સપ્ત સંગીતીના સાતમાં દિવસે પંડીત જસરાજજીએ ૯૦ વર્ષની જૈફ વયે પણ સપ્તસૂર રેલાવીને રાજકોટવાસીઓને અલૌકિક દુનિયાની સફર કરાવી
રાજકોટ ખાતે નિઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા સપ્ત સંગીતિ ૨૦૨૦ નુૅ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતિમ દિવસ બધા જ માટે ખુબ યાદગાર રહ્યો હતો. સંગીત માર્તડ પંડિત જસરાજએ ૯૦ વર્ષની જૈફ ઉમરે અનેક સ્તુતિઓ રજુ કરી હતી અને લોકો ભાવવિભોર બન્યા હતા. પંડીત જશરાજજીએ રાગ જયજયંતિમાં શિવસ્તુતિ ગાઇ હતી. ત્યારબાદ લોકપ્રિય સ્તુતિ માતા કાલિકા ભવાની રાગ અડાણામાં સાંભળી હતી. એ પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય હવેલી સંગીત રજુ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પંડીતજી સાથે ગાયનમાં પંડીત રતન મોહન શર્મા, અંકિતા જોશી, વિકાસ પરીખે સંગત કરી હતી. હારમોનિયમ પર અભિનવ તથા તબલામાં રામ મિરાજીએ સંગત કરી હતી.
નિઓ રાજકોટ ફાઉન્ડેશન આયોજીત સાત દિવસના શાસ્ત્રીય સંગીત, તાલ અને લય આધારીત સામ સંગીતી ૨૦૨૦ કલા મહોત્સવના અંતિમ દિવસ કદાચ રાજકોટના ઇતિહાસમાં સુવર્ણ સંભારણા રુપ બની રહેશે. પંંડિતજીના ૯૦ વર્ષે પણ સુર લય અને શબ્દો ઉપરની પકડ ભલભલા યુવા કલાકારોને પણ પાછળ રાખી દેતેવી છે સભાની શરુઆત સાતમા દિવસના પેટના જયોતિ સી.એન.સી. ના ઘનશ્યામસિંહ જાડેજા તીર્થ અગ્રો ટેકનોલોજી પ્રા.લી. ના શ્રી અશ્ર્વિનભાઇ, મેયર બીનાબેન આચાર્ય, કલેકટર રેમ્યા મોહન, માંધાતાસિહ જાડેજા, ફોર્ચ્યુન પાર્ક હોટલના હિરેનભાઇ સોઢા, વત્સલાબેન અને ડો. મેધાબેન મહેતાના શુભ હસ્તે દિપ પ્રાટગયથી કરવામાં આવી હતી. કાર્યક્રમને આગળ વધારવા સપ્ત સંગીતી દ્વારા પં. જશરાજજીનુ, રાજકોટના મેયર બીનાબેન આચાર્ય તેમજ નીઓ રાજકોટ ફાઉન્ડેશનના તમામ ડીરેકટરો દ્વારા અર્પણ ચિહ્મ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સ્ટેજ પર આવતાની સાથે પંડીતજીએ શ્રોતાઓનો પ્રેમ જોઇને કહ્યું કે ‘હું ૯૦ વર્ષ પુરા કરવા જઇ રહ્રયો છું. મને અફસોસ છે કે હું રાજકોટ દસ વર્ષ પહેલા કેમ ન આવ્યો?’
અબતક સાથેની ખાસ વાતચીત દરમિયાન પહ્મ વિભૂષણથી સન્માનીત પંડીત જશરાજજીએ જણાવ્યું હતું કે ઘણા લાંબા અરસા બાદ રાજકોટમાં આવી મને ખુબ જ આનંદ થયો. રાજકોટની સંગીત પ્રેમીએ જે મને પ્રેમ આપ્યો તેનાથી હું ખુબ જ આનંદીત છું. મને ખુબ જ ખુશી થઇ અને રાજકોટ બહાર જવાની ઇચ્છા જ નથી થતી. આજની આ સંગીતની મહેફીલમાં આપે જોયું જ હશે કે મને પણ કેટલો આનંદન આવતો હતો. અને સાંભળનાર શ્રોતાઓ પણ આનંદિત થતા હતા. રાજકોટવાસીનો એ જે ખુશી મને આપી છે. તેવી જ ખુશી ભગવાન રાજકોટવાસીઓને આપે.
વધુમાં વાતચીતમાં જણાવ્યું હતું કે શાસ્ત્રીય સંગીતનું ભવિષ્ય ખુબ જ ઉજળું છે. આ કાર્યક્રમમાં ર૦ થી ૩૦ વર્ષનો ઉમરના લોકોથી માંડીને ૭૦ થી ૯૦ વર્ષના લોકો શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલો છે. હું આ એટલા માટે કહું છું કે આજે જે ઓડીયનશ હતું. તે ખુબ જ શાંતિથી સાંભળતા હતા જો આવી જ ઓડિયન્સ મળતી રહે તો ર-૪ કલાકાો અહિંથી જ પેદા થશે.
આ સાત દિવસના કાર્યક્રમોને માણવા હજારો લોકોએ રસ દાખવ્યો હતો અને સતત સાત દિવસ શ્રોતાઓએ શિષબઘ્ધ રીતે મનભરી આ કાર્યક્રમોને માણ્યા હતો જેમાં રોજ હેમુ ગઢવી ઓડીટોરીયમના બન્ને હોલ ખીચોખીચ ભરાય જતા હતા સપ્ત સંગીતના સઘળા આયોજન ની યશ નીઓ રાજકોટ ફાઉન્ડેશનના તમામ ડીરેકટરશ્રીઓને જાય છે. જેમાં સર્વે ડીરેકટરશ્રીઓ પરાક્રમસિંહ જાડેજા, મુકેશભાઇ શેઠ, અરવિદભાઇ પટેલ, દીપકભાઇ રીંડાણી, વિક્રમભાઇ સંઘાણી, હિરેનભાઇ સોઢા અને અતુલભાઇ કાલરીયા સેવાઓ ઓ છે. અને સમગ્ર સંચાલનમાં ખડે પગે યોગદાન આપે છે. આ તમામ ડીબેકટરો અને સ્વયં સેવકોની સમર્પીત ટીમ દ્વારા સતત ચાર વર્ષ દરમિયાન બહોળી સંખ્યામાં કાર્યક્રમ માણવા આવતા કલાપ્રેમીઓની સુચારૃ વ્યવસ્થા જાળવી હતી અને આયોજનને અપ્રતિમ સફળતા અપાવી હતી આ સફળતા માટે કાર્યક્રમમાણનાર તમામ કલારસિકોએ આયોજકો ઉપર અભિનંદન વર્ષા કરી હતી. આ સફળ આયોજન માટે નીઓ રાજકોટના ડીરેકટરોએ સર્વે નિસ્વાર્થ સ્વયંસેવકો ની ટીમનો રાજકોટ ના તમામ શ્રોતાઓનો તમામ મિડિયા અને અખબારો અને તમામ એજન્સીઓનો કે જેમણે આખા કાર્યક્રમને સફળ બનાવ્યો તે તમામનો દિલથી આભાર વ્યકત કર્યો હતો અને આવતા વર્ષે પણ ફરી નુતન હેતુ માટે નવા રુપરંગ સાથે પ્રસ્તુત થવાની નેમ વ્યકત કરી હતી.