વિશ્ર્વમાં દર વર્ષે ૭૮ મિલિયન લોકોનો ઉમેરો થાય છે.દર સેક્ધડમાં પાંચ બાળકો જન્મે છે.વિશ્ર્વમાં ૧૦ થી ૨૪ વર્ષના લોકોની સંખ્યા ૧.૮ અબજ છે.વિશ્ર્વની વસ્તી કુદકેને ભૂસકે વઘી રહી છે.ભારત-ચીન જેવા દેશોમાં સૌથી વધારે વસ્તી હોવાથી અહિંલોકોની હાજમારી સૌથી વિશેષ જોવા મળી રહી છે.વિશ્ર્વ વસ્તી દિવસની ઉજવણી આખુ વિશ્ર્વ કરે છે.પરંતુ વસ્તી નિયંત્રણ બાબતે પોલીસી લેવલે નકકર આયોજન બહું જુજ દેશોએ કર્યા છે.ભારત પણ તેની વસ્તી નિયંત્રણ બનાવી રહ્યું છે.દેશનાં સર્ંવાગી વિકાસમાં વસ્તી શિક્ષણ ત્યા તેના નિયંત્રણના પગલાઓની તાતી જરૂરીયાતછે.
ગત ઓકટોબર-૨૦૧૯ અંત સુધીમાં સમગ્ર વિશ્ર્વની વસ્તી ૭ અબજને પહોંચી ગયાનો અંદાજ છે. નિષ્ણાંતોનો એવો સુર છેકે પરિવાર નિયોજન સાથે, એલગત ઘણાં કાર્યક્રમો વિશ્ર્વભરમાં યોજાય છે પણ દુનિયાના ભારત જેવા ઘણાં દેશોમાં વસ્તી વધારો થઈ રહ્યો છે. આ ચિંતાજનક બાબત છે.ઘણા દેશોએ આક્ષેત્ર નકકર પગલા ભર્યા છે.વસ્તી વિસ્ફોટનાં યુ.એન.રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા મળ્યા છે. જેમાં ૨૦૨૫ સુધીમાં વિશ્ર્વની વસ્તીની વસ્તી ૮ અબજને આંબવાની વાતકરી છે.હાલ વિશ્ર્વમમાં દર વર્ષે ૭૮ મિલિયન જન્મ થાય છે.વિશ્ર્વમાં ૧૦ થી ૨૪ વર્ષનાં યુવા વર્ગની સંખ્યા ૧.૮ અબજ જેટલી છે.
વિશ્ર્વમાં યુવાવર્ગ ધરાવતો ભારત દેશ સૌથી મોટો છે.અહિં લગભગ ૫૦ કરોડ જેટલા યુવાનો છે.વિશ્ર્વની વસ્તી ૧૯૬૦માં ૩ અબજ હતી જે ૧૯૯૯માં ડબલ એટલે ૬ અબજ થઈ ગઈ,આમને આમ ચાલતું રહેશે તો ૨૦૨૫ સુધીમાં વિશ્ર્વની વસ્તી ૮ અબજને આંબી જશે.વસ્તી વિસ્ફોટની સમસ્યા માટે જાગૃતિનો અભાવ અને શિક્ષણની અછત પણ છે.હાલ વિશ્ર્વમાં વસ્તીને રહેવાની કોઈ સમસ્યા ઉભી નથી થઈ પરંતુ આગામી દિવસોમાં એ અજગરની માફક ભરડો લેશે!! દરરોજ હાલ ૧ અબજથી વધુ લોકો ભૂખ્યા રહે છે.વિશ્ર્વની વસ્તી સદીની મધ્યમાં ૯ અબજનાં આંકડાને આંબી જશે.
જાણકારોનું કહેવું છે કે વસ્તીને સ્થિર રાખવા માટે સરેરાશ દંપતિ ૨.૧ બાળક રાખે તે જરૂરી છે. વસ્તી વિસ્ફોટની વૈશ્ર્વિક સમસ્યાને નાથવા-પ્રયાસ કરનાર લાખોની સંખ્યા વધી રહી છે . પરંતુ વસ્તી વિસ્ફોટની સમસ્યા હજી વધુ ગંભીર બનશે.આવનારા સમયમાં આને કારણે બીજી ઘણી સમસ્યાનો સામનો માનવ જાતી એ કરવો પડશે.ચીન -ભારત જેવા વસ્તી-વિસ્ફોટ સમાદેશોમાં આને કારણે રોટી-કપડા-ઔર મકાનની સહવડતા સાથે તેના માટે રોજગારી જેવી અનેક ભયંકર સમસ્યા આવી પડશે.