સંશોધનમાં ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો
રાજકોટની આર.કે. યુનિવર્સિટીએ સ્ટાર્ટઅપ અને રોકાણ પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય સંશોધન પરિષદ-ઈકોસ્ટાર્ટ-૨૦૧૯નું આયોજન કર્યું હતું જેમાં ઈંટયૂટ અને યુનાઈટેડ કિંગડમની અલ્સ્ટર યુનિવર્સિટી દ્વારા ક્ષમતા નિર્માણનાં વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી સાથે મળીને આ પરિષદનું આયોજન આરકે યુનિવર્સિટીના કે.એસ.પટેલ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં આઈક્રિએટ (ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ટેકનોલ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ) અને ૧૦૦એકસ વીસી (મુંબઈ સ્થિત સેબીની દેખરેખ હેઠળની સંસ્થા) દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. ઉપરાંત આ સંમેલનનું આયોજન કરવામાં ગુજરાત સરકારના ઈન્ડસ્ટ્રી કમિશનરેટ તથા ગુજકોસ્ટ અને એસએસઆઈપી દ્વારા પણ સહયોગ કરવામાં આવ્યો હતો. સંમેલનમાં ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ભારત ઉપરાંત આ સંમેલનમાં ઓસ્ટ્રેલિયા, બલ્ગેરિયા, ફિલિપાઈન્સ, આયર્લેન્ડ, શ્રીલંકા અને ચીનનાં વકતાઓ અને સહભાગીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સોળ સર્વશ્રેષ્ઠ પેપર પ્રેઝન્ટેશનને એવોર્ડ આપવામાં આવ્યા હતા અને ચાર સ્ટાર્ટઅપ્સને બેસ્ટ સ્ટાર્ટઅપનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પરિષદ દરમ્યાન આરકે યુનિવર્સિટી ખાતે ગુજરાતનાં ખાદી ઉધોગ તેમજ હસ્તકલા ઉધોગ સાથે સંકળાયેલા લોકોને પ્રોત્સાહિત કરવા અને પોતાની કલા વૈશ્ર્વિક સ્તરે રજુ કરવા માટે ખાસ સ્થાન આપવામાં આવ્યું હતું જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.