અબતક સાથેની વાતચીતમાં ૨૦૧૯-૨૦૨૦ ની કામગીરી વિશે વાત કરતા ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફીસર હળવદ ડો. ભાવીન ભટ્ટીએ જણાવ્યું હતું કે ૨૦૧૯ ના વર્ષમાં અલગ અલગ રોગચાળા સામે સુરક્ષા અને સ્વસ્થ્યતા માટે વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ વાર હળવદમાં જીવલેણ કોગો ફિવટે દેખા દધી હતી. જેની સામે ૭૦ કેસ જે કારખાનામાં નોંધવ્યા હતા. જેઓની સારવાર તાત્કાલીક ધોરણે શરુ કરી ઓમ્બ્યુલન્સ મારફત તેઓને રાજકોટ અને મોરબી ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડોગો ફિવર ના દર્દીઓના સેમ્પલ પુના ખાતે મોકલાવી તુરંત સારવાર આરોગ્ય ટીમ દ્વારા આપવામાં આવી હતી. ઉપરાંત ડેન્ગ્યુની સામે પણ આરોગ્ય ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતા. જયારે તાલુકાના ગામડાઓમાં મમતા દિવસને લગાતી કામગીરી કરાવી જરુરી રસી આપી બાળમરણ અને માતા મરણ આંકડાઓ ઘટાડવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અને આવી જ રીતે આગામી વર્ષ ૨૦૨૦માં તમામ કામગીરી કરીશુ.