તેલ મીલના માલિકો તેલના ટેન્કરો મંગાવી, મિલાવટ કરી બાદમાં જુદી જુદી કંપનીઓના લેબલ લગાવી કરી રહ્યા છે મસમોટો વ્યાપાર: તપાસ હાથ ધરાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.
સુરેન્દ્રનગર ડિસ્કો ડુપ્લીકેટ તેલના વેચાણ માટેનું એક પિઠું બન્યું છે. જેને સમર્થન પણ પ્રાપ્ત થઇ રહ્યું છે. લોકોને છેતરવા માટે સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં સપ્લાય થાય છે ?
ડુપ્લીકેટ ડિસ્કો તેલ નાણા કમાવવાનું મોટું સાધન બન્યું છે. બજારમાં મળતા સાવ સસ્તા હલકા ગુણવતા વાળા પામોલીન કે સસ્તા તેલના ટેન્કરોના સોદા પાડવામાં આવે છે. અને આ ટેન્કરો જરુરીયાત મુજબ સુરેન્દ્રનગર ખાતે આ વ્યવસાય ચલાવતાં મિલના માલીકો ટેન્કરો મંગાવી અને તેમાં સિગતેલ એસેન્સ મિલાવટ કરી અને સિંગતેલ બની જાય બાદમાં રજીસ્ટર કરાવ્યા વગર બોગસ જુદી જુદી કંપનીઓના લેબલ નામ આપી તેલની જરુરીયાત મુજબ સપ્લાય કરી સસ્તા ભાવથી વેચાણ કરે છે.
સુરેન્દ્રનગર શહેરમાં તેલના વ્યવસાયમાં ડુપ્લીકેટ ડિસ્કો તેલના નામનો જબ્બર જસ્ત કાળો કારોબાર ચાલી રહ્યો છે. સુરેન્દ્રનગર શહેરના પુરવઠા વિભાગના અધિકારી બી.એમ.ટાંકને આ અંગેની ફરીયાદ મળેલ હોવાનું સમર્થન પણ મળી રહ્યું છે.
પુરવઠા અધિકારી તપાસ અને કાર્યવાહી કરવા જણાવે છે પરંતુ તપાસ કયારે થશે? એનો સમય કે દિવસ જણાવતાં નથી! જેની પાછળનું કારણ મારર્કેટમાં આવેલ આ ડુપ્લીકેટ તેલનો જથ્થો પણ કરી જાય અને સામાન્ય માલ મારકેટમાં રહે પછી સામાન્ય ફરીયાદ તપાસ કરી શકાય એની રાહમાં હોવાની પણ ચર્ચા લોકોમાં ચાલી છે.
સૃૂત્રો પાસેથી જાણવા મળુેલ વિગત મુજબ સમગ્ર ગુજરાતમાં ડિસ્કો તેલ (ડુપ્લીકેટ) નું મુખ્ય મથક ગણવામાં આવતા સુરેન્દ્રનગર શહેરમાં તેલીયા રાજાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા બાદ થોડા જ સમય માટે તેલનો ચાલતો કાળો કારોબાર બંધ પણ કરી દેવામાં આવ્યો હતો.
પરંતુ, તેના થોડા જ સમય બાદ વર્તમાન સમયે શહેરી આ મહેતા માર્કેટમાં ફરીથી ડિસ્કો તેલનું નેટવર્ક શરુ કરી અને ખુલ્લેઆમ ફરીથી વેપાર ધમધમવા લાગ્યો છે.
આ બાબતે પુરવઠા વિભાગ માલદાર, મલાઇદાર વહીવટ થવાના કારણે જાણી જોઇને અજાણ રહી વહીવટી થવાના કારણે આ ડુપ્લીકેટ ડિસ્કો તેલનો આંખ આડા કાન કરી આ ડુપ્લીકેટ ડિસ્કો તેલનો કાળો કારોબાર ઉપર રહીને ચાલવા ચલાવવા દેવામાં આવતો હોવાનું લોકોમાંથી જાણવા મળી રહ્યું છે.
સુરેન્દ્રનગરમાં આવેલ મહેતા માર્કેટમાં વેપારી દ્વારા અનેક ચીજવસ્તુઓનો વેપાર થાય છે. અને આ વેપારીઓનું સિધુ જ કનેકશન ગુજરાતભરમાં જોડાયેલું રહ્યું છે. ત્યારે સૌથી મોટામાં મોટો વેપાર સુરેન્દ્રનગરમાં તેલનો રહેલો છે. અને આ સુરેન્દ્રનગર આ ડિસ્કો તેલ ગુજરાત-સૌરાષ્ટ્રભરમાં અહીથી જ સપ્લાય થઇ રહ્યું હોવાનું પણ ખાસ જણાવવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગરમાં ડિસ્કો (ડુપ્લીકેટ) તેલના વ્યવસાયમાં ચોકાવનારી વિગતો બહાર આવેલ છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરની પુરવઠા વિભાગ, ડ્રગ્સ એન્ડ ફુડ વિભાગ પર સરેઆમ આગળી ચિંધાઇ રહી છે.
સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા એક દાયકાથી ડુપ્લીકેટ ડિસ્કો તેલનો ધંધો ખાનગીરાહે થી જગજાહેરમાં ચાલતો રહ્યો છે અને આ વ્યવસાયમાં ઘણા લોકો કરોડપતિ બન્યા હોવાની ચોકાવનારી વિગતો બહાર આવેલ છે.