રાજકોટ મહાનગરપાલિકાના સેક્રેટરી હરીશભાઈ રૂપારેલીયાએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ કમીટી, જનરલ બોર્ડ અને પેટા કમીટી દ્વારા જે ઠરાવ કરવામાં આવે છે તે તમામને ૨૪ કલાકની અંદર જ વહીવટી મંજૂરી માટે મ્યુનિ.કમિશનર તરફ મોકલી દેવાની સીસ્ટમ સેક્રેટરી બ્રાંચ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેનાથી પારદર્શીતા જળવાઈ રહે છે. વર્ષ ૨૦૧૯માં ઈડીપી શાખાના સહયોગી સેક્રેટરી શાખા દ્વારા ૧૯૫૧ના રેકોર્ડ સ્કેનીંગના કામગીરી શરૂ કરવામાં આવી છેે. જે ખુબજ શ્રેષ્ઠ કામગીરી કહી શકાય. મર્યાદિત સ્ટાફ હોવા છતાં પારદર્શક વહીવટ સો કામગીરી કરવામાં આવે છે. રાજ્યની એક પણ કોર્પોરેશનમાં દરખાસ્તનો સંપૂર્ણ ઉલ્લેખ કરવામાં આવતો નથી. એક માત્ર રાજકોટ મહાપાલિકા દ્વારા સંપૂર્ણ દરખાસ્ત સાથે ઠરાવ મોકલવામાં આવે છે. સૌરાષ્ટ્રની અન્ય ૩ મહાનગરપાલિકા ભાવનગર, જૂનાગઢ અને જામનગર જે રાજકોટની પધ્ધતિ અપનાવી રહી છે. આ વાત આપણા માટે ખુબજ સારી છે. ઓછો સ્ટાફ સૌથી મોટો પડકાર છે. આગામી વર્ષ ૨૦૨૦માં સંપૂર્ણ રેકોર્ડ કોમ્પ્યુટરાઈઝ કરી દેવામાં આવશે.
Trending
- આજે ઉત્પન્ના એકાદશી વ્રત,જાણો મહુર્ત, વ્રત કથા અને પારણાં સમય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં