શિયાળુ-ઉનાળું ચોમાસું આ વરસની ત્રણઋતુ છે.શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમીને ચોમાસામાં વરસાદ આવે તે આપણે વર્ષોથી ભણીએ છી એ, અને જાણીએ છીએ ઋતુચક્રમાં ચારમાસની એક એટલે ત્રણ ઋતુનાં બાર માસ થાય ને આમ આપણું વરસ પુરૂ થાય પહેલાની ઋતુ અને અત્યારની ઋતુમાં ગ્લોબલ વોર્મિગને કારણે સુધારો જોવા મળી રહ્યો છે.હજી હમણાંજ શિયાળે પણ વરસાદ પડતો આપણે જોવો છે,
ભૌગોલિક દષ્ટિએ વાત કરીએ તો પૃથ્વીથી સૂર્ય કેટલો દુર કે પાસે હોય તેનાથી ઋતુમાં ફેરફાર થતો હોય ઘણા લોકો એવું માને છે કે ઉનાળામાં પૃથ્વી સૂર્યથી નજીક હોય છે.એટલે તાપમાન વધે છે. અને ગરમી વધે છે.જયારે શિયાળામાં પૃથ્વી સૂર્યથી દુર હોય છે.એટલે તાપમાન નીચું હોય છે.એટલે ઠંડી પડે છે.
હકિકતમાં જુલાઈ મહિનામાં પૃથ્વી સૂર્યથી સૌથી દુર હોય છે. અને જાન્યુઆરીમાં પૃથ્વી સૂર્યથી સૌથી નજીક હોય છે.ઉનાળા દરમ્યાન સૂર્યના કિરણો પૃથ્વીપર ગાઢ ખુલો અથડાય છે.પ્રકાશ વધુ ફેલાતો નથી,આમ કોઈ પણ સ્થળે અથડાતી ઉર્જાનું પ્રમાણ વધે છે. આઉપરાંત દિવસનાં લાંબા સમય સુધી રહેતા અજવાળાને લીધે પૃથ્વીને ગરમ થવા માટે ઘણો સમય મચી રહે છે.શિયાળા દરમ્યાન સૂર્યના કિરણો પૃથ્વીને છીછરાખુણે વાગે છે.આ કિરણો વધુ ફેલાય છે.
કોઈ પણ સ્થળે અથડાતી ઉર્જાનું પ્રમાણ વઘુતમ હોય છે.આ ઉપરાંત લાંબીરાત અને ટુકા દિવસ પૃથ્વીને ગરમ થતાં અટકાવે છે.આથી શિયાળામાં ઠંડી પડે છે.આમ હકીકતમાં પૃથ્વીની ઘરીના નમવાને લીધે ગરમી અને ઠંડી પડે છે.
વિષુવવૃતનાં પ્રદેશો ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે. ત્યા પાણીના વિશાળ સમુહો છે. તેથી બાષ્મીભવન વધુ થાય છે.આ પ્રકિયા હમેશા ચાલુ રહેતી હોવાથી આ પ્રદેશોમાં બારેમાસ વરસાદ પડે છે.એજ રીતે ધ્રુવ પ્રદેશમાં ગરમી ઓછી પડે છે.તેથી ત્યાં બાષ્મીભવનની પ્રકિયા ધીમી ચાલે છે.પરિણામે વરસાદ બહું ઓછો પડે છે.દરિયા ઉપરથી આવતાં ભેજવાળા પવનો કિનારાના પ્રદેશોમાં વરસાદ લાવે છે.આ પવનો કિનારાથી જમીનની અંદરના ભાગમા આગળ વધે, તેમ તેમા રહેલો ભેજ ઘટતો જાય છે.તેથી પવન સુકા બને અને દરિયાથી દુરનાં ભાગોમાં વરસાદ ઓછો પડે છે. આજ કારણે મુંબઈમાં જેટલો વરસાદ પડે એટલો નાગપૂર કે દિલ્હીમાં પડતો નથી,
માનવજીવનમાં ઋતુનું તેનાં ચક્રોનું મહત્વ છે.ઋતુ પ્રમાણેના પોશાક, ખોરાક હોય છે.શિયાળામાં ઠંડીને કારણે ગરમ વસ્ત્રોને ઉનાળે ગરમીમાં આછા વસ્ત્રો પહેરાય છે.જયારે ખેતી પ્રધાન ભારત જેવા દેશમાં ચોમાસાનો વરસાદ કાચુ સોનું વરસાવે છે.