કેન્દ્રની મોદી સરકારે પાડોશી મુસ્લિમ દેશો પાકિસ્તાન, અફધાનિસ્તાન અન બાંગ્લાદેશમાં ધાર્મિક દમનથી પીડીત હિન્દુ સહિત છ ધર્મોના શરણાર્થીઓને ભારતના નાગરીક બનાવવા તાજેતરમાં નાગરીકતા કાયદામાં સુધારા કર્યા હતા.
‘ઈઅઅ’ ના નામે ઓળખતા આ કાયદા સામે મુસ્લિમ સંગઠ્ઠનો અને વિપક્ષો દેશભરમાં ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગઇકાલે પાકિસ્તાનમાં ધાર્મિક લધુમતિ એવા શીખોના પવિત્ર યાત્રાધામ નાનકાના સાહેબ ગુરુ દ્વારા પર ધર્માધ મુસ્લિમોના ટોળાએ હુમલો કર્યો છે. માત્ર એટલું નહીં ટોળાએ શીખ પરિવારોને ધર્મ પરિવર્તન કરાવી લેવાની ધમકી પણ આપી છે. જેથી વધુ એક વખત સ્પષ્ટ થવા પામ્યું છે કે પાડોશી મુસ્લીમ દેથો હિન્દુ સહિતના ધાર્મિક લધુમતિઓ સલામત નથી. તેમનો આશ્રય માટે ભારત દેશ એક માત્ર સહારો છે. જેથી ‘ઈઅઅ’ ના કાયદો આવા મુસ્લિમ દેશોમાં ધાર્મિક દમનથી પીડીત બીન મુસ્લીમ શરણાર્થીઓ માટે અતિ જરુરી છે.
જમ્મુ-કાશ્મીરમાં લધુમતિ પર સરકારના રાગદ્રેષ અને મુસ્લીમોના માનવ અધિકાર મુદ્દે જગતભરમાં કાગારોળ મચાવતાં પાકિસ્તાનની કથની અને કરણીમાં જમીન આસમાનના તફાવત છે. પાકિસ્તાનમાં વસતા હિન્દુ, ખ્રિસ્તી, બોઘ્ધ, પારસી, જૈન સહીતના ધાર્મિક લધુમતિની સાથે સાથે શિયા મુસ્લિમો પર રોગ દ્રેષ અને અત્યાચારના વારંવાર બનાવો સામે આવતા રહે છે. પાકિસ્તાનમાં ધાર્મિક લધુમતિઓ પરના અત્યાચારની વધુ એક ઘટનામાં લાહોરથી ૬૦ કી.મી. દુર આવેલ શિખોના અતિ પવિત્ર ધર્મ સ્થળ નાનકાના સાહેબ ગુરુદ્વારા પર ગઇકાલે શુક્રવારે તોફાની ટોળાએ કરેલા હુમલામાં સામે આવી છે જેના ભારતમાં ઘેરા પડઘા પડયા છે.‘ઈઅઅ’ નો વિરોધ કરી રહેલા વિપક્ષો અને મુસ્લિમ સંગઠ્ઠનો પ્રશ્ર્નાર્થ ઘેરામાં આવી ગયા છે.
નાનકાના ગુરુદ્વારા માં હુમલાો થતાં શીખ શ્રઘ્ધાળુઓને સ્થાનીક રહેવાસીઓએ ગુરુદ્વારામાં જ બંધક બનાવી દીધા હતા. શુક્રવારે ગુરુદ્વારા પર મહિલાઓના તોફાની ટોળાએ રીતસરનો હુમલો કરી દીધો હતો. ભારતે શીખ ધર્મસ્થાન પર હુમલો થવાની આ ઘટનાને લધુમતિઓ પર અત્યાચાર તરીકે જધન્યકૃત્ય ગણાવીને ગુરુનાનક દેવના ધર્મસ્થળે થયેલી આ હિંસાને વખોડી કાઢી હતી.
શીખ સમાજની દિકરીની છેડતી અને પજવણીને પગલે ઉભી થયેલી હિંસા એ રૂદ્રસ્વરુપ ધારણ કરી દીધું હતું. અને વિફેરલા ટોળાએ ગુરુદ્વારાને રીતસરનું નિશાન બનાવ્યું હતું.
આ ધાર્મિક દમનનો ભોગ બનેલી જગજીતકોરે જણાવ્યું હતું કે મોહમ્મદહસન નામના યુવાને શીખની દિકરીને બળજબરીથી લગન કરવા દબાણ કર્યુ હતું. તેની સામે જગજીતકૌરના ભાઇ મનમોહનસીંગે પોલીસ ફરીયાદ નોંધાવતા મુસ્લીમોનું ટોળાએ હુમલો કરવા ધસી આવ્યું હતું. મનમોહનસીંગે સમાચાર સંસ્થાઓને જણાવ્યું હતું કે તેઓએ અમારા ઘરોને નિશાન બનાવવા ગુરુદ્વારા નાનકાના સાહેબ વિસ્તારને નિશાન બનાવ્યું હતું. શિખ ગુરુદ્વારા પ્રબંધ સમિતિએ આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરીને પંજાબના મુખ્યમંત્રી અમરેન્દ્રસિંગે પાક વડાપ્રધાન ઇમરાનખાનનો તાકીદે સંપર્ક કરી ગુરુદ્વારા અને પાકિસ્તાનના શીખ સમુદાયના રક્ષણની વ્યવસ્થા કરવા માંગ કરી હતી.
બીજી તરફ પાકિસ્તાન શિખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ સંતવંતસીંગે આક્ષેપ કર્યો હતો કે પાકિસ્તાનના વરફ બોર્ડના ચેરમેન અમીર અહેમદ સહીતના પદાધિકારીઓએ અમારી ફરીયાદ પર કોઇ ઘ્યાન આપ્યું ન હતું.
ભારતના વિદેશ મંત્રાલયે આ અંગે જણાવ્યું હતું કે જગજીતકૌરને નાનકાના સાહેબ વિસ્તારમાં આવેલા તેના ઘરમાંથી ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં બળજબરીથી ઉઠાવી જવાઇ હતી. અમે પાકિસ્તાન સરકારને શીખોની સુરક્ષા વ્યવસ્થા અને આરોપીઓ સામે આકરા પગલાની માંગ કરી હતી. તેમ છતાં પણ શિખો પવિત્ર સ્થળ પર હુમલો થયો હતો. અમરેન્દ્રસીંગે ઇમરાનખાનને શીખોનું સુરક્ષા કરવાની હિમાયત કરી હતી ફરીયાદના પગલે હિંસક ટોળાએ ગુરુદ્વારા સહિત ના વસ્તી ધરાવતા વિસ્તારમાં રીતસરનું આક્રમણ કરી દીધું હતું. મોહમંદ ઇમરાનની આગેવાનીમાં ટોળાએ પથ્થર મારો શરુ કરી શીખોમાં ભય ફેલાવી દીધો હતો.
જગજીતકૌરનું ધર્માતર કરાવીને તેનું નામ આયશાબીબી રાખી દેવાયુ હતું જગજીતના ભાઇ મનમોહનસીંગ અને અન્ય પરિવારોએ હસનબંધુઓને તેના મિત્રો પરિવારો સામે હુમલો અને સાંપ્રદાયિક વૈમન્યસ્વ ઉભુ કરવાની ફરીયાદ દાખલ કરી પંજાબના રાજયપાલ ચૌધરી મોહમ્મદ સરવરને આ મામલે મઘ્યસ્થી કરવા જણાવ્યું હતું.
એક વિડીયોમાં મો. ઇમરાનને શીખોને ધમકી આપતા બતાવાયો છે. જેમાં તે એવું કહે છે કે, શીખોને નાનકાના સાહેબ વિસ્તારમાં રહેવા નહિ દેવાય તેણે આક્ષેપ કર્યો છે કે નાનકાના સાહેબ ડેપ્યુટી કમીશ્નર રાજના મન્સુર મારાભાઇ પર આયશાને છુટાછેડા આપવાનું અને તેને ફરીથી શીખ ધર્મમાં મોકલી દેવાનું દબાણ કરે છે. આ વિડીયોમાં હમ બદલા લેગે તેવા સુત્રોચ્ચાર સાથે નાનકાના સાહેબનું ગુલામ મુસ્તુફા નામ રાખી દીધાનું જણાવાયું છે.
પાકિસ્તાનમાં સમતાંતરે બહુમતિ મુસ્લિમોના ધર્માધ ટોળા દ્વારા લધુમતિ એવા હિન્દુ, શીખો, ખ્રિસ્તીના ધર્મ સ્થાનોને નિશાન બનાવીને હુમલા બનાવવામાં આવે છે. માત્ર એટલું જ નહીં લધુમતિઓની બેન-દિકરીઓને ઉપાડી જઇને પરાણે ધર્માતર કરાવીને મુસ્લિમ સાથે નિકાહ પઢાવી દેવામાં આવે છે. જેથી દેશના ભાગલા સમયે પાકિસ્તાનમાં ૧૪.૨૦ ટકા હિન્દુ સહિતના ધાર્મિક લધુમતિઓ હતા જે હાલમાં ૩.૪૪ ટકા જ રહેવા પામ્યા છે. જેના માટે ધર્માતરણ ઉ૫રાંત લધુમતિ પર થતાં શારીરિક અને માનસીક ત્રાસોને કારણભૂત ગણવામાં આવે છે. જેથી, ‘ઈઅઅ’કાયદાનો વિરોધ કરી રહેલા લોકોએ આ કાયદાની જોગવાઇ નો અભ્યાસ કરવા ઉપરાંત પાડોશી મુસ્લિમો દેશોમાં લધુમતિઓની પર થતાં અત્યાચારને ઘ્યાનમાં લીધા બાદ જ વિરોધ કરવો જોઇએ.
- નાગરિકતા સુધારો કાયદો શું છે?
નાગરિકતા સુધારણા કાયદાની જોગવાઈ મુજબ ભારતના પાડોશી મુસ્લિમ દેશો પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક ઉત્પીડનથી શરણ લઈ રહેલા હિન્દુ, બૌધ્ધ, જૈન, ખ્રિસ્તી, પારસી અને શીખોને નાગરિકતા આપવામાં આવશે.આવા શરણાર્થીઓ તા.૩૧/૧૨/૨૦૧૪ પહેલા ભારતમાં શરણ લઈ રહ્યાના પૂરાવા રજૂ કરશે તો તેમને ભારતનું નાગરિકત્વ આપવામાં આવનાર છે.
- નાગરિકતા સુધારા કાયદાની જરૂરિયાત શું?
નાગરીકતા સુધારા કાયદાની જરૂરીયાત એટલા માટે ઉભી થઇ હતી કે ભારતના પાડોશી મુસ્લિમ દેશો પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં દાયકા ઓની ધાર્મિક લધુમતિ હિન્દુ, શીખો વગેરે પર હુમલાઓ થઇ રહ્યા છે. જેથી, આજ ધર્મોના લોકો માટે શરણ માટે એક માત્ર સ્થાન ભારત દેશ જ છે. આવા લાખો શરણાર્થીઓ દાયકાઓની ભારતમાં વસી રહ્યા છે. પરંતુ જેમને નાગરીરકતા મળતી ન હોય તેઓ ભારતમાં કાયમી વસવાટ કરી શકતા નથી કે કોઇ મિલ્કત કે ધંધો વ્યવસાય પોતાના નામે કરી શકતા નથી. આવા શરણાર્થી નાગરીકોને નાગરીકતા આપવાની તેઓ ભારતમાં કાયમી વસવાટ કરવાની સાથે પોતાનું અને પરિવારજનોનું જીવન સુખપૂર્વક પસાર કરી શકશે.
- નાગરિકતા સુધારા કાયદા સામે અસમંજસ શેની?
નાગરીકતા સુધારા કાયદા સામે અમુક મુસ્લીમ સંગઠ્ઠનો તથા વિપક્ષો દ્વારા ગેરસમજ ફેલાવવા આવી રહી છે.આ કાયદા બાદ મોદી સરકાર નેશનલ રજીસ્ટરનો કાયદો લાવીને ભારતમાં રહેતા મુસ્લિમોને લાવીને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે તેવી અફવા ફેલાવવામાં આવી રહી છે. જેથી પોતાને પોતાના દેશમાંથી કાઢી નાખવાના ભયથી આવા નાગરીકો ઉશ્કેરાટમાં પ્રદર્શનો અને તોફાનો કરી રહ્યા પરંતુ હકિકતમાં નાગરીકતા સુધારા કાયદા અને નેશનલ રજીસ્ટ્રરના કાયદાને કાંઇ લાગતું વળગતુ નથી તેવી સ્પષ્ટતા કેન્દ્ર સરકાર અવાર નવાર કરી ચુકી છે.પરંતુ મોદી સરકારને ઘેરાવ વિપક્ષો અને અમુક સંગઠ્ઠનો આવી અસમજસની સ્થિતિ પેદા કરી રહ્યાના આક્ષેપો થઇ રહ્યા છે.