શ્રી હરિચરણદાસજી બાપુની ઉપસ્થિતિમાં દસ દિવસીય મહોત્સવમાં રામાયણના સમુહપાઠ અને દેવીભાગવત જ્ઞાનયજ્ઞનો મોટી સંખ્યામાં ગુરૂભક્તોએ લ્હાવો લીધો
પ.પૂ.સદગુરૂ સ્વામી ૧૯૧૯માં ન્યારા ગામની ધરતી ઉપર પાવન પધરામણી કરીને ન્યારા તથા આજુબાજુના ગામને ધન્ય કરી દીધું છે. તેના ૧૦૦ વર્ષના મંગલ પ્રવેશને ઉજવવા તા.૧૪ ડીસેમ્બર ૨૦૧૯ને શનિવારથી તા.૨૩ ડીસેમ્બર ૨૦૧૯ સોમવાર સુધી ૧૦ દિવસ સુધી સદગુરુ સ્વામી હરિચરણદાસજી બાપુની ઉપસ્થિતિમાં ધામેઘૂમે ઉજવણી થઈ હતી.
સવારના સત્રમાં અખંડ રામાયણના સમૂહ પાઠ તથા બપોર પછીના સત્રમાં દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ. સવારના સત્રમાં કથા દરમિયાન આવતા તમામ ઉત્સવ ધામેધુમે ઉજવાયા હતા તથા બપોરના સત્રમાં આવતા ઉત્સવની ધામેધુમે ઉજવણી કરાઈ હતી. કથા દરમિયાન રોજ રાતે જુદા જુદા કલાકારોને બોલાવી સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ન્યારા ગામના ભાઈઓ અને બહેનો તથા આજુબાજુના ગામના લોકો તથા સદગુરુ પરિવારના ભાઈઓ તથા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
બહારગામથી ખાસ પધારેલા સંતો ઋષિકેશ અયોધ્યા, કર્ણપ્રયાગ, ગોરા, પાંડુકેશ્વર, ઇન્દોર, ગોંડલ, વાંકાનેર, કાશીથી પધારીને ઉત્સાહમાં અનેકગણો ભાવ વધારી દીધો હતો. ન્યારા ગામને ચાર ચાંદ લગાવી દીધા હતા. આવનાર આગામી ઉત્સવ ૨૦૨૫માં પૂ. સદગુરૂ સ્વામી રણછોડદાસજી બાપુની પ્રથમ તસ્વીર જેરામભાઈ દેવશીભાઇ માનસતાની અતિ લાગણી માંગણી કરતા બાપુનું ન્યારા હાસ્ય કરીને ભવિષ્યમાં બધા જ ઘરમાં, દુકાનોમાં, ઓફિસોમાં, મંદિરોમાં રાખી પૂજા પાઠ કરી શકે એટલે પૂ. સદગુરૂ સ્વામી રણછોડદાસજી બાપુ હા પાડતા ન્યારા ગામના ભાઈઓ-બહેનો-વૃધ્ધો આ વાત વાયુવેગે પ્રસરી જતા બધાજ ભેગા થઈને બાપુનો જયજયકાર બોલાવી દીધો હતો. ફોટોગ્રાફ્રરને બોલાવી ફોટો પડાવેલ હતો. તેજ ફોટો બાજુના મંદિરમાં બાપુ બધાને હાસ્ય સાથે આશીર્વાદ દે જ ભૂતકાળમાં માનું મંદિર આજે ન્યારા આશ્રમ તરીકે પ્રખ્યાત છે તથા સવારે દૂધ, બપોરે મહાપ્રશાદ તથા બપોરે બપોરે ફ્રુટ, રાત્રે દૂધનો રોજ ભોગ ભગવાનને ધરાવામાં આવે છે.
હાલના ટ્રસ્ટમાં રમેશભાઈ કારિયા (પ્રમુખ), રાજુભાઇ માનસતા (મેનેજિંગ ટ્રસ્ટી), ભાવેશભાઈ પાબારી(ટ્રેઝરર), હરગોવિંદભાઇ બગડાઈ(ટ્રસ્ટી), દિલીપભાઈ તન્ના(ટ્રસ્ટી), વિનુભાઈ માનસતા (ટ્રસ્ટી), રાજુભાઇ નથવાણી(ટ્રસ્ટી) સેવા આપે છે. લીગલ એડવાઇઝર લલિતભાઈ શાહી(એડવોકેટ), ચંદ્રકાન્તભાઈ દક્ષિણી (એડવોકેટ), ઓડિટર એમ. એમ. ઠક્કર સેવા આપે છે.
ન્યારા સ્થાનિક કમિટીમાં રમેશભાઈ પીપળીયા, મગનભાઈ સાવલિયા, અરવિંદભાઈ સાવલિયા, ખોડાભાઈ ઝાલવાડિયા, પ્રવિણભાઇ માનસતા, ઘનશ્યામભાઈ પીઠડીયા વગેરે સેવા આપે છે.