આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
લોધીકા ખાતે આવેલ લોહાણા સમાજના સુરાપુરા વેલાબાપાના દેવસ્થાનકને ૨૦૫ વર્ષ પૂરા થતા સમાજના આગેવાનો દ્વારા ભવ્ય ઉજવણી કરવાનું સમસ્ત કારીયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વેલાબાપા દેવસ્થાન તથા જે પરિવારના કુળદેવી હરસિધ્ધિ માતાજી (ગાંધવી) પોરબંદર છે તે કુટુંબના જે સભ્યો દેશ વિદેશ કે રાજયમાં રહેતા હોય તેઓને સુરાપુરા વેલાબાપાની ૨૦૫મી જયંતિ આગામી તા.૫.૧.૨૦૨૦ ને રવિવારના રોજ ઉજવવાનું નકકી કર્યું છે.
આ શુભ પ્રસંગે મહાપુજા, નવચંડી યજ્ઞ, બટુક ભોજન સહિતના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કારીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં તા.૫.૧.૨૦૨૦ના રોજ મહાપૂજા સવારના ૮.૩૦ થી ૯ વાગ્યા સુધી, સ્થાપન પૂજનનો સમય સવારે ૯ થી ૯.૩૦ નવચંડી યજ્ઞ સવારના ૯.૩૦ કલાકે,બીડુ હોમવાનો સમય બપોરનાં ૧.૩૦ કલાકે, મહાપ્રસાદ બપોરનાં ૨ કલાકે તથા બટુક ભોજન તા.૬.૧.૨૦૨૦ને સોમવારના રોજ સવારના ૧૦ થી ૧ વાગ્યા સુધી યોજવામાં આવશે. જેમાં લોધીકા ગામની તમામ શાળાઓમાં અંદાજે એક હજાર જેટલા બાળકોને પ્રસાદ આપવામાં આવશે.
લોધીકા ખાતે આવેલા શ્રી વેલાબાપાના સ્થાનકના ગામ લોકોને અનેક પરચાઓ છે, જેમાં બાપાની માનતા રાખનાર લોકોને શરદી, ઉધરસ, તાવ, નાની મોટી બીમારીઓમા સ્થાનકે રોટલો અને ડુંગળી ધરવાથી લોકોને ઘણા દર્દમાંથી છૂટકારો મળ્યો છે, જયારે ઝવેરચંદ મેઘાણીના ‘બોલતી ખાંભી’ પુસ્તક્માં શ્રી વેલાબાપાના સ્થાનકના અનેક પરચાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની વિશેષ જાણકારી અને પ્રસંગે હાજર રહેવા ઈચ્છતા કારીયા પરિવારના કુટુંબીજનોએ તા.૪.૧.૨૦૨૦ને શનિવાર સુધીમાં સ્થાનકના ટ્રસ્ટીઓ હસુભાઈ કારીયા મો.નં. ૯૮૨૫૧ ૮૯૨૯૪નો સંપર્ક કરવો.