મુસાફરોની સેવામાં વધારો, એસ.ટી. વિભાગને ઐતિહાસિક આવક: વરમોરા
૨૦૧૯ની શરુઆતથી જો વાત કરીએ તો જન્માષ્ટમી પહેલા જે એકસ્ટ્રા સંચાલન થાય તેમાં અમારી ટીમે વિશેષ પ્રસંશનીય કામગીરી કરી એક જ સીઝનમાં ર૧ લાખ ૬૬ હજાર જે અત્યાર સુધીની સૌથી મોટી આવક કરેલ છે. જન્માષ્ટમી દરમિયાન એકદિવસની અમારી ૧૭ લાખ ૩૮ હજાર માત્ર એક દિવસની આવક કરેલ હતી. દિવાળી તહેવારોમાં પણ અમારા ડેપો ખાતેથી ભુતકાળમાં આવક નથી. તેટલી માત્ર ચાર દિવસ વધારાના સંચાલન થી થયેલા તથા દિવાળી પછીના પાંચ દિવસમાં ૧ર લાખ જેટલી આવક થયેલી છેલ્લા બે વર્ષની વાત કરીએ તો વધારાના સંચાલનમાં રાજકોટ ડેપો દ્વારા ર કરોડ ૮૧ લાખ રૂપિયા જેટલી કુલ માતબર આવક માત્ર વધારાના સંચાલનથી કરવામાં આવી હતી. જે અમારી ટીમ અને ડેપોનો અનોખો રેકોર્ડ છે. દિવાળી સમયે તથા લગ્નની સીઝનમાં પણ વધારાના સંચાલનથી બસો ચલાવવામાં આવી હતી. તેમાં પણ ખુબ સારો પ્રતિસાદ મળેલ છે.૨૦૧૯ પૂર્ણ થયું છે. ૨૦૨૦ની શરુઆતમાં ઉતરાયણનો તહેવાર આવશે. ત્યારે ઉત્તર ગુજરાત જવા માટેના પેસેન્જરો હોય માટે અમારુ આગોતરુ આયોજન થશે. બે દિવસ પહેલેથી જ રૂટીન બસોને ડીસ્ટ બ ના થાય એ રીતે એકસ્ટ્રા બસો મુકવામાં આવશે. ચાલુ વર્ષમાં એસ.ટી. ડેપો ને જ ર૮ નવા વાહનો મળેલ છે. રાજકોટ વિભાગમાં ૧૨૫ જેટલા નવા વાહનો મળેલ છે.
ઉતરાપણ બાદ નવુ બસ સ્ટેન્ડ કાર્યરત થાય ત્યાંથી વ્યવહાર ચાલુ થાય તેવી તૈયારીઓ ચાલી રહી છે. અમને ઉપરથી જે ઓર્ડર મળશે તે પ્રમાણે નવા બસ સ્ટેશન શરુ કરવામાં આવશે. જે અમારા માટે ઐતિહાસિક રહેશે.
નવા બસ સ્ટેશનની પબ્લીક સુવિધાઓ ખુબ જ લાભદાયી છે દોઢડ મહીનામાં બસ સ્ટેશનની કામગીરી પૂર્ણ થાય તેવી તૈયારીઓ છે.