શાંતિ ઈચ્છતા હોવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ ઈરાનના સુચક મૌની વિશ્વમાં અનેક તર્ક-વિતર્ક
ઈરાકમાં અમેરિકાના સૈન્ય અડ્ડા પર ઈરાને કરેલા રોકેટ મારા બાદ સમગ્ર વિશ્વ સમસમી ગયું હતું. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિનો સંદેશો આપતા લોકોના જીવમાં જીવ આવ્યો હતો. પરંતુ ટ્રમ્પના શાંતિ સંદેશ બાદ ઈરાન તરફી દાખવવામાં આવેલું મૌન ખુબજ શંકાસ્પદ જણાય રહ્યું છે. વર્તમાન સમયમાં એક તરફ વિશ્વના મોટાભાગના લોકો યુદ્ધની સ્થિતિ ટળી હોવાનું સમજી રહ્યાં છે ત્યારે ઈરાનનું મૌન નિષ્ણાંતોને ચિંતામાં મુકી રહ્યું છે. ગઈકાલે યેલા હુમલા બાદ બન્ને દેશો વચ્ચેની સ્થિતિ વધુ વકરશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.
ઈરાનના જનરલ કાસીમ સુલેમાનીની હત્યા બાદ અમેરિકા સામે બદલો લેવાનું એલાન થયું હતું. દરમિયાન ઈરાકમાં તૈનાત કરાયેલા અમેરિકાના સૈનિકો ઉપર મિસાઈલી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ યુદ્ધની આશંકા જન્મી હતી. જો કે, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને દાવો કર્યો હતો કે, ઈરાન આ મામલે પાછુ હટતું હોય તેવું ફલીત થઈ રહ્યું છે. ઈરાકમાં ઈરાનના હુમલામાં અમેરિકા સૈનિકોનો જીવ ગયો નથી સૈનિકો સુરક્ષીત છે તેવો દાવો પણ ટ્રમ્પે કર્યો હતો. આ સાથે જ ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ જાળવવાનું આહવાન કર્યું હતું અને ઈરાનને પ્રતિબંધની ભાષામાં જવાબ દેવાનું નક્કી કર્યું હોય તેવું જણાવ્યું હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા નિવેદન બાદ ઈરાન તરફી હજુ સુધી કોઈપણ જાતનો સંદેશો આવ્યો નથી. જનરલ સુલેમાનીની હત્યાની ઘટના ઈરાનના સત્તાધીશો ભુલી જાય તેવું નથી. પરિણામે ઈરાન-અમેરિકા વચ્ચે જંગ થશે તેવું પણ માની શકાય. જો કે, ગઈકાલે ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી શાંતિની દરખાસ્ત પણ અસરકારક નિકળશે તેવું પણ જણાય રહ્યું છે. ગઈકાલે કરાયેલો હુમલો નિર્ધારીત હતો. ઈરાને હુમલા પહેલા જ ઈરાકને પણ જાણ કરી હતી. ઈરાનનું કહેવું છે કે, અમેરિકાનું સૈન્ય ઈરાક છોડીને ચાલ્યું જાય. ઈરાને હુમલા પહેલા ઈરાકને જાણ કરી હોવાી ઈરાકે આ જાણ વોશિંગ્ટનને કરી હતી. પરિણામે હુમલા પહેલા જ સ્થિતિ કાબુમાં લેવાય હતી અને જાનમાલને વધુ નુકશાન થયું ન હતું. એકંદરે ઈરાને આ હુમલો અમેરિકાને ચેતવણી આપવા કર્યો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. ઈરાને ઈચ્છયું હોત તો અમેરિકાના સૈનિકોના જીવ ગયા હોત પરંતુ યુદ્ધમાં માત્ર ચેતવણી આપવાનો ઈરાદો ઈરાનનો હતો તેવું માનવામાં આવી રહ્યું છે. દરમિયાન આજે બગદાદમાં બે મિસાઈલ પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અલબત આ હુમલામાં કોઈના જીવ ન ગયા હોવાનું જાણવા મળતું નથી.
ભારતી યુરોપ-અમેરિકા તરફ જવા હવાઈ માર્ગ લંબાયો: ૪૦ મિનિટ વધુ સમય લાગશે
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવના કારણે વિશ્વ ચિંતામાં મુકાયું છે. ગઈકાલે યુક્રેનનું વિમાન તૂટી પડ્યાની ગમખ્વાર ઘટના સામે આવ્યા બાદ વિવિધ દેશોની એરલાઈન્સ પોતાના રૂટો બદલી રહી છે. મલેશીયા, સિંગાપોર અને ચીન બાદ ભારત પણ સતર્ક થઈ ગયું છે અને ભારતીય હવાઈ કંપનીઓને ઈરાન અને ઈરાકની એર સ્પેસી બચવાની સલાહ અપાઈ છે. જેના વૈકલ્પીક રૂટમાં વિમાન ઉડાન ભરશે. પરિણામે ભારતી યુરોપ કે અમેરિકા તરફ જવાનો હવાઈ માર્ગ લંબાશે અને ૪૦ મીનીટ વધુ સમય લાગશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. દિલ્હીથી ઉડાન ભરનારા વિમાનો ૨૦ મીનીટ અને મુંબઈથી ૪૦ મીનીટ વધુ સમય લાગશે. એર ઈન્ડિયા ઉપરાંત ઈન્ડિગો, ગો-એર અને એર એશિયા વિસ્તારા જેવી એરલાઈન્સ પણ રૂટ બદલશે.
ભારતીય નેવીના જહાજ સ્ટેન્ડ બાય મોડમાં
ઈરાકમાં અમેરિકાના સૈન્ય અડ્ડા પર ઈરાને કરેલી એર સ્ટ્રાઈક બાદ સ્થિતિ વણશે તેવી ધારણાએ મીડલ ઈસ્ટ રીઝનમાં તૈનાત ભારતીય નેવીના જહાજોને સ્ટેન્ડ બાય મોડમાં રાખવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં ભારતીય નેવીનું આઈએનએસ ત્રિકાંડ ઓમાનના દરિયામાં ડિપ્લોય કરાયેલુ છે. આ જહાજ વર્તમાન સમયે ભારતીય કાર્ગો જહાજોની સુરક્ષા કરી રહ્યું છે. ગત જૂન માસમાં તેને ડિપ્લોય કરાયું હતું. જો કે વર્તમાન સમયમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યેલી ચડસા-ચડસીના કારણે ભારતીય નેવી સ્ટેન્ડ બાય મોડમાં આવી ગઈ છે. નેવીની સાથે સાથે ભારતીય વાયુદળમાં પણ પોતાના એર ક્રાફટને તૈયાર કરી રહ્યું છે.