સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાથી નાગરિકોના બંધારણીય હકકથી ઉપરવટ જઈને સરકારોએ બનાવેલા કાયદાઓ સામે કાયદાકીય ગૂંચની સંભાવના
ખાનગી માલીકીની જગ્યા પર ઉભી થઈ ગયેલી સુચિત સોસાયટીઓને રેગ્યુલાઈઝડ કરવાના ગુજરાત સરકારના કાયદા સામે પણ પ્રશ્નર્થ ઉભો થવાની શકયતા
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ એવા આપણા ભારત દેશને વિશ્વનું સૌથી મોટુ હસ્તલિખિત બંધારણ છે આપણા બંધારણમાં નાગરિકો ધાર્મિક, સામાજિક, રાજકીય, આર્થિક સહિતના તમામ જરૂરીયાતો સ્વતંત્રતાપૂર્વક ભોગવી શકે તે માટે વિવિધ મૂળભૂત હકકો આપવામાં આવ્યા છે. પરંતુ ઘણીવખત રાજય કે કેન્દ્ર સરકારો દ્વારા સમયની જરૂરીયાત મુજબ કાયદા બનાવવામાં આવે છે. આ કાયદાના કારણે ઘણીવખત નાગરિકોના બંધારણીય હકકનો ભંગ થતો હોય છે. આવા જ કિસ્સામાં સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવાયું છે કે કાયદાથી ઉપર નાગરિકોના બંધારણીય હકક છે. અને કાયદાની મંજુરી વગર તંત્ર નાગરિકોની સંપત્તિ નછીનવીથ શકે નહી.
સુપ્રીમ કોર્ટે ગઈકાલે એક ચૂકાદામાં કાયદાની મંજૂરી અને ન્યાયીક પ્રક્રિયા વગર નાગરિકની ખાનગી મિલ્કત જપ્ત કરવાની પ્રક્રિયાનેક ગેરકાનૂની ગણાવી હતી આવી રીતે મિલકત જપ્ત કરવાના પગલા માનવ અધિકારનો ભંગ અને બંધારણીય કલમ ૩૦૦એ નો ભંગ ગણાવીને કાયદાની મંજૂરી વગર રાજય સરકાર કોઈ નાગરિકની મિલકત છીનવી ન શકે તેમ ચૂકાદામાં જણાવ્યું છે. સુપીમ કોર્ટની સંયુકત ખંડપીઠના ન્યાયમૂર્તિ ઈન્દુમલ્હોત્રા અને અજય રસ્તોગીએ તેમના ચૂકાદામાં જણાવ્યું હતુ કે સરકારો વિકાસના નામે કાયદા અને નીતિ નિયમોનું ઉલ્લંઘન ન કરી કે સરકારે તંત્રએ પોતાની મેળે પગલા ભરતા પહેલા ચકાસવું જોઈએ કે બંધારણ શું કહે છે? લોકતાંત્રિક ઢબે ચાલતી સરકારે કાયદાનું પાલન કરવું જોઈએ સરકારે કાયદાની મંજૂરી વગર કોઈપણ નાગરિકની મિલકત છીનવી ન જોઈએ કોર્ટે અગાઉના ચૂકાદાના માર્ગદર્શન સાથે જણાવ્યું હતુ કેનાગરિકોની મિલકતની સલામતિ અને મિલકત ધારણ કરવાનો અધિકાર માત્ર બંધારણીય જ નથી પરંતુ તે માનવ અધિકાર પણ છે. સુપ્રીમ કોર્ટે આ કેસ કરનારા અભણ વિધવાને આઠ જ અઠવાડીયામાં વળતર અને અન્ય લાભો હિમાચલ પ્રદેશ સરકાર આપવા આદેશ કર્યો હતો. તેમની જમીન વર્ષ ૧૯૬૭-૬૮માં નંદવાન અને સુજાનપૂર વચ્ચે બનેલા રસ્તામાં હમીરપૂર જીલ્લા તંત્ર દ્વારા સંપાદનની કોઈપણ કાર્યવાહી કર્યા વગર લઈ લેવામાં આવી હતી. સુપ્રીમે વિધવા મહિલાનો કબજો પણ ૪૨ વર્ષનો માન્ય રાખ્યો હતો. વિકાસના નામે સરકારને કોઈપણ વસ્તુનાકબજાની પરવાનગી ન મળે, બાર વર્ષની લાંબી કાયદાકીય કવાયત બાદ મુળમાલીકના અધિકારો અદાલતે માન્ય રાખ્યા હતા સુપ્રીમે જણાવ્યું હતુ કે સરકારને કોઈ અત્રધકારને નથી તે નાગરિકની મિલકત વિકાસને નામે લઈલે કાયદાની જોગવાઈ વગર અને કાયદાક્યિ પ્રક્રિયા વિના રાજય કોઈપણ નાગરીકની મિલકત છીનવી ન જ શકે સુપ્રીમે વધુમાં જણાવ્યું હતુકે અરજદાર મહિલાને દબાણ કરીને મિલકત પર હક જતો કરવા મજબૂર ન કરી શકાય કાયદામુજબ તેને મિલકતની કિંમત તમામ વળતર સાથે ચૂકવવી જોઈએ આ કેસમાં વિધવા અભણ છે. ગામડામાં રહે છે.તેની મિલકત રાજય સરકારે કાયદાની મંજૂરીવ ગર જ લઈ લીધી છે. તેનાથી અરજદારને વળતર આપ્યા વગર મિલકત લઈ લેવાના આ બનાવમાં કાયદાનો મોટો ભંગ થયો છે. અને આ ન્યાય મેળવવા માટે તેણે લાંબો સમય સંઘર્ષ કરવો પડયો છે.
સુપ્રીમ કોર્ટે આ અભૂતપૂર્વ ચૂકાદામાં બંધારણીય કલમ ૧૩૬ અને ૧૪૨ અનવયે રસ્તા નિર્માણ માટે ૧૯૬૭-૬૮ દરમિયાન લઈ લેવાયેલી મિલકત જમીનનું પૂરેપૂરૂ વળતર વ્યાજ સહિત આપવાનું અભૂતપૂર્વ ચૂકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ ચૂકાદો દેશના અસંખ્ય સરકારી પયિજનામાં સંપાદિત જમીનોમાં મૂળ માલીકની મંજૂરી અને વિવાદમાં માર્ગદર્શક બનશે. સરકારને એવો કોઈ અધિકાર નથી કે તે ખાનગી મિલકતો કાયદાકીય પ્રક્રયા વગર છીનવી શકે.
સુપ્રીમ કોર્ટના આ ચૂકાદા બાદ ગુજરાત સરકારે તાજેતરમાં ખાનગી માલીકીની જમીન પર બની ગયેલી સુચિત સોસાયટીઓને રેગ્યુલાઈઝ કરવાનો કાયદો બનાવ્યો છે. તેના પર પણ પ્રશ્નર્થ ઉભો થવા પામ્યો છે. પરાંત સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદામુજબ ગુજરાતમાં માત્ર ખેડુતો જ ખેતીની જમીન ખરીદી શકે જયારે અન્ય રાજયોમાં તમામ નાગરીકો ખેતીની જમીન ખરીદી શકે છે. જેથી ગુજરાતમાં ખેડુત ન હોય તેવા નાગરિકો ખેતીની જમીન ખરીદી શકતા નથી. જેથી આપણા બંધારણમાં નાગરિકોને સંપતિ ખરીદવાનો હકક આપવામાં આવ્યો છે. તેનો ભંગ થાય છે. તે જ રીતે ૧૨ વર્ષથી વધારે સમયની સંપત્તિનો કબજો ધરાવતા કબજેદારોને એડવાન પજેશનનો લાભ મળ છે.તેથી સંપતિન મૂળ માલીકના બંધારણીય હકકનો ભંગ થાય છે. આમ, સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાથી સરકારી તંત્રો દ્વારા બંધારણીય જોગવાઈથી ઉપરવટ જઈને બનાવેલા કાયદાઓ સામે પ્રશ્નર્થ ઉભો થવાની સંભાવના ઉભી થવા પામી છે.