આતંકી હુમલાની આશંકાથી રોકયા બાદ એક દિવસ બાદ પુન: કાર્યાન્વિત: સુરક્ષા યથાવત રહેશે
અમરનાથ યાત્રાએ આતંકી હુમલાની આશંકાના કારણોસર રોકયા બાદ જમ્મુથી પુન: શ‚ કરવામાં આવી છે. ૧.૩૪ લાખ કરતા વધારે યાત્રીઓ બરફના બનેલા શીવલીંગ જોવા બાબા અમરનાથની ગુફાના દર્શને આવે છે કે જે હિમાલયના દક્ષિણ કાશ્મીરમાં ૩,૮૮૮ મીટર પર આવેલી છે.
ગઇકાલે યાત્રાના ૧૧મા દિવસે ૮,૧૬૭ યાત્રિઓએ આ પવિત્ર ગુફાના દર્શન કર્યા હતા જે મળીન અત્યાર સુધીના કુલ ૧,૩૪,૭૭૧ યાત્રિઓ દ્વારા ગુફાના દર્શન શ્રાઇન ખાતે કરવામાં આવ્યા હોવાનું અધિકારી સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ યાત્રિઓની એક બેચના ૪,૪૧૧ યાત્રિઓને ભગવતી નગર યાત્રિ નિવાસ ખાતે ૧૪૦ વાહનો દ્વારા રવાના કરવામાં આવ્યા હોવાનું અધિકારીઓ જણાવે છે.
અધિકારીઓ દ્વારા ગઇકાલે કફર્યુ બાદ કાશ્મીરના ત્રણ જીલ્લાઓ જેમાં ત્રાસનો સમાવેશ થાય છે. ત્યાં યાત્રિકોને અવર જવર કરતાં અટકાવવામાં આવ્યા હતા. જેનું કારણ અલગતાવાદીઓ દ્વારા હિઝબુલ કમાન્ડર બુરહાનવાનીને ફાંસી અપાયા બાદ તોફાની ખડુ કરવામાં આવે તેવી શંકા હતી. જેના પગલે પોલીસ અને પેરા મીલિટ્રી દ્વારા સમગ્ર કાશ્મીરમાં ચાંપતો બઁદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
તેમજ કુલ ૨૯,૭૦૫ યાત્રિઓએ અને સાધુઓને જમ્મુ બેઝકેમ્પ ખાતે ૨૮ જુનથી રોકી રાખવામાં આવ્યા હતા. સુરક્ષા અધિકારી સહીત ૪૦ લોકોના આ યાત્રામાં મોત થયા હતા.
ત્યારે આ યાત્રિકો પર આતંકી હુમલાની દહેશતના પગલે રોકી તેમને શકય તેટલી વધુ સુરક્ષા આપવામાં આવી હતી. જેમાં સેટેલાઇટની પણ મદદ લેવામાં આવી હતી.
આ યાત્રાને આગામી ૭ ઓગષ્ટ સુધી સંપૂર્ણ રીતે સુરક્ષા આપવામાં આવશે. ગુફાનું શ્રાઇન કે જે પહેલગામથી ૪૬ કીમી અને બાલ્ટાલથી ૧૪ કીમીના અંતરે આવેલું છે.