ્રતિદિન વધતો રહ્યો છે અને જિલ્લામાં ગુનેગારો બેફામ બન્યા છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસે ગુનેગારો ઉપર નું કાબુ ગુ માવાનું પણ નિષ્ફળ બન્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનેગારો માં પોલીસનો કોક ખતમ થયો છે ત્યારે ગુનેગારો જિલ્લામાં બેફામ બની રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે કાચા કામના ચાર કેદીઓ લીમડી જેલની દિવાલ કુદી અને રાત્રિના નાસી છૂટવાનો બનાવ બન્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ તંત્રમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે ત્યારે આ અંગેની જાણકારી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકને મળતાં તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર જિલ્લાની ગુના શોધક શાખા તેમજ જિલ્લાના પીઆઇ અને પી.એસ.આઇ સહિતના પોલીસ તંત્રને ધંધે લગાડું છે અને નાકાબંધી કરવામાં આવી છે ત્યારે હાલમાં કાચા કામના આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી જેલના જેલર હાલમાં શંકાના દાયરામાં જાણવા મળી રહ્યું છે ત્યારે હાલમાં રાત્રિના સમયે જેલ દિવાલ કુદી અને નાસેલા ચાર આરોપીઓમાં વિજયભાઈ અનકભાઇ કરપડા તેમજ મયુર સી હરિસિંહ રમેશ ભાઈ રામજીભાઈ દિનેશભાઈ શુક્લ સહિતના ચાર કાચા કામના કેદીઓ જેલની દીવાલ કૂદી અને નાસી છૂટયા છે ત્યારે હાલમાં લીમડી જેલ ખાતે તપાસનો ધમધમાટ ચાલુ ચાલુ છે અત્યારે હાલમાં નાકાબંધી વચ્ચે તપાસ ચાલી રહી છે ત્યારે જિલ્લાના પોલીસ તંત્રમાં ચાર કેદીઓ દિવાલ કૂદીને નાસી છૂટતા ભારે ખળભળાટ મચ્યો છે.