વરિષ્ઠ પોલીસ અધિકારીની નિમણુંક હવાઇ મથક પર મહત્વની જગ્યાએ કરવામાં આવી હતી : દેશ વિરોધી તત્વો સાથે સંડોવણી હોવાનું ખુલ્યુ
જમ્મુ-કાશ્મીરમાં વરિષ્ઠ પોલીસ અધિકારી કે જે શ્રીનગર એરપોર્ટ પર વ્યુહાત્મક પ્લાન હાઇજેક પ્રતિરોધ ટીમમાં મુકાયો હતો. તેને બે આંતકવાદીઓને મોટરમાં ભાગતી વખતે રંગે હાથે ઝડપી લેવાયા હતો. કાશ્મીરના વરિષ્ઠ અધિકારીએ સનસનીએજ ઘટનાની રવિવારે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી.કાશ્મીર આઇજીપી વિજયકુમારે જણાવ્યું હતું કે આ મહાભયંકર જધન્ય અપરાધ અંગે પકડાયેલા દેવેન્દ્ર સિંધને આંતકવાદીની જેમ જ તપાસના દાયરામાં લઇને તમામ સુરક્ષા એજન્સીઓએ સંયુકત રીતે તેની તપાસ શરુ કરી દીધી છે.
જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ પોલીસ અધિકારી દેવેન્દ્ર સિધને હવાઇ મથક પર મહત્વની જગ્યાએ નિમણુંક કરવામાં આવી હતી. શનિવારે દેવેન્દ્ર સિંધની શંકાસ્પદ હરકતની સુરક્ષાદળોને જાણકારી મળી હતી. તેમણે જણાવ્યું હતું કે તે તેની જવાબદારી ફરજ ઉપર હોવાથી અમે તેને કેવી રીતે અટકાવી શકીએ દેશ વિરોધી તત્વો સાથેની તેની સંડોવણીની કોઇ માહીતી હતી નહિ.
દેવેન્દ્ર સિંધની સંસદના હુમલા કેસમાં કોઇપણ જાતની સંડોવણી હોવાનું જાણમાં આવ્યું નથી. અમારી પાસે કોઇપણ વિગતોનથી પરંતુ અમે તેને તે અંગે પણ પુછપરછ કરીશું. આઇજીપી કુમારે જણાવ્યું હતું કે શનિવારે સોપિયાનમાંથી કેટલાક આતંકવાદીઓ ભાગીને છુપાયા હોવાની વાત જાહેર થઇ હતી ત્યારે દક્ષિણ કાશ્મીરમાં જમ્મુ-શ્રીનગ નેશનલ હાઇવે પર વ્યાપક તલાસી અભિયાન ચલાવવામાં આવ્યો હતો. આતંકી તરીકે ઝડપાયેલા નવીદએ ૨૦૧૭માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે તેની નોકરી મુકીને હિજબુલ મુજાહે.દીનમાં જોડાયો હતો. ત્યારપછી તે પોલીસ અને નાગરીકોની હત્યામાં સંડોવાયેલો હોવાનું આઇજીપીએ પ્રેસ કોનફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું.
આંતરવાદીઓ સાથે ભળીને તેમને ભગાવવામાં તેમને મદદ કરાવનારમાં પકડાયેલો દેવેન્દ્રસિંહ કેટલાંક ત્રાસવાદી વિરોધી અભ્યિાનમાં કામ કરી ચુકયો છે. પરંતુ અત્યારે તે જે સંજોગોમાં પડકાયા છે. તેમાં તે આતંકવાદીઓ સાથે મોટર ચલાવીને જમ્મુ તરફ કોઇટ મોટું કાવતરુ પાર પાડવા જતા ઝડપી લેવાયો હતો. અને તેથી જ તેની સાથે આતંકવાદી જેવો વ્યવહાર અને પુછપરછ કરાતી હોવાની આઇજીપીએ જણાવ્યું હતું.
દેવેન્દ્રસિંઘને સતાવાર રીતે અટકાયતમાં લઇ વધુ તપાસ માટે રીમાન્ડ ઉપર લેવાયાં છે. આ તપાસ હજુ આંતરિક તબકકામાં ચાલતી હોવાથી તે અંગેની વિગતો હું ન આપી શકું તેમ તેમણે જણાવ્યું હતું કુમારે આ તપાસની વિગતો આપવાનું ઇન્કાર કરીને જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરમાં જમ્મુ-શ્રીનગરને રાષ્ટ્રીય ધોરી માર્ગ પર કેટલાંક આતંકીઓ ભાગવાની પેરવી કરતા હોવાનું માલુમ થતાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ ૮ ફુટ નીચે સુરંગમાં સીધુ સામાન અને દિવસો સુધી ચાલે તેટલા અનાજ સાથે આતંકીઓ ને ઝડપી લીધા હતા.
શનિવારે સુરક્ષા દળોએ પાર પાડેલા ઓપરેશન અંગે કેટલીક વિગતો આપતા આઇજીપી કુમારે જણાવ્યું હતું કે સોપિયાનાને માહીતી મળી હતી કે બે આતંકીયો રાષ્ટ્રીય ધોરી માર્ગ પર જમ્મુ તરફ આવી રહ્યા છે. એસ.પી.એ દક્ષિણ કાશ્મીરના ડીઆઇજીને માહિતગાર કરતા નાકાબંધીમાં બે વોન્ટેડ આતંકીયો અને ડીજીપી અને એક ધારાશાસ્ત્રી પડકાયો હતો. આતંકીયો અને તેની સાથે પકડાયેલા અધિકારીને રો આઇબી સહિતની તમામ ખીણમાં કાર્યરત સંસ્થાઓ તપાસ ચલાવી રહી છે. અમે તમામ એજન્સીઓને એ દિશામાં તપાસ કરવાનું સુચન કર્યુ છે. કે પકડાયેલા આતંકીઓમાં નાવીદ ૨૦૧૭માં પોલીસ કોન્સ્ટેબલની નોકરી દરમિયાન બટ ગામ પોલીસ મથકમાંથી ચાર રાયફલો સાથે ભાગી ગયો હતો તે પોલીસ અને નાગરીકોની હત્યાના ૧૭ જેટલા ગુના નોંધાયા છે. તે સોપિયાના કમાન્ડર હિજબુલ મુજાહિદના રિયાઝ નાયક સાથે જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. તેની સામે અવૈધ પ્રવૃતિ નિષેધ ધારો અને હથિયાર ધારા ગુનો પણ નોંધાયેલા છે. કુમારે જણાવ્યું હતું કે કેટલીક વસ્તુઓ તેની પાસેથી મળી આવી છે. એરપોર્ટની ચાવીરુપી તેની ફરજ દરમિયાન તેણે કઇ કઇ પ્રવૃતિ કરી છે તે અંગે તમામ સુરક્ષા એજન્સીઓ પુછપરછમાં લાગી છે. ઝડપાયેલા વાહનનો માલીક કોણ છે. તેની પણ તપાસ ચાલી રહી છે. જો કે આઇજીપીએ કાશ્મીર પોલીસની આતંકીઓ સાથે સંડોવણીનો ઇન્કાર કર્યો છે. તેમને એવું નથી લાગતુ કે જમ્મુ પોલીસ આતંકીયો સાથે ભળી ગઇ છે. ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે કાશ્મીર પોલીસ આ બનાવની તપાસમાં એન.આઇ.એ. સાથે મળીને દેવેન્દ્ર સિંધની આતંકીયો સાથેની સંડોવણી ની તપાસ કરી રહી છે. જમ્મુ-કાશ્મીરમાંથી ખુંખાર આતંકીયોને ભગાવવાની પેરવીમાં પકડાયેલા વરિષ્ઠ પોલીસ અધિકારી દેવેન્દ્ર સિંધ ધનિષ્ઠ તપાસ ચાલી રહી છે.