રાજકોટના રાણપરમાં સેવાનો કરાયો પ્રારંભ
રાજકોટના રાણપર ગામ ખાતે દેવ કસ્તુર સ્વાસ્થ્ય કેન્દ્ર પર પ્લેક્ષક કાર્ડિયાક કેરનથી શરૂઆત કરવામાં આવી છે. પ્લેક્ષસ કાર્ડિયાક કેર હોસ્પિટલના ડોકટર અમીતરાજના માર્ગદર્શન હેઠળ આ ડિજીટલ ટેકનોલોજી વાળી કાર્ડિયાક કેર પધ્ધતિ ગામમાં ખાતે પ્રથમ વાર શરૂ કરવામાં આવી છે. જેના માધ્યમથી સૌરાષ્ટ્રના દરેક ગામોને ડિજીટલ સારવાર પધ્ધતિ મળી રહે માટે આ પ્લેક્ષસ કાર્ડિયાક કેરથી સૌરાષ્ટ્રને ટિજિટલ બનાવનું કાર્ય પણ શરૂ કયુર્ંં છે.
ડોકટર અમિતરાજએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે પ્લેક્ષસ કાર્ડિયાક કેર એ પી.પી. વ્યાસ કર્નલ દ્વારા તેમના ગામ રાણપરમાં આરોગ્યને લઈ કેમ્પનું આયોજન કર્યું હતુ આ કાર્યક્રમ ડિજીટલ કાર્ડિયાકનથી શરૂઆત ગામે ગામ કરવાનો છે. ડિજીટલ કાર્ડિયાક રાણપર ગામનાં લોકો માટે ખૂબજ જરૂરી અને તાત્કાલીક સારવાર માટે અહી ખોલવામાં આવ્યું છે. હૃદય રોગનો ભય તેમજ તેને લય ને થતી બીમારીઓ દિવસે ને દિવસે વધતી જાય છે.ત્યારે અમારી એવી તૈયારી છે કે ગામડાના લોકોને સીટી તરફ આવુ ન પડે તે પહેલા ગામ ખાતેથી તેમને પ્રાથમિક સારવાર મળી રહે અને હૃદયરોગ જેવી બીમારીઓનું નિદાન તેમજ સારવાર મળી રહે એ માટે આ ડિજીટલ કાર્ડિયાક કેર શરૂ કરાયું છે.
વી.વી.વ્યાસ કર્નલ એ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, પ્લેક્ષસ કાર્ડિયાક કેરનથી મદદથી મારા ગામના વડીલો, માતાઓ તેમજ હૃદયરોગ વાળા બીજા દર્દીઓ અહી આવી સારવાર લે છે. આ કેમ્પ પાછળનો મારો ઉદેશ એવો છે ગામના લોકોને તાત્કાલીક ધોરણે હૃદયરોગનથી બીમારીનથી જાણ થઈ શકે તેમજ નિદાન સમયે સારવાર સરળ બને એવા હેતુથી આ પ્લેક્ષક કાર્ડિયાક કેર અમારા ગામ રાણપર ખાતે દેવ-કસ્તુર સ્વાસ્થ્ય કેન્દ્રમાં શરૂ કરવામાં આવી છે.
ઝાલા એન.બી. પ્રીન્સીપાલએ અબતક સાથેનથી વાતચીત કરતા જણાવ્યું હતુ કે નાનકડા એવા રાણપર ગામ ખાતે આવી ડિજીટલ ટેકનોલોજીથી સજજ એવી કાર્ડિયાક કેર પધ્ધતિનથી શરૂઆત થાય છે. એનો મને ખૂબ ગર્વ છે. અને આ અમારા ગામન લોકો માટે ખૂબજ સારી સુવિધા ચાલુ થઈ ગઈ છે. જેનો સૌ ગામના લોકો પોતાના હૃદયરોગનથી બીમારીઓને તાત્કાલીક નિદાન અને સારવાર લઈ શકે છે.