ચિત્રકાર નૈનસુખે તૈયાર કરેલા પેન્ટીંગ પહાડી આર્ટનો અદ્ભૂત નમુનો ગણાવાયો : બ્રિટીશ મ્યુઝિયમમાં મુકાયું
ભારતમાંથી બ્રિટન લઈ જવાયેલા ભારતીય ચિત્રકારના અલભ્ય ચિત્રના રૂ.૪.૩૨ કરોડ ઉપજયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતીય ચિત્રકારનું આ ચિત્ર હવે બ્રિટીશ મ્યુઝિયમ માં મુકાયું છે. યુકેના આર્ટફંડ એટલે કે, નેશનલ હેરીટેજ મેમોરીયલ ફંડ દ્વારા આ પેન્ટીંગ હસ્તગત કરવાની કાર્યવાહી થઈ હતી. વર્તમાન સમયમાં આ પેન્ટીંગને માસ્ટર પીસ ગણવામાં આવી રહ્યું છે.
આ પેન્ટીંગ જોશેફ હુતુંગ ગેલેરી ખાતે વિનામુલ્યે જોવા મળશે. આ પેન્ટીંગ ૧૭૧૦ થી ૧૭૭૮ના સમયગાળામાં નૈનસુખ નામના ચિત્રકારે તૈયાર કર્યું હોવાનું જાણવા મળે છે. પેન્ટીંગમાં વોટર કલરનો ઉપયોગ યો છે અને કેટલાક લોકો ભારતીય પરંપરાગત વાજીંત્રો વગાડતા હોવાનું પેન્ટીંગમાં જોવા મળે છે. અહીં નોંધનીય છે કે, ચિત્રકાર નૈનસુખે બનાવેલું આ ચિત્ર રાજા બલવંતસિંગ (જસરોતા)ના કાળનું કહેવાય છે. તે સમયે નૈનસુખ જસરોતાના નિવાસી હતા. સાઉ એશિયાની કલા કલેકશન માટે આ પેન્ટીંગનો ઉપયોગ યો છે.
વર્ષ ૧૮૯૩ી ૧૯૮૧ના સમયગાળામાં આ પેન્ટીંગ લોકોની નજરમાં આવ્યું હતું. આ સમય દરમિયાન બ્રિટીસ આર્ટીસ્ટ વિનીફ્રેડ નિકોલશન દ્વારા પ્રાઈવેટ કલેકશન યું હતું. ભારત, બર્મા અને શ્રીલંકાની કલાનો સંગ્રહ આ આર્ટીસ્ટ દ્વારા કરાયો હતો. તેમના મૃત્યુ બાદ પેન્ટીંગ પબ્લીક કલેકશનમાં સન પામ્યું હતું. યુકેની આર્ટ કાઉન્સીલ દ્વારા પેન્ટીંગ હસ્તગત કરાયું હતું. ભારતીય ઈતિહાસના અભ્યાસ માટે આ પેન્ટીંગને મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. આ પેન્ટીંગ સીવાય બ્રિટીસ મ્યુઝિયમમાં નૈનસુખે તૈયાર કરેલા કુલ ત્રણ પેન્ટીંગ મુકાયા છે જે વર્ષ ૧૯૪૦માં બ્રિટીશ મ્યુઝિયમમાં દાનમાં અપાયા હતા. આ મ્યુઝિયમમાં સાઉ એશિયાના કલા કલેકશનનો અલગ વિભાગ છે. જ્યાં નૈનસુખે તૈયાર કરેલા પેન્ટીંગ મુકાયા છે. આ પેન્ટીંગને પહાડી આર્ટનો એક અદ્ભૂત નમૂનો માનવામાં આવી રહ્યો છે. જેમાં વોટર કલરનો ઉપયોગ કરાયો હતો