વિવિધ બેંકોનું માતબર રકમનું દેણું ભરપાઈ ન કરનારા ૧૩ આસામીઓ સામે મામલતદારની કાર્યવાહી સિક્યુરીટાઈઝેશન એક્ટ હેઠળ બાકિદારોની મિલકતનો ૧૩મી સુધીમાં કબ્જો લેવાશે
વિવિધ બેંકો પાસેથી લોન પેટે માતબર રકમ લઇને તેને ભરવામાં નિષ્ફળ જનારી ૧૩ પેઢીઓ સામે દક્ષિણ મામલતદારે કાર્યવાહી હાથ ધરી છે. આ પેઢીઓની રૂા ૧૭.૩૩ કરોડની મિલકત જપ્તીની પ્રક્રિયા શરુ કરી દેવાઇ છે. આગામી ૧૩મી સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટના લોન ડિફોલ્ડરોની મિલ્કત જપ્તીની દક્ષિણ મામલતદાર દંગી દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જેમાં શ્રી ડેન્ડલ કલીનીક વાળા દામજીભાઇ બાવાભાઇ સોનગરા, ગોવિંદભાઇ ખોડાભાઇ પાનસુરીયા, ધર્મેશભાઇ મુળજીભાઇ રુપાપરા , મે. સ્વામીનારાયણ એન્જી. આશીષ મધુભાઇ માનસરા, નફીસાબેન હેપતુલ્લાભાઇ ભારમલ, ભાવેશ પારેખ, રુપાબેન કીરીટભાઇ પારેખ, રાકેશ કાંતિલાલ માંકડીયા, ચંદ્રીકા બીપીનભાઇ બુસા, પંકજકુમાર કેશરીચંદ શાહ અને ધીરજલાલ પરબતભાઇ લકકડની રૂા ૧૭.૩૩ કરોડની મીલ્કત જપ્ત કરવામાં આવશે.
બેંકોના લેણાની વિગતો જોઇએ તો યુનિયન બેંકનું રૂા ૨૯.૯૭ લાખ, કોટક મહીન્દ્રા બેંકનું રૂા ૪.૦૮ લાખ, બેક ઓફ ઇન્ડીયાનં રૂા ૧૪૫૫.૮૬ લાખ, અલ્હાબાદ બેંકનું રૂા ૩૪.૧૬ લાખ, ઇન્ડીયન ઓવરસીઝ બેંકનું રૂા ૫૭.૧૫ લાખ, આઇસીઆઇસીઆઇ બેંકનું રૂા ૮૧.૦૬ લાખ, રીલાયન્સ હોમ ફાયનાન્સનું રૂા ૫૩.૬૪ લાખ, અને એસબીઆઇ નું રૂા ૧૭.૭૮ લાખ છે. આ બેંકોના બાકી લેણા વસુલવા માટે દક્ષિણ મામલતદાર દ્વારા ૧૩ મિલ્કતોની જપ્તી શરુ કરવામાં આવી છે. જપ્તીની કાર્યવાહી તા.૧૩ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.