રાજકોટ રાજ્યમાં આપઘાતના કેસમાં સૌથી મોખરે : સ્યુસાઈડ રેટ ૩૨.૩ ટકાએ પહોંચ્યો
ગુજરાતની સમૃધ્ધિની ચર્ચા દેશ-વિદેશમાં થાય છે. પરંતુ ગરીબીના કારણે મોત વહાલુ કરનારની સંખ્યામાં યેલો વધારો વાસ્તવિક પરિસ્થિતી સુચવી રહ્યો છે. વર્ષ ૨૦૧૮માં ગરીબીના કારણે ગુજરાતમાં ૨૯૪ લોકોએ આપઘાત કર્યો હોવાનું નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા કહી રહ્યાં છે. આ આંકડો ૨૦૧૭ની સરખામણીએ ૧૬૨ ટકા વધુ છે. આવી જ રીતે બેરોજગારીના કારણે પણ ૨૦૧૭ની સરખામણીએ ૨૦૧૮માં આપઘાતનું પ્રમાણ ૨૧ ટકા વધુ રહ્યું છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા તાજેતરમાં એકસીડન્ટલ ડે એન્ડ સ્યુસાઈડ ઈન્ડિયાના માળા હેઠળ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આ આંકડા અનુસાર અમદાવાદમાં બેરોજગારીના કારણે સૌથી વધુ ૩૧ લોકોએ આપઘાત કરી લીધો હતો. અમદાવાદ બાદ આપઘાતના ૧૮ બનાવો સો બરોડાનું દ્વિતીય સન આવે છે. નાદારી નોંધાવીને આપઘાત કરનારાઓની સંખ્યા ૬૭ વા પામી હતી. જ્યારે ગુજરાતમાં ૧૩૬ લોકોએ કારકિર્દી ઘડતરના કારણોસર આત્મહત્યા કરી હતી તેવું આંકડા કહી રહ્યાં છે. દરરોજ મજૂરી કરી પેટીયુ રળતા લોકોમાં ૨૦૧૭ની સરખામણીએ ૨૦૧૮માં આપઘાતનું પ્રમાણ વધુ જોવા મળ્યું છષ. ૨૦૧૭માં મજૂરી કરતા હોય તેવા ૨૧૩૧ લોકોએ આત્મહત્યા કરી હતી જ્યારે ૨૦૧૮માં આ સંખ્યા ૨૫૨૨ સુધી પહોંચી ગઈ હતી.
આ મામલે ૧૮.૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ૨૦૧૭માં બેરોજગાર હોય તેવા ૩૬૯ લોકોએ મોત વહાલુ કર્યું હતું. જ્યારે ૨૦૧૮માં આ સંખ્યા ૪૧૧એ પહોંચી હતી. જેમાં એકંદરે ૧૧.૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.૨૦૧૮માં સરકારી નોકરીયાતના આપઘાતનું પ્રમાણ પણ ૨૦૧૭ કરતા વધુ રહ્યું હતું. ૨૦૧૭માં ૬૯ સરકારી નોકરીયાતે આત્મહત્યા કરી હતી. જ્યારે ૨૦૧૮માં આ સંખ્યા ૭૫ જેટલી હતી. નિવૃત ચૂકયા હોય તેવા લોકોના આપઘાતના પ્રમાણ પણ વધુ જોવા મળ્યા હતા. આવા ૨૬૦ કેસ નોંધાયા હતા. ૨૦૧૮માં કુલ ૭૭૯૩ આપઘાતના કિસ્સા નોંધાયા હતા. જેમાંથી ૭૩ ટકા લોકો એવા હતા જેમની વાર્ષિક આવક ૧ લાખી નીચે હતી. ૨૫ ટકા લોકો એવા હતા જેની વાર્ષિક આવક ૧ લાખી ૫ લાખની વચ્ચે હતી. ૧ ટકા લોકો એવા હતા. જેમની વાર્ષિક આવક ૫ થી ૧૦ લાખ વચ્ચે હતી. જ્યારે માત્ર ૦.૨ ટકા મૃતકો એવા હતા જેમની વાર્ષિક આવક ૧૦ લાખી વધુ હતી.
અહીં નોંધનીય છે કે, રાજકોટમાં પણ આપઘાતનું પ્રમાણ ૨૦૧૭ની સરખામણીએ ૨૦૧૮માં ૨.૫ ટકા જેટલું વધી જવા પામ્યું છે. રાજકોટમાં આપઘાતનો દર ૩૨.૩ ટકા જેટલો રહ્યો છે. વર્ષ ૨૦૧૭માં રાજકોટમાં ૪૩૮ લોકોએ આપઘાત કર્યો હોવાનું ચોપડે નોંધાયું હતું. જ્યારે ૨૦૧૮માં ૪૪૯ લોકોએ આપઘાત કરી લીધો હતો. રાજકોટની સરખામણીએ સુરત, અમદાવાદ અને વડોદરામાં આપઘાતનું પ્રમાણ ઓછુ જોવા મળ્યું છે. સુરતમાં ૧૭.૮, અમદાવાદમાં ૧૧.૧ જ્યારે વડોદરામાં ૧૦.૧ ટકા આપઘાતનો દર રહ્યો છે. ગુજરાતમાં સરેરાશ આપઘાતનો દર ૧૧.૬ ટકાએ પહોંચ્યો છે.