નિર્ભયાનો ચુકાદો નરરાક્ષસોમાં ભય વ્યાપી જાય તેવો દિશારૂપ : ભરત પંડયાકોંગ્રેસનો ઉદેશ ઉશ્કેરાટ, હિંસા અને તોફાનો ફેલાવવાનું પરંતુ ગુજરાતની જનતા કોંગ્રેસના ડર્ટી માઈન્ડને કયારેય સફળ થવા દેશે નહી: કોંગ્રેસને આડે હાથ લેતા પ્રદેશ ભાજપ પ્રવકતા
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ નિર્ભયા કેસના ચૂકાદાને સહર્ષ આવકારતા જણાવ્યું હતું કે, નિર્ભયાના માતા-પિતા, નારીશક્તિ, સંપૂર્ણ સમાજ અને દેશની જનતા આ ચૂકાદાની રાહ જોતો હતો. સત્યમેવ જયતે સાથે નિર્ભયાને ન્યાય, દોષિતોને મૃત્યુની સજા અને દેશની જનતામાં ન્યાય મળ્યાની ખુશી થશે. નિર્ભયાનો આ ચૂકાદો મહિલા જગતને અભય બનાવશે અને ધ્રુષ્ણાસ્પદ, ક્રુરતાપૂર્વકના અપકૃત્ય કરનારા નરરાક્ષસોને ભય વ્યાપી જાય તેવો દિશારૂપ આ ચૂકાદો બનશે. તેમ હું માનું છું.
ભરત પંડયાએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશમાં બનતી સમગ્ર ઘટનાક્રમ જોતાં સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ દેશમાં ઉશ્કેરાટ, તોફાન અને હિંસા ફેલાવવાનો પ્રયાસ કરે છે.
ગુજરાતમાં કોંગ્રેસે બિનસચિવાલય પરીક્ષા વખતે પોલીસવાન ઉપર હુમલો કરીને ગાંધીનગર ખાતે તોફાનો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સંયમપૂર્વક વર્તીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
કોંગ્રેસે ઈઅઅના મુદ્દે પણ ઉશ્કેરાટ અને ગેરસમજ ફેલાવીને અમદાવાદમાં શાહઆલામ અને બે-ત્રણ જગ્યાએ કોમી સ્વરૂપ આપીને હિંસા ફેલાવવાનો પ્રયાસ કર્યો. પોલીસ પર બર્બરતાથી હુમલો કરવામાં આવ્યો હતો તેના દૃશ્યો મિડીયા દ્વારા ગુજરાતની જનતાએ જોયાં છે. તેમાં પણ કોંગ્રેસના કોર્પોરેટર અને કોંગ્રેસના લોકો જ પડકાયાં હતાં.
તાજેતરમાં ઉંગઞમાં જે પ્રવૃતિ ચાલે છે. તેનું એકશન-રીએકશન મિડીયાના માધ્યમથી લોકો જોઈ રહ્યાં છે. ભાજપ કોઈપણ હિંસાને વખોડે છે. હિંસાના મુદ્દે ત્યાંનું પોલીસતંત્ર તટસ્થ કામગીરી સાથે પગલાં લઈ રહી છે. ત્યારે ઉંગઞના મુદ્દે સમગ્ર દેશમાં દેખાવો કરવામાં આવે છે. જેમાં કાશ્મીરમાં ઈન્ટરનેટ કેમ બંધ છે ? તેવાં પ્લેકાર્ડ પણ હોય છે. તેની સાથે દેખાવોમાં અલગ-અલગ વિષયોના સુત્રોના પ્લેકાર્ડ કેમ રાખવામાં આવે છે. તે જનતાને સમજાતું નથી.
ઉંગઞના મુદ્દે દેખાવો કરવા માટે ગજઞઈં-કોંગ્રેસનો અઇટઙ કાર્યાલય પર જવાનો ઈરાદાઓ શું હતો ?વોટ્સએપ દ્વારા સૂચનાઓ આપીને પૂર્વયોજીત રીતે ગજઞઈંના ૧૫૦થી વધુ કાર્યકર્તાઓ લાઠીઓ, નાના-મોટા હથિયારો લઈને અઇટઙનાકાર્યાલય પર તોફાન કરવાનો કોગ્રેસનો સ્પષ્ટ ઈરાદો હતો. ઉશ્કેરાટ-તોફાનો ફેલાવીને પબ્લીસીટી મેળવીને ગુજરાતને બદનામ કરવાનો કોંગ્રેસનો બદઈરાદો છે તે લોકો જોઈ રહ્યાં છે. કોંગ્રેસનું ઇફભસ ઘર ખશક્ષમ દેશની સમગ્ર ઘટનામાં ઉશ્કેરાટ, હિંસા અને તોફાનો ફેલાવવાનું છે પરંતુ, ગુજરાતની જનતા કોંગ્રેસના ડર્ટી માઈન્ડને કયારેય સફળ થવા દેશે નહિં. ગુજરાત હંમેશા શાંતિ, એકતા અને વિકાસમાં માને છે. ભાજપ કોઈપણ પ્રકારની હિંસાને વખોડી કાઢે છે. હિંસા અને ઉશ્કેરાટ ફેલાવનારા સામે પોલીસે તટસ્થ કાર્યવાહી કરવી જોઈએ. બન્ને સંગઠનોને અપીલ કરતાં પંડયાએ જણાવ્યું હતું કે, મિડીયાના મિત્રો સાથે સારો વ્યવહાર કરવો જોઈએ અને સમાજ જીવનમાં કામ કરીએ છીએ ત્યારે પત્રકાર મિત્રો સાથે મિડીયા ફ્રેન્ડલી રહેવું એ આપણી નૈતિક ફરજ છે.
પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજસ્થાનના બાળકોના મૃત્યુ અંગેના સમાચારો અને ત્યાંના મુખ્યમંત્રી અશોક ગહેલોતના અસંવેદનશીલ નિવેદનોને કારણે રાષ્ટ્રીય મિડીયામાં કોંગ્રેસ બદનામ થઈ રહી હતી. તેથી રાતોરાત ગુજરાતમાં બાળકોના મૃત્યુનો મુદ્દો ચગાવવા કોંગ્રેસે પ્રયાસ કર્યો. નીતિનભાઈ પટેલે પોતાના વિભાગના અધિકારીશ્રીઓ સાથે સતત સંપર્કમાં હતાં. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે બાળકોના મૃત્યુ અંગે તમામ પ્રકારના આંકડાઓ અને યોજનાઓ સાથે વિગતવાર જવાબ આપ્યો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના બંગ્લે સમગ્ર આરોગ્ય વિભાગની બેઠક બોલાવી અને તાકિદે મોનીટરીંગ અને એકશન લેવામાં આવ્યાં.પરંતુ કોંગ્રેસે બાળકોના મૃત્યુ બાબતે અસંવેદનશીલ અને પ્રચારાત્મક રીતે હસતાં હસતાં પિકનીક ધરણાં કર્યાં હતાં. કોંગ્રેસના લોકોએ હોસ્પિટલમાં જઈને દાદાગીરી અને ગેરવર્તન કર્યું તે મિડીયાના માધ્યમથી લોકોએ જોયું છે. કોંગ્રેસ આ પ્રકારના સંવેદનશીલ મુદ્દે રાજકારણ ન કરે તેવો પંડયાએ અનુરોધ કર્યો હતો.