નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા સપ્ત સંગીતિ ૨૦૨૦ કલા મહોત્સવમાં તાળીઓના ગડગડાટ
નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા શાસ્ત્રીય સંગીતના સપ્તરંગ સમાજ સપ્ત સંગીતિ ૨૦૨૦ કલા મહોત્સવના બીજો દિવસ સૂર અને તાલના સંગાથે સંગીતમય બન્યો હતો. ત્યારે પ્રખ્યાત સિતારવાદક પૂરબયન ચેટરજી સાથે તબલાવાદક ઈશાન ઘોષની જુગલબંધીએ રાજકોટની રંગીલી જનતાને સંગીતમય બનાવી હતી. રાજકોટની જનતાએ સિતારવાદક પૂરબયનચેટરજી અને તબલાવાદક ઈશાન ઘોષના સંગીતથી મંત્રમુગ્ધ થઈ શ્રોતાઓ ઉભા થઈ તાલીઓથી વધાવ્યા હતા.
તથા સપ્તસંગીતિ ૨૦૨૦ના ત્રીજા દિવસે જાણીતા સરોદવાદક પાર્થો સારોથી સાથે પંડિત યોગેશ સમસીના સુંદર સંગીતથી લોકો અભિભુત થયા હતા સરોદવાદક પાર્થો સારોથી સાથે પંડિત યોગેશ સમસીની જુગલજોડીએ શ્રોતાઓને શાસ્ત્રીય સંગીતની દુનિયામાં ઓતપ્રોત કર્યા હતા.
આજે મહાન બાંસુરી વાદક રોનું મજુમદાર સાથે તબલા વાદક શુભ મહારાજની સંગત રાજકોટવાસીઓને માણવા મળશે.
અબતક સાથેની વાતચિત દરમિયાન પ્રખ્યાત સરોદવાદક પાથર્શે સારોથીએ જણાવ્યું હતુ કે પ્રથમ તો રાજકોટ આવીને મને ખૂબજ આનંદ થયો હું રાજકોટ પહેલા પણ આવી ચૂકયો છું મને અહીંયાના ગાંઠીયા તથા નમકીન ખૂબજ પસંદ છે. લોકો પણ ખૂબજ પ્રેમાળ છે. તેથી ખૂબજ આનંદ આવે છે. મારા પિતાજી ફૂટબોલ પ્લેયર હતા તેઓ પહેલા સરોદ વગાડતા હતા. પરંતુ મેં કયારેય વગાડતા જોયા નથી. ઘણા વખતથી હું જોતો કે અલમારી ઉપર એક વસ્તુ પડી છે.પરંતુ મેં તેના વીશે કયારેય પૂછયું ન હતુ. જયારે હું આઠ વર્ષનો થયો ત્યારે મેં પિતાજીને પુછયું કે અલમારી ઉપર છે એ શું છે તો તેમને પૂછયું કે તમે શિખશો. તે ક્ષણે મને મ્યુઝિક વિશે કંઈ જ ખબર ન હતી અને મેં હા કહી ત્યારથી આજ સુધી ચાલુ રાખ્યું છે. મારા માટે સંગીત ઈશ્ર્વર છે તેના સાથે જ જીવવા માંગું છું મ્યુઝિક દ્વારા લોકોમાં સારૂ કરવું છે સારી અનુભુતી કરાવી છે. બાબા ઉસ્તાદ અલઉદિન ખાન સાહેબજી મારા ગૂરૂજીના ગૂરૂ હતા હું જે વગાડું છું તેને સેનિયા મહિયર ધરાના કહેવાય છે.
આ જે વર્ષ છે તે મારા ગૂરૂજી પંડિત રવિશંકરજીનું ૧૦૦મું બર્થ યર છે. તો મેં વિચાર્યું છે કે તેમના જ એક બે રાગો વગાડીશ પછી વિચારીશ કે શું વગાડવું છે. જેમા જોગક્રોસ , ચારૂકૌન્સ જેવ રાગ આજે વગાડવાની કોશિષ કરીશ.
આપણા ભારતમાં સંગીત વગાડીશું તો તે ઘણુ ચેલેન્જીંગ છે. બહાર જાય છીએ તે લોકો બુધ્ધુ નથી તે લોકો પણ મ્યુઝિક સમજે છે. વિદેશના લોકો માટે મેં એવું અનુભવ્યું છે ઈન્ડિયન કલ્ચર, ઈન્ડિયન મ્યુઝિકને ખૂબજ સન્માન આપે પ્યાર આપે છે. મને ખૂબજ ગર્વ મહેસૂસ થાય છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન જાણીતા સિતારવાદક પૂરબયન ચેટરજીએ જણાવ્યું હતુ કે રાજકોટ ઘણું બધુ ડેવલોપ થઈ ગયું છે. મને ખૂબજ ગમ્યું મે રાજકોટની સંગીત પ્રેમી જનતા વિશે ઘણું સાંભળ્યું છે. તો જોઈએ આજ કેવું રહેશે હું સેનિયા મહિયર ધરાનાથી છું મારા ગૂરૂ મારા પિતાજી, ઉસ્તાદ અલિ અકબર ખાન સાહેબ, થોડુ પંડિત અજય ચક્રવતિજી પાસે તાલીમ લીધી. સંગીત મારા માટે મારો મૂડ ઓફ એકસ્પ્રેશન છે. હું જયારે ખૂશ હોવ છું તો જે કવિ છે તે ભાષામાં લખવાની કોશિષ કરે. હું તેને સાંગીતિક ટમસમાં દર્શાવવાની કોશિષ કરૂ તે નોટસ, લય, ફ્રેસના દ્વારા દર્શાવ્યું. મારા માટે સંગીત એ છે કે મારા દિલની વાત કઈ રીતે એકસ્પ્રેસ કરૂ તેનું મીડીયમ છે સંગીત.
હું અઢી વર્ષનો હતો ત્યારે વોકલ મારા પિતાજીએ શિખવ્યું, પાંચ વર્ષનો થયો તો સિતાર હાથમાં આપ્યું. તો બીજા ઈન્સ્ટુમેન્ટને જાણવાનો મોકો ન મળ્યો થોડો તબલા શિખ્યા આજે મેં વિચાર્યું તો છે કે મારૂબિહાર વગાડું, પરંતુ અમારૂ એવું હોય કે સ્ટેજ પર જાવ લોકોનો માહોલ જોઈને મૂળ બદલી જાય.
ડિજીટલ મીડીયમ આવ્યુંં છે તેને નવી પેઢી માટે રસ્તો ખોલ્યો છે. એવું નથી કે યુવા પેઢીને ઈન્ટરેસ્ટ નથી. તેમને ઈન્ફોર્મેશન મળતી ન હતી. પરંતુ અમને એવું કહેવામાં આવતું કે આ બધા માટે નથી. એવું કહેવાતું કે બેટા આ બધા માટે નથી દસ વર્ષ સાધના કરો. દસ વર્ષ સાધના શા માટે કરૂં એથી સારૂ બોલીવુડમાં જઈ પૈસા કમાવું ડીજીટલના કારણે બધી ઈન્ફોમેશન મળવા લાગી તેથી તેમને થયું કે હું પણ કરી શકું હવે યુ ટયુબ પર જઈ ટાઈપ કરો હાવ ટુ પ્લે ગીટાર તો તેના વિડિયો મળી જશે. તેવી જ રીતે હવે તબલા, સિતાર માટે થવા લાગ્યું છે તેથી આજકાલના બાળકોને ઈન્ટરેસ્ટ આવવા લાગ્યો છે.