સતાધારના મહંત પૂ. વિજયબાપુ સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહી નવયુગલોને આર્શિવચન પાઠવશે: સેવાભાવીઓ ‘અબતક’ની મુલાકાતે
ગુર્જર પ્રજાપતિ સમુહ લગ્ન સમિતિ દ્વારા આગામી તા.૧ માર્ચને રવિવારના રોજ ચૌધરી હાઈસ્કુલ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે સમુહ લગ્નનું આયોજન કરાયું છે. જેમાં સતાધારના મહંત પ.પૂ. વિજયબાપુ, પીપળીધામના મહંત બ્રહ્મનિષ્ઠ વાસુદેવ મહારાજ સહિતના સંતો મહંતો અને સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમા ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના નવદંપતિઓમાં ગૂર્જર પ્રજાપતિ જ્ઞાતિના સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે. ત્યારે સંતોના દર્શનનો લાભ લેવા અને સમાજના સમૂહ પ્રસાદ ભોજનનો ગુર્જર પ્રજાપતિ સમાજના દરેક કુટુંબને સહ પરિવાર સાથે લાભ લેવા સમુહ લગ્ન સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.
સમુહ લગ્નમાં જોડાવા ઈચ્છતા વર અને ક્ધયા પક્ષોએ સંયુકત નિયત અરજીફોર્મ ભરી તા.૧.૨.૨૦૨૦ સુધીમાં અર્શીવાદ ઝેરોક્ષ, બેડીપરા શ્રમજીવી સોસાયટી, રામજી મંદિર ચોક, રાજકોટ ખાતે જમા કરાવવા આયોજક કમીટી દ્વારા તાકીદ કરાયેલ છે.
સમુહલગ્નમાં સહભાગી તમામ ક્ધયાઓને સમાજના દાતા પરિવાર તરફથી સેટીપલંગ, કબાટ મામાટ, ગાદલું, મંગળસુત્ર, સંપૂર્ણ કિનકીટ સહિત ઘર વપરાશની ચીજવસ્તુઓ કરીયાવર સ્વરૂપે આપવામાં આવશે. સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા ગોવિંદભાઈ સરેરીયા, બળવંતભાઈ હળવદીયા, વિહલભાઈ ગોરવાડીયા, મનસુખભાઈ ગોરવાડીયા, વિનોદભાઈ, અશોકભાઈ, આશીષભાઈ નરેશભાઈ સહિતનાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.