અમદાવાદમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો પ્રારંભ: વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી સહિતના મહાનુભાવોએ આપ્યું ઉદ્બોધન
અર્થશસ્ત્રી અને રાજ્ય કઈ રીતે ચલાવવું તે માટેની નીતિના ઘડવૈયા તરીકે ચાણ્યક અથવા કૌટીલ્ય ખ્યાતનામ છે. ચાણક્ય બ્રાહ્મણ કુળના હતા. તેમણે ચંદ્રગુપ્તને મહાન રાજા બનાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. બીજી તરફ ચાણકય જેવા અનેક બ્રાહ્મણોએ દેશમાં પોતાનું આગવું પ્રદાન આપ્યું છે. તાજફેતરમાં ગુજરાત એસેમ્બલીના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીના કહ્યાં મુજબ દેશના બંધારણનો ડ્રાફટ તૈયાર કરવા પાછળ પણ બી.એન.રાવ નામના બ્રાહ્મણનો ફાળો હતો. બ્રાહ્મણોએ દેશને ઘણુ બધુ આપ્યું છે ત્યારે તેમની ઉપેક્ષા કઈ રીતે થઈ શકે તેવા સવાલો ઉઠયા છે.
અમદાવાદમાં આયોજીત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમીટ દરમિયાન ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ લોકોને સંબોધ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ડો.બાબા સાહેબ આંબેડકરે બંધારણનો ડ્રાફટ તૈયાર કરવા પાછળ બી.એન.રાવને ક્રેડીટ આપી હતી જેઓ બ્રાહ્મણ હતા. ૬૦ દેશોના બંધારણોના અભ્યાસ પરથી ભારતના બંધારણનો ડ્રાફટ તૈયાર થયો હતો. આ ડ્રાફટ બાબા સાહેબ આંબેડકર સમક્ષ બી.એન.રાવે મુક્યો હતો. તેવું રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ખુદ બાબા સાહેબ આંબેડકરે આ વાત કહી હતી કે, ડ્રાફટ બેનેગલ નરસીંગ રાવે તૈયાર કર્યો હતો.
તેમણે વધુમાં ઉમેર્યું કે, બ્રાહ્મણોએ હંમેશા બીજાને પ્રમોટ કર્યા હોવાનું ઈતિહાસ કહી રહ્યો છે. રાવએ બાબા સાહેબ આંબેડકરને આગળ જવા દીધા હતા. નોબલ પ્રાઈઝ મેળવનારા ભારતીયોમાં પણ બ્રાહ્મણોનો દબદબો રહ્યો હોવાનું તેમના કથની ફલીત થઈ રહ્યું છે. નોબલ પ્રાઈઝ મેળવનાર ૭ બ્રાહ્મણો હતો. તાજેતરમાં નોબલ પ્રાઈઝ મેળવનાર અભિજીત બેનર્જી પણ બ્રાહ્મણ હોવાનું તેમણે કહ્યું હતું.
અહીં નોંધનીય છે કે, અમદાવાદમાં મેગા બ્રાહ્મણ બિઝનેશ સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આર્થિક વિકાસ અને રોજગારીનો મુદ્દો ધ્યાને લઈ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ બિઝનેશ સમીટનું ઉદ્ઘાટન કર્યું હતું. સમીટ દરમિયાન હજ્જારો લોકો ઉપસ્થિત રહ્યાં હતા.