પ્રસન્નતાબાઇ તથા સ્વામીનું માનવતાની મહેક પર વ્યાખ્યાન
થેલેસેમીયા ગ્રસ્ત બાળકો તથા કેન્સર, કીડનીના દર્દીઓ તથા જરુરીયાતમંદ દર્દીઓ તથા જરુરીયાત મંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તે હેતુથી તા. ૧-૧-૨૦ ના બુધવારે સવારે ૧૦ થી ર રોટરી ભવન આર.બી. કોઠારી નિદાન કેન્દ્રની બાજુમાં વિધાનગર મેઇન રોડ, રાજકોટ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે.
સિઘ્ધાર્થભાઇ મહેશભાઇ મહેતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નીમીતે તેમજ શ્રીમદ્દ રાજચંદ્ર સેવાગ્રુપ તથા રોટરી ગ્રેટર તથા જૈન પ્રતિભા ડ્રિલએડઝ ના સંયુકત ઉપક્રમે આ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
સિઘ્ધાર્થભાઇ મેહતા ૩૧ વર્ષની નાની ઉંમરે ટુંકી બીમારી કઠોર પરીશ્રમ પ્રમાણીકતા અને સાહસ દ્વારા પોતાના કાર્ય ક્ષેત્રને વટવૃક્ષ કરેલ હતું. તેમજ શ્રમજીવી સંઘમાં બા.બ. પુષ્પાબાઇ સ્વામીની નિશ્રામાં જાપ રાખેલ છે. તેમજ રોટરી ભવન ખાતે પ્રસન્તાબાઇ સ્વામી માનવતાની મહેક ઉપર વ્યાખ્યાન રાખેલ છે. તથા ઉત્તમ પરિવાર પધારશે.
આ રકતદાન કેમ્પમાં મહેશભાઇ મહેતા, મહેન્દ્રભાઇ ભરવાડા, દેવેન્દ્રસિંહ વાઢેર, શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના શ્રી વિનય જસાણી (૯૪૨૮૨ ૦૦૬૬૦) પરેશ વાધાણી, તેજસ સોઢા, તથા રોટરી ગ્રેટર પૂર્વેશ કોટેચા, કૃણાલ મહેતા, અશ્ર્વીન લોઢીયા, તારક વોરા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ છે.