સરદારધામ વિશ્વ પાટીદાર સમાજ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020 એક દિવસમાં સૌથી વધુ સંખ્યામાં પ્રિ-રજિસ્ટર્ડ બી2બી મીટિંગ્સના આયોજનથી એક નવો રેકોર્ડ સર્જવા જઈ રહ્યું છે. આગામી પાંચમી જાન્યુઆરીએ 60 હજાર જેટલી પ્રિ-રજિસ્ટર્ડ બી2બી મીટિંગ્સ યોજવા માટે હાલ તૈયારીઓ ચાલી રહી છે.
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની આ મીટિંગ્સમાં સિરામિક્સ, હોમ ડેકોર, મહિલા એન્ટરપ્રાઇસિસ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, રિઅલ એસ્ટેટ, કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ, બેંકિંગ, ફાઇનાન્સ, કૃષિ અને ડેરી ઉત્પાદનો, પાવર અને ઇલેક્ટ્રોનિક્સ, શૈક્ષણિક સંસ્થાઓ, ટેક્સટાઇલ, ગારમેન્ટ્સ જેવા પ્રતિનિધિઓ ભાગ લેશે.
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન 3, 4, 5 જાન્યુઆરી, 2020 દરમિયાન ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગનાં અન્ય આકર્ષણો પ્રદર્શન, બિઝનેસ સેમિનાર અને પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ છે. આ કાર્યક્રમમાં 7 લાખથી વધુ મુલાકાતીઓ આવે તેવી અપેક્ષા છે. આ સમિટ વખતે સરદાર પટેલની 50 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ કરાશે.
સરદારધામ વિશ્વ પાટીદાર સમાજ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020 એક દિવસમાં સૌથી વધુ સંખ્યામાં પ્રિ-રજિસ્ટર્ડ બી2બી મિટિંગ્સના આયોજનથી એક નવો વિક્રમી રેકોર્ડ સર્જવા જઈ રહ્યું છે. આગામી 5 જાન્યુઆરીએ 60 હજાર જેટલી પ્રિ-રજિસ્ટર્ડ બી2બી મિટિંગ્સનું આયોજન કરવામાં આવ્યું છે.