વિજયભાઇ રૂપાણીના પારદર્શી સ્વચ્છ પ્રશાસન-ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વેગ ઓનલાઇન એપ્રુવલ્સ- નો પેન્ડન્સી- પ્રોપીપલ-ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી અભિગમથી ગુજરાત બન્યું વિદેશી મૂડીરોકાણો
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં ગુજરાતે ઔદ્યોગિક રોકાણોમાં વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ૬ માસ એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન રૂ. ર૪ હજાર ૧ર કરોડનું ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ એફ.ડી.આઇ મેળવ્યું છે.
આ વિદેશી મૂડીરોકાણ રાજ્યમાં ૨૦૧૮-૧૯ના સમગ્ર વર્ષ દરમિયાન આવેલા રૂ. ૧૨૬૧૮ કરોડના મૂડીરોકાણ કરતાં બે ગણું એફ.ડી.આઇ છે.
ભારત સરકારના ડીપાટર્મેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા દેશના રાજ્યોએ મેળવેલા ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ અંગેના આંકડાઓમાં આ વિગત પ્રસિદ્ધ થઇ છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પારદર્શી અને સ્વચ્છ પ્રશાસન સાથે રાજ્યમાં ઊદ્યોગોને વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો જે વ્યાપ વિસ્તાર્યો છે તેની ફલશ્રુતિએ આ એફ.ડી.આઇ.માં વધારો થયો છે.
ગુજરાતમાં ઊદ્યોગ સ્થાપવા ઇચ્છુક ઊદ્યોગકારોને સરળતાએ જમીન તેમજ જરૂરી પરવાનગીઓ વિના વિલંબે મળી રહે તેવી સુદ્રઢ વ્યવસ્થા શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ઓનલાઇન વિકસાવવામાં આવી છે.
એટલું જ નહિ, ઊદ્યોગકારો અને સર્વિસ સેકટરમાં ઇઝ ઓફ ડૂઇંગ વધારવાના હેતુસર નિયત ધોરણો કરતાં પણ વધુ ઉદારત્તમ ધોરણો અપનાવી ઊદ્યોગકારોને વ્યાપક સુવિધા આપવામાં આવે છે.
ગુજરાતે મેન્યૂફેકચરીંગ હબ, ઓટોમોબાઇલ હબની જે ખ્યાતિ મેળવેલી છે તેમાં આ એફ.ડી.આઇ.ને પરિણામે હવે નવાં સેકટર્સનો પણ ઉમેરો થતાં ગુજરાત મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં હોલિસ્ટીક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં દેશનું અગ્રીમ રાજ્ય બનશે.
રાજ્ય સરકારે ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની જે પીપલ ફ્રેન્ડલી-ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પારદર્શી નીતિઓ અમલી બનાવી છે તેના પરિણામે મોટા ઊદ્યોગો પણ રાજ્યમાં ઊદ્યોગ સ્થાપના માટે પ્રેરિત થયા છે.
છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં સ્થપાયેલા રપ૭૪ મોટા ઊદ્યોગોમાંથી ૭૩પ મોટા એકમો એકલા ગુજરાતમાં સ્થપાયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની મેઇક ઇન ઇન્ડીયાની સંકલ્પના તથા રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાત ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રમાં પણ અગ્રેસર રહ્યું છે અને એપ્રિલ-૨૦૦૦ થી સપ્ટેમ્બર-૨૦૧૯ના સમગ્ર સમયગાળા દરમિયાન ગુજરાતે દેશના રાજ્યોમાં સૌથી વધુ એટલે કે રૂ. ૧ લાખ ૪૧ હજાર ૧૬૧ કરોડના રોકાણો મેળવીને ગુજરાતની ગૌરવ ગાથામાં એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.