‘હું જ મારો વિધાતા’ના શો માટે રાજકોટના મહેમાન બનેલા કલાકાર કલ્પેશ વાઘેલા અને નિર્માતા વિપુલ શાહે ‘અબતક’ સાથે રંગભૂમિની વિગતો પરી પડદો ઉંચક્યો
નાટકમાં ટેકનોલોજીનો ઉપયોગ શક્ય છે પરંતુ નાટકમાંી વળતર લીમીટેડ હોવાનું આજે ‘અબતક’ની મુલાકાતે આવેલા કલાકાર કલ્પેશ વાઘેલા અને નિર્માતા વિપુલ શાહે કહ્યું હતું. ‘હું જ મારો વિધાતા’ નાટક શો માટે રાજકોટના મહેમાન બનેલા રંગભૂમિના બન્ને મહાનુભાવોએ રંગભૂમિની કેટલીક અજાણી વાતો પરી પડદો ઉંચકયો હતો.
તેમણે આજરોજ જણાવ્યું હતું કે, હવે ગુજરાતીઓમાં ઈંગ્લીશ મીડિયમનો શોખ વધી રહ્યો છે. નાટકોમાં લોકો હસે તો છે પરંતુ શબ્દનો અર્થ તેમને ખબર ની હોતો. માટે ગુજરાતી ભાષા અને નાટકોને આગળ લાવવા ગુજરાતી બાળકોને ગુજરાતી ભાષા શીખવવી જરૂરી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ક્લાકારોનું કોન્ફીડન્શ લેવલ સામાન્ય લોકો કરતા વધુ હોવા પાછળ અનેક કારણો જવાબદાર છે. લોકોની અપેક્ષાઓ વધી રહી છે. ક્ષમતા કરતા અપેક્ષા વધુ હોવાના કારણે લોકો નાસીપાસ જાય છે. બીજી તરફ નાટકના કલાકારો રિહર્સલ કરીને પાત્રને પોતાના મનમાં ઉતારી લે છે. રિહર્સલી કેરેકટરનું બિલ્ડ અપ કરે છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોઈપણ પાત્ર ભજવતા પહેલા તે પાત્રને સમજવું પડે છે. ડાયલોગ્ઝને મનમાં ઉતારવા પડે છે. યાદ રાખવાનો પ્રયત્ન નહીં પરંતુ મનમાં ઉતારવાનો પ્રયત્ન લોકોને કરવો પડે છે. નાટકમાં વળતર મેળવવાના સાથેર્સ ખુબજ ઓછા છે. ટીવી સિરિયલ અને ફિલ્મોમાં વળતરના સાથેર્સ અનેક છે. નાટકમાં માત્ર ઓડિયન્સ જે પૈસા આપે તે જ વળતર છે. પરિણામે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ ઈ શકતો ની. જો કે, તેમણે કહ્યું હતું કે, ઘરે બેસીને ટીવી જોનાર જેવી રીતે એક વર્ગ છે તેવી જ રીતે લાઈવ નાટક નિહાળનાર વર્ગ મોટો છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, વર્તમાન સમયમાં નાટકોના પ્રેક્ષકો કરતા અગાઉ વર્ગ મોટો હતો. શરૂઆતમાં સ્ટેજ શો અનેક લોકો જોવા જતા હતા. પરંતુ હવે સમય બદલાતા વેરાયટી ઘટી મળે છે. પરિણામે લોકોનો રસ પણ સ્પ્રેડ થયો છે. સારી સ્ક્રીપ્ટ અને સારા કલાકારો અગત્યનો ભાગ ભજવે છે. નાટક પૂરું ઈ ગયા બાદ તુરંત લોકો તરફી તેનો રિસ્પોન્સ મળવા લાગે છે.
ગુજરાતી નાટકોને આગળ લાવવા માટે રંગભૂમિના બન્ને મહાનુભાવોએ કેટલાક રસ્તા સુચવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, નાટકમાં વિકાસનું ઉદાહરણ તરીકે મરાઠી નાઠકોને લઈ શકાય. મરાઠી નાટકોના ત્રણ-ત્રણ શો ચાલતા હોય છે. જ્યારે ગુજરાતી નાટક માત્ર એક શોમાં સમેટાઈ જાય છે. મરાઠી નાટકો જોનારા પ્રેક્ષકો વધુ છે.
ઉપરાંત રૂા.૨૫૦૦૦ની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવતી હોય છે. મરાઠી નાટકોમાં જેમ સરકાર સહાય કરે છે તેમ ગુજરાતી નાટકોમાં પણ કરવી જોઈએ. નાટકને ગ્રાન્ટ મળવી જોઈએ અવા તો હોલ વિનામુલ્યે આપવો જોઈએ. સરકારની હાલ ૨.૫૦ લાખની સહાયની યોજના છે પરંતુ તેનો ઉપયોગ માત્ર ખિસ્સા ભરવા તો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.