સર્વિસ રોડ ન અપાયો હોવાથી મજૂરોને રોંગ સાઈડમાં જવું પડે છે
ઇ-મેમોના વિરોધમાં વેપારીઓ, કારીગરો અને સ્થાનિક લોકોએ અમદાવાદ-રાજકોટ હાઇવે પર નવાગામ પાસે ચક્કાજામ કર્યો છે. પોલીસે વિરોધ કરી રહેલા 15 લોકોની અટકાયત કરી છે.
વારંવાર ઇ-મેમો આવતો હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક કારીગરોનો આક્ષેપ છે કે, અમે રોજ 500 રૂપિયા કમાઇએ છીએ અને 1500 રૂપિયા મેમો આવે છે.મેમો રદ કરવાની માંગ સાથે મજૂરો, ફ્રૂટના વેપારીઓ અને સ્થાનિક લોકોએ આજે હોબાળો મચાવ્યો હતો.