શહેરના અગ્રણી મેડિકલ સ્ટોર એવા સરદારનગર મેઈન રોડ પર આવેલા એેબીસી મેડિકલ સ્ટોરના સંચાલક જયેશભાઈ કાલરીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, ૧૯૮૨થી અમે મેડિકલ સ્ટોર ચલાવીએ છીએ. ઓનલાઈનમાં જુના પ્રિસ્ક્રીપ્શન અથવા તો પ્રિસ્ક્રીપ્શન વગર જ દવા આવે છે. જેમાં ગમે તેવી દવા આવી શકે છે. રાજકોટમાં ૨૪ કલાક મેડિકલ સ્ટોર ચાલુ રાખવાની શઆત અમે કરેલી છે. દવાની હોમ ડિલીવરી પણ ૧૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે આપવાની શરૂ આત રાજકોટમાં અમે કરેલી છે. અમે કેટલાક નિયમો બનાવેલા છે જેમ કે પ્રિસ્ક્રીપ્શન વગર દવા આપવામાં આવતી જ નથી. નવું પ્રિસ્ક્રીપ્શન પર જ દવા આપવામાં આવે છે
પરંતુ કોઈને ડોકટરે એક સાથે લાંબા સમયની દવા લેવાનું કહ્યું હોય અને જો દર્દી એમાંથી મહિનાની જ લેતો તે એમને જ જુના પ્રિસ્ક્રીપ્શન પર દવા આપવામાં આવે છે. અમે લગભગ મોટાભાગની કંપનીઓની દવા રાખીએ છીએ. ગ્રાહકોને ચીઠ્ઠી મુજબ પુરી દવા આપીએ છીએ. તમામ કોસ્મેટીક પ્રોડકટ પણ ઉપલબ્ધ છે. અમારા મેડિકલ સ્ટોરમાં સવારના ૮ થી ૧૨ સુધી અલગ-અલગ પાળીમાં ૧૨ જણાનો કવોલીફાઈડ સ્ટાફ કામ કરે છે. ઓનલાઈનમાં દવા સાચી-ખોટી આવતી હોય છે. ડિસ્કાઉન્ટમાં આવતી દવાઓ ઘણીવાર એકસ્પાયર થઈ ગયેલ પણ હોય છે. જેની સામાન્ય લોકોને ખબર હોતી નથી. ઓનલાઈનમાં ફાયદા પણ છે અને નુકસાન પણ છે. બંને એટલું વધારે લોકલ લેવલેથી જ દવાઓ લેવી. પેશન્ટને સલાહ આપીએ છીએ કે એકવાર ડોકટરને બતાવીને જ દવા લેવામાં આવે. અત્યારે અમે ફ્રી હોમ ડિલીવરી આપીએ છીએ. ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપીએ છીએ. પેશન્ટને સલાહ સુચન યોગ્ય રીતે આપીએ છીએ. અમારે ત્યાં પેમેન્ટની દરેક સિસ્ટમ ઉપલબ્ધ છે. અમારા સ્ટોરમાં ૬૭ હજારથી વધુ પ્રોડકટ ઉપલબ્ધ હોય છે.
ગ્રાહકોને સંતોષને જ અમારી સફળતા માનતા હોય અમો આટલા વર્ષોથી રીટેલ મેડિકલ વેચાણમાં અગ્રેસર છીએ તેમ જયેશભાઈ જણાવ્યું હતું. એબીસી મેડિકલ સેન્ટરમાં ગ્લુકોમીટર બી.પી.ઈન્સ્ટુમેન્ટ, નેબ્યુલાઈઝર, વેઈટ બેલેન્સ, ડિજિટલ સ્કેલ, મરકયુટી અને ડિજિટલ થર્મોમીટર, ઈયર એમ્પ્લીફાયર, ફૂડ સપ્લીમેન્ટ જેવી ડાયગ્નોસ્ટીક આઈટમો ઉપલબ્ધ છે. ફુડ સપ્લીમેન્ટમાં વે પ્રોટીન, માસ ગ્રેનર, વેઈટ ગેનર, ફેર બર્નર, આર્યન માસ, એનર્જી ડ્રિકસ વગેરે જેવા ફુડ સપ્લીમેન્ટ, ડમ્બલ ટ્રેડ મિલ, ક્રિકેટ બેટ અને બોલ, બેડમીન્ટન, સ્કેટીંગ વગેરે જેવી સ્પોર્ટસ પ્રોડકટ પણ એબીસીમાં ઉપલબ્ધ છે તેમ કાલરીયાએ અંતમાં જણાવ્યું હતું.
ફેશનપ્રિય મહિલાઓ માટે એબીસી મેડિકલનું નવલુ નજરાણું ‘શી વર્લ્ડ’
શહેરમાં ૨૪૭ મેડિકલ સ્ટોરને ખુલ્લો રાખવાની સૌપ્રથમ મંજુરી મેળવનારા એબીસી મેડિકલ સ્ટોર દ્વારા તાજેતરમાં ફેશનપ્રિય મહિલાઓની સેવામાં શી વર્લ્ડના નામે નવલું નઝરાણાનો પ્રારંભ કર્યો છે. જેમાંમહિલા માટે કોસ્મેટીક, નાઈટવેર, અંડરવેર, ઈમીટેશન વગેરે ચીજવસ્તુઓનો સરદારનગર મેઈન રોડ પર ગોલ્ડન સ્પેસ કોમ્પ્લેક્ષમાં શો-મનો પ્રારંભ કરેલો છે. આ શો-રૂમમાં મહિલાઓ માટે લોરીયલ, સ્વેલોન, ગાર્નીયર, હિમાલયા, લેકમે, નીવીયા, વેલા, લોર્ટસ હર્બલ મેન્સનબેબી, યુનિલીવર વગેરે પ્રખ્યાત કંપનીની આઈટમો ઉપલબ્ધ છે. ઉપરાંત પાનાસોનિક, ફિલીપ્સ, મેબેલીન, ઓલે, મેટ્રીકસ, બાર્બી, શહેનાઝ હર્બલ, પીઝન, મધર કેર, કલર એસેન્સ, શહેનાઝ, ઈઝાલ, વીએલસીસી ફેઈસીસ, બેબી સેબા, એરોમાં ટ્રાઉઝર, જોકી, ખાદી વગેરે પ્રખ્યાત કંપનીના કોસ્મેટીકસ નાઈટવેર, અંડરવેર, ઈમીટેશન વગેરે ચીજવસ્તુઓ શી વર્લ્ડમાં ઉપલબ્ધ છે.