પહેલી વાર વિશ્વની કોઈ પણ ટૂર્નામેન્ટ રમનારું યજમાન ભારત અંડર-૧૭ વિશ્વકપ ફૂટબોલની ઉદ્ઘાટન મેચમાં અમેરિકા સામે ટકરાશે, જે તા. ૬ ઓક્ટોબરે નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં રમાશે. યજમાન હોવાને કારણે ભારતને તા. ૬ી ૨૮ ઓક્ટોબર દરમિયાન યોજાનારા વિશ્વકપના ગ્રૂપ-એમાં રાખવામાં આવ્યું છે. ગઈ કાલે મુંબઈમાં કરાયેલા ડ્રો અનુસાર ભારતે અમેરિકા ઉપરાંત કોલંબિયા અને ઘાના સામે પણ ટકરાવું પડશે. ભારતની બધી જ લીગ મેચ નવી દિલ્હીમાં રમાવાની છે. ભારત તા. ૬ ઓક્ટોબરે અમેરિકા સામે ટકરાયા બાદ તા. ૯ ઓક્ટોબરે કોલિબંયા અને ૧૨ ઓક્ટોબરે ઘાના સામે ટકરાશે.
ડ્રો વખતે લિજેન્ડ ઇસ્તેબાન કેમબિયાસો, વૈંક્વો કાનુ સહિત ભારતીય કેપ્ટન સુનીલ છેત્રી અને શટલર પી. વી. સિંધુ હાજર હતાં. ૧૯૯૩ના અંડર-૧૭ વિશ્વકપમાં કાનુ નાઇજિરિયાની વિજેતા ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે, જ્યારે ૧૯૯૫માં આર્જેન્ટિનાનો કૈમિયાસો વિજેતા ટીમનો હિસ્સો હતો. પહેલી વાર યોજાઈ રહેલી આ ટૂર્નામેન્ટની મેચ દિલ્હી ઉપરાંત નવી મુંબઈ, કોલકાતા, ગોહાટી, ગોવા અને કોચ્ચીમાં રમાવાની છે.
પ્રત્યેક ગ્રૂપમાં ટોચની બે ટીમ અને પ્રારંભિક તબક્કામાં ત્રીજા સને રહેલી ચાર શ્રેષ્ઠ ટીમને અંતિમ ૧૬માં સન મળશે, જે ૧૬ ઓક્ટોબરી રમાશે. ક્વાર્ટર ફાઇનલ મુકાબલા ૨૧ અને ૨૨ ઓક્ટોબરે રમાશે. સેમિફાઇનલ મેચ ૨૫ ઓક્ટોબરે ગોહાટી અને નવી મુંબઈમાં રમાશે. ફાઇનલ અને ત્રીજા સનની મેચની યજમાની કોલકાતાને અપાઈ છે, જે ૨૮ ઓક્ટોબરે રમાશે.