ઉભરતા કલાકારોના કથક નૃત્યમાં ચતરંગ પ્રસ્તુત કર્યું: ‘ડાન્સ વીથ રેઈન’ રચનાને તાળીઓથી વધાવી લેવાઈ
નિઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા આયોજીત “સપ્ત સંગીતિ ૨૦૨૦”ના છઠ્ઠા દિવસે ઓજસ અઢીયા નિર્મીત છ યુવા કાલાકારોના સંયોગથી બનેલ સમર્પણ બેન્ડ દ્વારા ભારતીય અને પાશ્ચાત્ય વાદ્યોમાં ફ્યુઝન સંગીતની પેશકશથી રાજકોટની કલા રસીક જનતાને અવિસ્મરણીય સાંજની ભેંટ મળી હતી. કાર્યક્રમના પહેલા ભાગમાં રાજકોટના ઉભરતા કલાકારો ખ્યાતિ મેર, જયદા પારેખ અને ડોલી ઠક્કરે કથક નૃત્ય રજુ કરીને પ્રેક્ષકોની પ્રસંશા મેળવી હતી.
અવિસ્મરણીય સુરીલી સાંજ ની શરુઆત છઠ્ઠા દિવસના પેટ્રન એચજય ઈન્ડસ્ટ્રીઝના ડિરેકટર દેવેન દોશી તથા શુભેચ્છકો ડો. વિવેક જોષી, ડો. જયપ્રકાશ ભટ્ટ, ડો. અતુલભાઈ રાઠોડ, ડો. સુશીલ કારીયા અને ડો. સમિરભાઈ વસાવડા દ્વારા દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આપણા શહેરની ઉભરતી પ્રતિભાઓને મંચ અને ઓળખ આપવાના હેતુગત સતત છઠ્ઠા દિવસે શ્રી હર્ષાબેન ઠકકરના વિદ્યાર્થીનીઓ ખ્યાતિ મેર, જયદા પારેખ અને ડોલી ઠક્કરે કથકમાં સરગમ, સાહિત્ય, તરાના અને પખવાજના બોલના સંમિશ્રણથી બનેલ ચતરંગ પ્રસ્તુત કર્યુ હતુ. આ ચતરંગ રાગ રાગેશ્રી, બાગેશ્રી અને ગોરખ-કલ્યાણ રાગમાં અને તિનતાલમાં લયબધ્ધ હતુ. તેમની આ અદભુત પ્રસ્તુતીને પ્રેક્ષકોએ તાલીઓથી વધાવી લીધી હતી.
કાર્યક્રમના બીજા ચરણમાં સમર્પણ બેન્ડ કે જેમાં ઓજસ અઢીયા (તબલા), વિશાલ ધુમલ (કી બોર્ડ), નિનાદ મુલોકર (ફ્લુટ), માનસ કુમાર (વાયોલિન), આઈ.ડી.રાવ (સેક્સોફોન) અને ગૌતમ શર્મા (પર્ક્યુશન) જેવા યુવા કલાકારો ભારતીય પરંપરાગત સંગીતને વધુ સમૃધ્ધ રીતે પ્રદર્શિત કરવાના હેતુ સાથે એકત્ર થયેલ છે તેમના ફ્યુઝન મ્યુઝિકે રાજકોટના શ્રોતાઓને લય અને સુરથી તરબોળ કરી દીધા હતા. કાર્યક્રમના બીજા ચરણમાં તેમણે પાંચ બીટના તાલ સાથે રાગ વાજસ્પતિ રજુ કર્યો હતો કે જે તેમના બેન્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રથમ રચના હતી. ત્યારબાદ રાગ મિશ્ર પિલુમાં તેઓની રચના “રસીયા” નિનાદ મુલોકરના બાંસુરીવાદન અને આઈ.ડી.રાવના સેક્સોફોન ઉપર રજુ કરવામાં આવી હતી, જ્યારે વાયોલિનવાદક માનસ કુમાર અને આઈ.ડી.રાવે સેક્સોફોન ઉપર” એલીફ્ન્ટ રાઈડ” રચના રજુ કરી હતી, આ છ વાદ્યકારોના વાદ્યોની ગુંજથી સભાખંડ ધણધણી ઉઠયો હતો. ગૌતમ શર્મા એ તેમના પર્ક્યુશનના તાલ ઉપર શ્રોતાઓને ટ્રેનની સફર કરાવી હતી. ત્યારબાદ નિનાદ મુલોકર અને માનસ કુમારે રાગ દુર્ગા ઉપર આધારીત “ડાન્સ વીથ રેઇન” રચના રજુ કરી હતી, તેમાં પણ ઓજસ અઢીયાની તબલા અને ગૌતમ શર્માની પર્ક્યુશનની જુગલબંદીએ તો શ્રોતાઓને તાલના પુરમાં તરબોળ કરી દીધા હતા. રાગ જોગમાં રાજકોટ માટે ખાસ તૈયાર કરેલ “રાજકોટ એક્સપ્રેસ” કમ્પોઝીશન રજુ કરીને રાજકોટવાસીઓના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ ખ્યાતનામ સંગીતકાર એ.આર.રહેમાનને તેમના જન્મદિવસની ભેંટ આપવા અર્થે ફિલ્મોમાં આપેલ અમુલ્ય રચનાઓની ઝાંખી કરાવી હતી. જેમાં તુ હી રે, યે હસી વાદિયાં, કહેના હી ક્યા, જીયા જલે અને ઈક હો ગયે હમ ઔર તુમ જેવા યાદગાર ગીતોને શ્રોતાઓ સમક્ષ રજુ કરીને તાલીઓના ગડગડાટથી વધાવવા મજબુર કરી દીધા હતા.
કાર્યક્રમના અંતમાં સર્વે કલાકારોનુ સંસ્થા દ્વારા તેમના કર્મઠ વોલયન્ટર્સના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરાયું હતુ. જ્યારે ઓજસ અઢીયાના હસ્તે રાજકોટના કલાકારા ખ્યાતિ મેર, જયદા પારેખ અને ડોલી ઠક્કરનું શાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યુ હતુ. અંતમાં રાષ્ટ્રગાન પછી સભા બરખાસ્ત કરાઇ હતી. કાર્યક્રમ બાદ સૌ કોઇ માટે અલ્પહાર અને કેસરીયા દુધનો આસાસ્વાદ માણતા-માણતા તેમની અવિસ્મરણીય સાંજની પળોને વાગોળી હતી. તા. ૮ જાન્યુઆરી ગુરુવારના રોજ સપ્ત સંગીતિના અંતિમ દિવસે ૯૦ વર્ષની વયના ત્રણેય પદ્મથી વિભુષીત પંડિત જસરાજજીનું શાસ્ત્રીય ગાયન માણવાની અમુલ્ય તક રાજકોટ ને મળશે. જસરાજજી સાથે પં. રતન મોહન શર્મા અને અંકિતા જોષીનું શાસ્ત્રીય ગાયન તથા અભિનય રવાન્ડેનું હાર્મોનિયમ વાદન અને પં.રામકુમાર મિશ્રાનું તબલા વાદન માણવાનો મોકો મળશે.
તબલાવાદક ઓજસ અઢિયાએ કહ્યું હતું કે, સૌ પ્રથમ હું સપ્તસંગીત કમીટીનો ખુબ જ આભારી છું જેમણે અમેને બધાને અહિ બોલાવ્યા છે. અમે બધા સમર્પણ બેન્ડ રાજકોટમાં પહેલીવાર આવ્યા છીએ. ગુજરાના બીજા શહેરોમાં ઘણીવાર વગાડ્યું છે. શ્રોતાઓ પણ ખૂબ સારા હોય છે.
સમર્પણ બેન્ડ ક્લાસીક્લ બેઈઝડ ફ્યુઝન કોનર્સ્ટ છે. એમાં હું તબાલ વગાડું છું. પ્રખ્યાત ફ્લુટ પ્લેયર છે.
વાયોલીન પ્લેયર આસામથી છે. કી બોર્ડ પ્લેયરનું સેક્સોફોન પ્લેયર પણ છે. ડ્રમ્સ પણ વાગડે છે.
અમે ચાર આર્ટીસ્ટો હું વાયોલીયન પ્લેયર વિશાલભાઈ તથા કિબોર્ડ પ્લેયર ઘણા વર્ષોથી સાથે વગાડતા આવીયે છીએ. અમારી સ્ટેજપરની કોમેસ્ટ્રી છે એને ધ્યાન રાખીને મને વિચાર આવ્યો કે કંઈક નવું કરીએ. આપણી ક્રિએટીવીટીને હજી વધારીએ મ્યુઝીકલ કંઈક ક્રીએટ કરીએ. શક્તિ બેન્ડને જોઈને અમેે ઈન્સપાયરડ થયા એટલે સમર્પણ નામ આપ્યું અમે લોકો ૭ વર્ષથી વગાડીયે છીએ અને ઈન્ટરનેશનલ પ્લેય પણ કરીએ છીએ.