એક્રોલોન્સ ચિલ્ડ્રન્સ કલબ દ્વારા વાલીઓ માટે પેરેન્ટીંગ સેમિનાર યોજાયો
શહેરની જાણીતી સામાજીક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા એક્રોલોન્સ કલબ દ્વારા તાજેતરમાં બાળકો માટે એક્રોલોન્સ ચિલડ્રન્સ કલબનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ચિલ્ડ્રન કલબનો ઉદેશ્ય ટીવી, મોબાઈલમાં સતત ખોવાયેલા રહેતા બાળકોને જીવન ઉપયોગી પ્રવૃત્તિઓ શીખવવાનો છે. આ કલબના પ્રારંભના પ્રથમ સોપાન તરીકે ગઈકાલે પેરેન્ટીંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઓકસફોર્ડ યુનિ. પ્રેસ તથા શહેરની વિવિધ સ્કુલોના સહયોગથી આત્મીય યુનિવર્સિટીના ઓડીટોરીયમમાં આ સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં દેશના જાણીતા મેન્ટોર ડો.એસ.નિલકંઠને પેરેન્ટીંગ કેવી રીતે તે વિષય પર માર્ગદર્શન આપ્યું હતુ. આ સેમિનારમાં શહેરની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઈ પટેલ, જીનીયસ સ્કુલના સંચાલક ડી.વી.મહેતા, પંચશીલ સ્કુલના યોગીરાજ સિંહ જાડેજા, એક્રોલોન્સ ચિલડ્રન્સ કલબના ચેરમેન શ્રીકાંતભાઈ તન્ના ઉપરાંત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બાળકને દોષ દેવા કરતા મા-બાપએ પોતાની જવાબદારી સમજવાની જરૂર: ડો. નિલકંઠન
ભારતના જાણીતા પેરેન્ટીંગ કાઉન્સીલર ડો.એસ.નિલકંઠને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે પેરેન્ટીંગ ઘણા સમય પહેલા હતુ તેનાથી બદલાઈ ગયું છે. ખાસ તો હાલમાં મમ્મી-પપ્પાએ તેમના બાળકો સાથે કેવું વર્તન કરવું આ અંગેનો પેરેન્ટીંગ સેમીનાર એક્રોલોન્સ ચિલ્ડ્રન કલબ દ્વારા યોજવામાં આવ્યો વાલીઓએ પોતાના બાળકો સાથે કેવુ વર્તન કરવું એ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ દરેક મા-બાપની ઈચ્છા હોય છે કે તેમનું બાળક આગળ વધે પરંતુ અજાણતા તેમનાથી પણ ઘણી ભૂલો થઈ જાય છે. બાળકોને દોષ દેવો ખૂબજ સરળ છે. બાળકો માટે શું કરવું તે સમજવા મા-બાપ તૈયાર નથી.
ખાસ તો આ પેરેન્ટીંગ સેમીનાર બાળકોનો ઉછેર કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવા યોજવામાં આવ્યો હતો જો બાળક આત્મવિશ્ર્વાસ પૂર્વક આગળ વધે તો દરેક ક્ષેત્રમાં પોતાનો રસ્તો કંડારી શકે છે.
ટીવી, મોબાઈલમાં ખોવાયેલા બાળકો માટે જીવન ઉપયોગી એક્ટિવિટી જરૂરી: શ્રીકાંત તન્ના
એક્રોલોન્સ ચિલડ્રન્સ કલબના ચેરમેન શ્રીકાંત તન્નાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે શાળામાં બાળકોનાં અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને મનોરંજન ને લગતી પ્રવૃત્તિઓ કરવા માટેનો સમય બચતો નથી જેથી એક્રોલોન્સ ચિલ્ડ્રન કલબ દ્વારા દર રવિવારે બાળકોને અલગ અલગ એકટીવીટી કરાવવામાં આવે છે. જે બાળકોને જીવન ઉપયોગી બને છે જેમકે રસોઈ, સાયકલ રિપેરીંગ, ટયુબલાઈટ રિપેરીંગ સહિતની અનેક એકટીવીટી કરાવવામાં આવે છે.જેથી બાળકોએ ભવિષ્યમાં કોઈના પર આધારિત ન રહેવું પડે ખાસતો એક્રોલોન્સ ચિલ્ડ્રન્સ કલબનો ઉદેશ્ય બાળખોનો એવા કૌશલ્યને ઉજાગર કરવાનો છે જે જીવન ઉપયોગી બને નાના બાળકો, લીંબુ સરબત બનાવવાથી માંડીને મોટા બાળકોને પિકચર બનાવવા સુધીની તમામ વસ્તુઓ શીખડાવવામા આવે છે. હાલમાં મોટાભાગે બાળકો મોબાઈલમાં જ ખોવાયેલા હોય છે. આવી પ્રવૃત્તિ જરૂરી બની છે. પેરેન્ટીંગ સેમીનાર યોજવાનો ઉદેશ્ય એ હતો કે બાળકો પોતાના વાલીઓ સાથે હોવા છતા તેમની સાથે કનેકટ નથી થતા તો બંને વચ્ચેનો સંબંધ કેમ વધે તે મુદા પર માર્ગદર્શન આપવામા આવ્યું હતુ.