સી.એ.એ.ના કાયદા અંગે જાગૃતિ આવે એ માટે દેવાંગ માંકડની આગેવાનીમાં રાજકોટ શહેર ભાજપ ધ્વારા પત્રિકા વિતરણ અને લોકોના અભિપ્રાય લેવાયા
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ તથા જનજાગૃતી અભિયાનના ઈન્ચાર્જ જીતુ કોઠારી, માધવ દવે અને રાજુભાઈ બોરીચાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ ધ્વારા નાગિરક્તા સંશોધન કાયદો (સીએએ)-ર૦૧૯ પસાર કરવામાં આવ્યો છે ત્યારે આ કાયદાથી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનીસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનના કારણે અમાનવીય અત્યાચારોની પીડા ઝીલી રહેલા હિંદુઓ, શીખ, જૈન, બૌધ્ધ, ઈસાઈ અને પારસીઓની સમસ્યાઓના સમાધાન માટે દૃઢ રાજનૈતિક ઈચ્છાશક્તિ, અતૂટ પ્રતિબધ્ધતા, પૂર્ણ સમર્પણ, દુરંદેશીતા અને હ્રદયમાં રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના ઉપરાંત રાજનૈતિક દબાણોથી ઉપર ઉઠી નિર્ણય લેવાનું જરૂરી હતું. વોટબેન્ક અને તૃષ્ટિકરણની રાજનિતીથી ઉપર આવી વર્તમાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે તમામ પ્રકારના અવરોધો અને જટિલતા પર વિજય પ્રાપ્ત ર્ક્યો છે. ત્યારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષો ધ્વારા આ કાયદા અંગે જુઠૃાણા ફેલાવાઈ રહયા છે અને નિમ્ન કક્ષાના સ્વાર્થની રાજનિતી રમાઈ રહી છે ત્યારે ભાજપ ધ્વારા નાગિરક્તા સંશોધન કાયદા-ર૦૧૯ અંગે લોકો સચ્ચાઈથી વાકેફ થાય એ માટે દેશભરમાં જનજાગૃતી અભિયાન ચાલી રહયું છે. ત્યારે પ્રદેશ ભાજપ ની યોજના અનુસાર શહેર ભાજપ ધ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, જનજાગૃતી અભિયાનના મહાનગરના ઇન્ચાર્જ જીતુ કોઠારી, માધવ દવે, રાજુભાઈ બોરીચાના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિ અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે.ત્યારે તા.૧૧-૧-ર૦ર૦ ના શનીવારે સવારે ૭:૦૦ કલાકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડની આગેવાનીમાં શહેરના રેસકોર્ષ ખાતે મોર્નીગ વોક કરવા આવતા શહેરીજનો સાથે નાગિરક્તા સંશોધન કાયદા-ર૦૧૯ અંગે વિચાર-વિર્મશ કરવામાં આવશે તેમજ પત્રિકા વિતરણ કરવામાં આવશે અને શહેરીજનો સાથે સંંવાદ કરી નાગિરક્તા સંશોધન કાયદા-ર૦૧૯ અંગે તેમના અભિપ્રાય લેવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભાજપ અગ્રણી મયુર શાહ, ગોવીંદભાઈ ફુલવાળા, કૌશીકભાઈ અઢીયા, ડી.બી. ખીમસુરીયા, મનુભાઈ વઘાશીયા, નિરેન જાની, નિખીલ મહેતા સહીતના જહેમત ઉઠાવી રહયા છે.એમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યું હતું.