મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ૨૦૧૯માં ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ગુજરાતની સૌથી મોટી ટીપી સ્કીમ ટીપી ૩૬ (રૈયા) ઈન હાઉસ બનાવવામાં આવી અને તે ૧૦૦ ટકા સફળ રહી એક પણ વાદા સુચન વગર આ ટીપી સ્કીમને સરકારમાંથી મંજૂરી મળી જે સૌથી મોટી સિદ્ધિ છે. ટીપી સ્કીમ મંજૂર વાના કારણે રાજકોટને સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત નાણા મણવા માંડયા અને સ્માર્ટ સિટી પ્રોજેકટનું કામ શરૂ થયું. શહેરને ત્રણ તળાવ મળ્યા અને નવું રેસકોર્સ પણ પ્રાપ્ત થયું. સરકાર દ્વારા ઓનલાઈન બિલ્ડીંગ પરમીશન પ્લાન સીસ્ટમ અમલમમાં મુકવામાં આવી જેને સૌપ્રથમ રાજકોટના બિલ્ડીંગ પ્લાનને પરવાનગી અપાવી. આ સીસ્ટમ અંતર્ગત મહત્તમ પ્લાન રાજકોટમાંથી ઈનવર્ડ થયા છે. જે રાજકોટ માટે સારી બાબત છે. ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે અમીન માર્ગ, કાલાવડ રોડ, હોસ્પિટલ ચોક, જંકશન વિસ્તાર સહિતના રાજમાર્ગો પહોળા કરવા માટે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ અમલમાં મુકવામાં આવી અને હાલ આ પ્રક્રિયા ચાલી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં પ્રમવાર ટીપી સ્કીમો બનાવવા માટે અમૃત યોજનામાં સમાવેશ કરાયો છે. જેમાં ગુજરાતમાંથી એક માત્ર રાજકોટને પસંદ કરવામાં આવ્યું છે અને ૨ કરોડની ગ્રાન્ટ પણ મળવા પાત્ર છે. કેન્દ્રની ગાઈડ લાઈન પ્રમાણે ૬૦૦ હેકટર જમીન પર ટીપી બનાવવામાં આવી રહી છે જે રૈયા અને વાવડી વિસ્તારમાં નિર્માણ પામી રહી છે. રાંદરડા તળાવ બ્યુટીફીકેશન માટે દબાણો દૂર કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. રાજકોટવાસીઓને પણ અમદાવાદની જેમ કાકરીયા તળાવ જેવું એક નયનરમ્ય તળાવ મળી રહેશે. જ્યાં અઢળક કુદરતી સાનિધ્યમાં બોટીંગ કરી શકાશે. પડકારની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલ ચોકમાં ટ્રાયેંગલ ઓવરબ્રિજનું નિર્માણ માટે ૪૦ ટકાથી વધુ જમીન સંપાદન રેલવેની કરવાની થાય છે. જેમાં ખુબજ મુશ્કેલી પડી રહી છે. જ્યાં સુધી આ જમીન સંપાદનનું કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી બ્રિજનું કામ આગળ નહીં વધે. આયોજનની વાત કરવામાં આવે તો આગામી વર્ષમાં સરકારમાં પરામર્શ અર્થે મોકલવામાં આવેલી કોઠારીયા અને વાવડીની ટીપી સ્કીમો બનાવવાની કામગીરી ઝડપી હાથ ધરાશે.
Trending
- હળવદ: પોતાની ફરજની સાથે માનવતા મહેકાવતા Ex. આર્મી મેન : ડુંગરભાઈ કરોત્રા
- ‘વાળની લેન્થ જોને વધતી જ નથી’ તમારા આ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું
- Dwarka : નાગેશ્વર નજીક 24 યાયાવર પક્ષીનો શિકાર
- ડાંગ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં “સંવિધાન દિવસ” ની ઉજવણી કરાઇ
- Ola લવર માટે મોટા સમાચાર, ola એ લોન્ચ કર્યા ન્યુ S1 Z સીરીઝ ના સ્કુટર
- જામનગર : અજમા હરાજીનો પ્રારંભ, દેશભરમાં સૌથી ઊંચો ભાવ બોલાયો
- દેશના 5 સૌથી જૂના અને આલીશાન રેલ્વે સ્ટેશન
- વાયો વૃદ્ધના નાગરિકોની આવક મર્યાદા અવગણીને આયુષ્માન કાર્ડ આપવાનો અમલ કરતી વય વંદના કેટેગરી