દાદરાનગર હવેલી એસ.પી. શરદ દરાડે એ જણાવ્યું કે થર્ટીફસ્ટની ઉજવણી માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. સવિશેષ જનતાને જણાવ્યું કે ઉત્સાહભેર ઉજવણીની સાથે સેફટીને પણ ધ્યાનેક લેવી જોઈએ ડ્રંક એન્ડ ડ્રાઈવીંગ ન કરે આ ઉપરાંત ૨૦૧૯ના વર્ષ વિશે જણાવ્યું કે ૨૦૧૯નું વર્ષ સારૂ હતુ ઘણુ બધુ શિખવા મળ્યું ખાસ આ વર્ષ યાદગાર રહ્યું. લોકોએ પોલીસ તંત્રને ખુબ સહયોગ આપ્યો અને આવનાર વર્ષમાં પોલીસ લોકો સાથે મળીને કામ કરે તે દિશામાં પોલીસ પ્રયત્નશીલ છે.